SearchBrowseAboutContactDonate
Page Preview
Page 468
Loading...
Download File
Download File
Page Text
________________ સ્થાપત્યકીય સ્મારક છે; દા. ત. આવી રચના વિરમગામના મુનસર કાંઠે આવેલ દિપુરુષ પ્રકારના મંદિરના મંડપમાં જોવામાં આવે છે. પરંતુ મોટા ભાગનાં મંદિરોના મંડપના તલમાનમાં ભદ્ર અથવા ભદ્ર અને પ્રતિરથ (એકર) અને ત્રિરથ રચનાવાળા) નિર્ગમ જોવામાં આવે છે. દેલમાલ(લિંબાજી), મિયાણી(હરસિદ્ધ), થાન(મુનિબાવા), માધવપુર(માધવ અને સૂર્યમંદિર), સૂણુક(નીલકંઠ), વીરતા નીલકંઠ), ધિણેજ(વ્યાઘેશ્વરી), મણુંદ (નારાયણ), આબુ (વિમલ તથા લૂણસહિ), મિયાણી(નીલકંઠ), બરડિયા(સબ), સિદ્ધપુર(રુદ્રમાલ) વગેરે સ્થળોનાં મંદિરોના મંડપ ભદ્ર નિગમથી વિભૂષિત એકનાસિક પ્રકારના છે, ત્યારે કેટાય(શિવ), સેજપુર(નવલખા), મોટેરા, તારંગા, સોમનાથ, થાન, ગિરનારનેમિનાથ) વગેરે સ્થળોનાં મંદિરના મંડપ ભદ્ર અને પ્રતિરયની રચનાને કારણે “ત્રિનાસિક” (ત્રિરથ) પ્રકારના છે. થાનના સૂર્યમંદિર અને કેનેડાના બહુસ્મરણાદેવી મંદિરના લંબચોરસ ઘાટના મંડપની દીવાલે ત્રિરથ પ્રકારની છે, મંડપના ભદ્રાદિ નિર્ગમ પર મંડપમાં પ્રદક્ષિણાપથની માફક ઝરૂખાઓની યોજના ક્યારેક થાય છે. એમાં કક્ષાસન વગેરેની રચના હોય છે. મંડપના તલમાનતા પ્રમાણની ચર્ચા સમરાંગણસરધારમાં કરી છે. મંડપની પહોળાઈ ગર્ભગૃહની પહોળાઈ સમાન કે ગર્ભગૃહની પ્રકોણીય રેખા સમાન રાખવાનું જણાવ્યું છે.૩૨ ક્યારેક એની પહેલાઈ ગર્ભગૃહની પહેળાઈ કરતાં પિણું બે ગણી કે બેવડી રાખવાનું પણ જણાવ્યું છે,૧૩૩ પણ અપરાજિતપૃચ્છામાં એ બે અંગે વચ્ચેનું પ્રમાણુ-વવિધ્ય નોંધપાત્ર છે. ગર્ભગૃહ અને મંડપના તલમાનનું પ્રમાણ આ ગ્રંથ ૧: ૧, ૩ : ૩, ૭ઃ ૪, ૩ : ૨, ૨ ઃ ૧, ૯ ૪, ૫ રનું વગેરે આપે છે. ૧૩૪ મિયાણીનું જનમંદિર, સેજકપુરનું નવલખા, અને કસરાના ત્રિપુરુષપ્રાસાદમાં ગર્ભગૃહ અને મંડપના તલમાનનું પ્રમાણ ૩ : ૨ નું મિયાણીનું હરસિદ્ધ, મણૂંદનું નારાયણ, ગિરનારનું ત્રિકૂટાચલ, થાનનું સૂર્ય, તરણેતરનું ત્રિનેત્રેશ્વર, અને કેનેડાના બહુસ્મરણાદેવીના મંદિરમાં મંડપના તલમાનનું પ્રમાણ ૨: ૧; મિયાણી(નીલકંઠ), બરડિયા(સાબ), વિરમગામ (મુનસર કાંઠાનું ઢિપુરુષ), કેરાકેટનું શિવમંદિર વગેરે મંદિરોમાં ૯ઃ ૪; અને દેલમાલ(લિંબાજી) તેમજ ધિણેજ (ખમલાઈ)માં મંડપનું પ્રમાણ પઃ ૨ નું જણાવ્યું છે.૧૩૫ સાંધાર પ્રકારના પ્રાસાદમાં મંડપના મધ્યભાગનો વિસ્તાર ગર્ભગૃહની દીવાલના બહારના છેડાને
SR No.032607
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 04 Solanki Kal
Original Sutra AuthorN/A
AuthorRasiklal C Parikh, Hariprasad G Shastri
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1976
Total Pages748
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy