SearchBrowseAboutContactDonate
Page Preview
Page 469
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૩૮ ] સાલડકી કાલ [ પ્ર જેટલેા જ રાખવાને આદેશ છે.૧૩૬ આ સિદ્ધાંત ગુજરાતના આ કાલના તમામ સાંધાર પ્રાસાદામાં જળવાયા છે. શૃંગારશેાકી . શૃંગારચાકી મ ંદિરના ગર્ભગૃહ અથવા મંડપની પ્રવેશયેાકી છે. એ અ મડપ ’ કે ‘મુખમંડપ ’ નામે ઓળખાય છે. મંડપની આગળ આવેલ શૃંગારચાકીની રચના મંડપની આગળ અને કેટલીક વખતે આગળ તેમજ એની તે બાજુએ કરવામાં આવે છે. સમરાંગણુસૂત્રધારમાં એને ‘મામીવ' કે ‘ પ્રાગ્નીવ ’ નામે એળખાવેલ છે.૧૩૭ આ કાલનાં પ્રભાસનું સામનાથ તાર ંગાનું અજિતનાથ ધૂમલીનુ નવલખા મંદિર, ગિરનારનું તેમિનાથ મંદિર તથા આયુનાં વિમલ અને ભ્રૂણવસહીનાં મદિરાની ત્રણે બાજુએ શૃંગારચેાકીની રચના જોવા મળે છે. એની રચના ગર્ભગૃહની સંમુખે થાય છે ત્યારે એના તલમાનનું પ્રમાણ ગર્ભ મૂહ જેટલુ રચાય છે. કયારેક એનાથી પણ ઓછું હોય છે, પરંતુ મેટાં મ ંદિરમાં મેના તલમાનનું પ્રમાણુ ગર્ભગૃહની સરખામણીએ ત્રીજા ભાગનું એટલે કે ૩ : ૧ તુ રખાય છે.૧૩૮ ગુજરાતનાં બ્રાહ્મણ મદિરામાં મુખ્યત્વે એક-ચાકીની રચના જોવામાં આવે છે, એને શાસ્ત્રગ્રંથામાં સુભદ્ર' નામે ઓળખાવેલ છે. જૈન મ`દિશમાં ‘ ત્રિકમંડપ'ની રચના થતી જોવામાં આવે છે. એનાં વિવિધ સ્વરૂપ ‘ત્રિચાકી,’ ‘ ચેાકી,’કે નવચેાકી 'રૂપે આવિર્ભાવ પામ્યાં છે. આ ત્રણ સ્વરૂપ અનુક્રમે કીર્તિ,’· પ્રાંત ' અને ‘ શાંત ' નામથી એળખવાની પરિપાટી જેનામાં છે. દા. ત. ગિરનારના વસ્તુપાલ મંદિરના બે મંડપની આગળ ત્રિચાકી(કીર્તિ)ની યાજના છે. આ જ રીતે આયુના તેજપાલ-મંદિરના ગૂઢમંડપ અને રંગમડપ વચ્ચે ત્રિચાકીની વ્યવસ્થા છે. આવી જ રચના મિયાણીના જૈન મંદિરમાં છે. તારંગાના અજિતના મદિરના ગૂઢમડપની આગળ ચાકી(પ્રાંત)ની રચના છે, તે। આજીના વિમલવસહીના ગૂઢમંડપ અને રંગમંડપની વચ્ચે નવચેાકી(શાંત)ની વ્યવસ્થા છે. ૧૩૯ શૃંગારચોકીના તલમાનમાં ભદ્રાદેિ નિમાની રચના મંડપના તલમાનને અનુરૂપ રચવાની સામાન્ય પરિપાટી છે. . ધ્રુવદન ઊર્ધ્વ`દશનની દૃષ્ટિએ આ કાલનાં મદિર વિશાળ જગતી૧૪” (એટલા) પર બંધાયેલાં હામ છે. એના પર આવેલી ઉભડક રચના પીઠ ' નામે ઓળખાય છે. પીઠનુ મથાળુ સમગ્ર મદંદિરનું ભોંયતળિયું બની રહે છે. ગર્ભગૃહની દીવાલે અને શૃંગારચાકી તથા મંડપની દીવાલા કે વેદિકા, સ્તભો વગેરે ઉભડક અંગા આ પીઠ પર મંડાયેલાં હોય છે. પીઠના બડ઼ારના ભાગે ભરચક કોતરણી અને
SR No.032607
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 04 Solanki Kal
Original Sutra AuthorN/A
AuthorRasiklal C Parikh, Hariprasad G Shastri
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1976
Total Pages748
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy