SearchBrowseAboutContactDonate
Page Preview
Page 472
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬ મું 1. સ્થાપત્યકીય સ્મારક [ ૪૪૧ અને વિવિધ અંગ-ભંગીવાળી નર્તિકાઓનાં તથા મિથુને તાપસ વગેરેનાં શિલ્પ મૂકવામાં આવે છે. ઉગમની રચના પગથિયાંવાળા પિરામીડ ઘાટની હોય છે. એમાં “જાલક' નામે જાણીતી કોતરણી કરવામાં આવે છે. ચેરસ કે ગોળ ઘાટની ભરણી અને શિરાવટીના ઘાટ સ્તંભ પરના આ નામનાં અંગોના ઘાટ સાથે સામ્ય ધરાવે છે. ભરણીમાં કર્ણસ્કંધ, અશેકપલવ, તમાલપત્ર, કપોતાલી, કામરૂપ વગેરે ઘાટોનું સંયોજન કરવામાં આવે છે. એવી જ રીતે શિરાવટીમાં ભારપુરલિક અને કંધની રચના થાય છે. મહાપતાલી કે મહાકેવાલને ઘાટ કેવાલને મળતો હોય છે. અત્યંત નિર્ગમિત ફૂટછાઘ આ તમામ ઘરના મુખ્ય છાવણ તરીકે રચાય છે. ફૂટછામાં પણ છાઘની નીચે દંડિકા અને ભૂમાની રચના થાય છે. ૧૪૯ આ કાલનાં મંદિરો પૈકી કેટલાંકમાં ઉપરના તમામ ઘરે ને કેટલાંકમાં એમાંના એકાદ બે ઓછા-વત્તા કે એકના એક થરનું વારંવાર પુનનિર્માણ થતું જોવામાં આવે છે. બે કે ત્રણ મજલાવાળાં મંદિરમાં જવા વગેરે થરનું પણ પુનરાવર્તન થાય છે. આવી રચના ધૂમલી, સેજકપુર, તારંગા, અને સોમનાથનાં મંદિરોમાં જોવામાં આવી છે. બેવડી ત્રેવડી જંધાની રચનાના મંડેવરવાળાં મંદિરને “મેરુ' પ્રકારનાં ગણવામાં આવે છે. મોઢેરાના સૂર્યમંદિરના મંડોવરમાં ઉપરના લગભગ તમામ વર આકાર પામ્યા છે. ૧૫૦ સૂણકના નીલકંઠ મંદિરના મંડોવરમાં છાઘ(છાજલી) સિવાયના તમામ થર જોવામાં આવે છે. સંડેરનાં બે નાનાં મંદિરો પૈકીના મોટા મંદિરના, રહાવીના નીલકંઠ મંદિરના અને ગોરાદના સોમેશ્વર મંદિરના મંડોવરમાં પણ આ જ પ્રકારની રચના છે. આ મંદિરના જવાના મધ્ય ગવાક્ષેમાં દેવ-દેવીઓનાં મૂર્તિશિલ્પાના આધારે એ કયા દેવનું મંદિર હશે એ પણ ઘણી વાર નક્કી થાય છે. દા. ત. મોઢેરાના સૂર્યમંદિરના મંડોવરમાં બાર આદિત્યની મૂર્તિ છે, સૂણુકના નીલકંઠ મંદિરના ગવાક્ષમાં કાલી, ભૈરવ અને નટેશની મુતિઓ, સંડેરના મંદિરના જંધાગવાક્ષમાં શિવ, વિષ્ણુ અને બ્રહ્માની, રહાવીના અંધાગવાક્ષમાં બ્રહ્મા-સાવિત્રી, શિવ-પાર્વતી, અને લક્ષ્મી-નારાયણની યુગલમૂર્તિઓ, ગેરાદના જંઘાગવાક્ષમાં મહાકાલી, નટેશ અને ભૈરવનાં શિલ્પ છે. ગર્ભગૃહ ભાગે મંડોવરની ઉપરના અને મંડપના ભાગે પાટ ઉપરના સળંગ થરને “પ્રહાર” નામે ઓળખવામાં આવે છે. એની રચનામાં પણ કુંભ, કર્ણ, ગ્રાસાદિક, અંતર૫ત્ર વગેરે ચરેનું સંયોજન થયેલું હોય છે. પ્રહારને થર સમગ્ર મંદિરનાં તમામ અંગોને આવરી લેતી સળંગ રચના છે. એ મંદિરના પહેલા મજલાનું ભોયતળિયું બને છે. પ્રહારને “પ્રસ્તાર' પણ કહેવામાં આવે છે. ૧૫૧
SR No.032607
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 04 Solanki Kal
Original Sutra AuthorN/A
AuthorRasiklal C Parikh, Hariprasad G Shastri
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1976
Total Pages748
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy