SearchBrowseAboutContactDonate
Page Preview
Page 474
Loading...
Download File
Download File
Page Text
________________ સ્થાપત્યકીય સ્મારકે [ ૪૪૪. શિખરના ઊર્ધ્વ માનનાં પ્રમાણ આ કાલ પૂર્વેનાં મત્સ્ય, ગરુડ, અગ્નિ વગેરે પુરાણે તથા “વિશ્વર્મપ્રકાશમાં આવ્યાં છે. પુરાણેએ શિખરની ઊંચાઈ ગર્ભગૃહની દીવાલની ઊંચાઈ કરતાં બેગણી રાખવાનું જણાવ્યું છે.૧૫૩ ગરુડ પુરાણમાં શિખરના રેખાવિત પદ્મશ–વેણુકેશના નમણ(curveની ચર્ચા આપેલી છે.૧૫૪ આ કાલના શિલ્પગ્રથો પૈકી સમરાંગણુસૂત્રધારે નાગર શૈલીનાં શિખરોના આજનની ચર્ચા કરતાં શિખરરચનાની દષ્ટિએ મંદિરોના બે સ્પષ્ટ વિભાગ હોવાનું સૂચવ્યું છે: (૧) છાઘપ્રાસાદ અને (ર) શિખરાન્વિત ૧૫૫ ગુજરાતમાં આ કાલનાં અગાઉનાં મંદિર છાઘશિખર શૈલીનાં હોવાનું તથા એ ધીમે ધીમે શિખરાન્વિતશૈલીમાં પરિણમતી સંક્રાંત અવસ્થામાં વિકસ્યાનું વર્ણન અગાઉ થયું છે. ૧૫ સમરાંગણુસૂત્રધારે શિખરાન્વિત શૈલીનાં શિખરોની વિશદ ચર્ચા કરી છે. મધ્યશિખર(મુલમંજરી)ની તરફ રચવામાં આવતા ઉશંગ કે ઉરમંજરી તથા કર્ણશંગો તથા એ બધાં અંગો પર રચાતાં આમલક-કલશાદિનાં એમાં વર્ણન છે. સમરાંગણુસૂત્રધારની શિખરશૈલીની પરિપાટી અપરાજિતપૃચ્છામાં પણ આકાર પામતી જોવામાં આવે છે, પરંતુ અપરાજિતપૃચ્છાએ શિખરના વણકોશની રેખાઓ તથા એમાં પ્રયોજાતી વિવિધ પ્રકારની નમણો પર વિશેષ ભાર મૂકી જુદાં જુદાં નામ ધરાવતી રેખાઓને કારણે પરિણમતી શિખરની વિવિધ રચનાશૈલી તથા. એના પ્રકારની અતિ ઝીણવટભરી ચર્ચા કરી છે. રેખાઓના રચનાવિધાનના એણે બે વિભાગ-ચંદ્રકલા રેખા અને ઉદયકલા રેખા-જણાવ્યા છે. સમગ્ર શિખરની રેખાઓના ૨ થી ૨૮ ઉભડક ખંડ પાડી પ્રથમ પ્રકારના રેખા આજતાં કુલ ૧૬ ભેદ પાડવામાં આવે છે. વળી દરેક ખંડને ૧૬ પ્રકારના “કલા” અને “ચાર” નામથી ઓળખાતા ઊભા આડા વિભાગોમાં વહેંચી કુલ ૨૫૬ (૧૬ ૧૬ ), પ્રકારની રેખાઓ દર્શાવી છે. એ સર્વનાં જુદાં જુદાં નામ પણ આપ્યાં છે.૧૫૦ ઉદયકલા શિખરની રેખાને ૫ થી ૨૯ ખંડોમાં વહેંચી ૨૫ પ્રકાર નિ પજાવવામાં આવ્યા છે. શિખરના તલમાનના વિવિધ આવિર્ભાવ અને રેખાઓના વિભેદને કારણે તેના પર રચાતાં અંડકેની જુદી જુદી સંખ્યાની દૃષ્ટિએ ગુજરાતનાં આ કાલનાં મંદિરના શિખર વિવિધ પ્રકારનાં જણાય છે. અંડકોની સંખ્યા ૧,૫,. ૯, ૧૩, એમ ક્રમે ક્રમે વધતી જાય છે. મંડપ અને ગારકી ઊર્ધ્વદર્શનની દષ્ટિએ મંડપની અને શંગારકીની પીઠ ઉપર ઉભડક
SR No.032607
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 04 Solanki Kal
Original Sutra AuthorN/A
AuthorRasiklal C Parikh, Hariprasad G Shastri
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1976
Total Pages748
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy