SearchBrowseAboutContactDonate
Page Preview
Page 431
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૦૦ ] સાલકી કાલ [ પ્રરૂ પખવાડિયાનાં સૂચક છે. ઊષા અને પ્રત્યૂષા ધનુષ અને બાણ વડે અધકારને ભેદે છે. અશ્વ નીચેનેા દૈત્ય અંધકારરૂપી દૈત્ય છે. સૂર્યની પત્ની રાની, રિક્ષુભા કે નિભુભા, છાયા અને સુવંસા અનુક્રમે ભૂ, ઘૌ, છાયા અને પ્રભાનાં પ્રતીક છે. સૂર્યના રથમાં રહેલા સિંહધ્વજ ધર્માંની ભાવના બતાવે છે. કેટલીક વાર સૂર્યંની ઊભેલી મૂર્તિની એ બાજુએ એક એક પુરુષ આકૃતિ હોય છે તે દંડ.. અને પિંગલ નામે એના જાણીતા અનુચર છે. સૂર્યની ડાખી બાજુએ હાથમાં. દંડ પકડીને દંડ ઊભેલા છે. કેટલાક એને દંડનાયકના નામથી એળખે છે. જમણી બાજુએ પિંગલ હાથમાં ખડિયા અને કલમ લઈ ને ઊભેલેા હોય છે. સૂર્ય બખ્તર કે વચ પહેરે છે. અખ્તર કુશાન સમયના પહેરવેશને મળતું આવે છે. આ બખ્તર કે કવચ ઈરાની અસર બતાવે છે. ૧૪ સૂર્યની ઊભી મૂર્તિ લશ્કરી પોશાકમાં પણ મળી આવે છે. લશ્કરી પેાશાકવાળા સૂને ઊંચા ખૂટ પહેરાવવામાં આવે છે. બ્રાહ્મણ ધમના કાઈ પણુ દેવને લશ્કરી પાશાક અને ખૂટ હાતા નથી તેથી આવા પ્રકારની સૂર્યની મૂર્તિને પરદેશી અસરવાળી ગણાવવામાં આવે છે. આ ઉપરાંત સૂર્યની મૂર્તિને કમરે અવિયાંગ ( પારસી લોકો, પહેરે છે તેવી જનાઈ) હાય છે. સૂર્યની મૂર્તિમાં જણાતું બખ્તર, અવિયાંગ અને ઊંચા ખૂટ પરદેશી એટલે કે ઈરાનની સ્પષ્ટ અસર બતાવે છે. આવી મૂર્તિનુ વર્ણન વિષ્ણુધર્માંત્તરપુરાણમાં આપ્યું છે. ૧૫ વિષ્ણુધર્માંત્તરપુરાણમાં ભાર આદિત્યોના ઉલ્લેખ છે, પરંતુ તેનાં જુદાં જુદાં નામ કે એનાં વન એમાં આપેલાં નથી, પરંતુ ટૂંકમાં એમ જણાવેલું છે કે આદિત્યા સૂના જેવા કરવા વિશ્વકશાસ્ત્રમાં બાર આદિત્યમાંથી દસ આદિત્યાને ચાર ભુજામાં વર્ણવેલા છે. અને બાકીના મેને દ્વિભુજ કહેલા છે. આ એ આદિત્ય તે પૂન્ અને વિષ્ણુ છે. ૧૬ આ બાર આદિત્યાની પૃથક્ પૃથક્ મૂર્તિએ શિલ્પમાં ભાગ્યેજ નજરે પડે છે. કેટલીક વાર મુખ્ય સૂર્યની મૂર્તિના પરિકરમાં બાકીની અગિયાર સૂર્ય-મૂર્તિ એદ કંડારેલી તેવામાં આવે છે. નવ ગ્રહેા : ઘણી વાર સૂર્યાદિ નવગ્રહનું અંકન થતું જોવામાં આવે છે. વિષ્ણુધર્માંત્તરપુરાણમાં ગ્રહેાની પ્રતિમા વિશે શાસ્ત્રીય વર્ણન આપેલુ છે. ૧૭ વિષ્ણુધર્માંત્તર, અગ્નિપુરાણ, અંશુમદ્બેદાગમ, શિલ્પરન વગેરે ગ્રંથા નવે ગ્રહોનાં સ્વરૂપાનું વર્ણન આપે છે. ૧૮ આ ગ્રહો છૂટક છૂટક કે સમૂહમાં કેવી રીતે બતાવવા એ અંગે સ્પષ્ટ નિયમા જણાવેલા છે. પથ્થરમાં કંડારેલી ગ્રહની આકૃતિઓ ભારતવર્ષના જુદા જુદા ભાગમાં મધ્યયુગનાં મદિરામાં સ્થાપત્યના એક ભાગ તરીકે જણાય છે. એમાં મુખ્યત્વે ઊભેલી આકૃતિઓ હાય છે, ભાગ્યેજ ખેઠેલી ગ્રહોની
SR No.032607
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 04 Solanki Kal
Original Sutra AuthorN/A
AuthorRasiklal C Parikh, Hariprasad G Shastri
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1976
Total Pages748
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy