SearchBrowseAboutContactDonate
Page Preview
Page 430
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૩૯૯ ૧૪ મું 1. ધર્મસંદાયે સાંબાદિત્ય નામની સૂર્યની મૂર્તિની સ્થાપના મથુરામાં સાંબે કરી એમ નેધે . છે. બૃહત્સંહિતામાં શકદીપની અસરવાળી સૂર્ય પૂજા ઉત્તર ભારતમાં હતી એવો સ્પષ્ટ ઉલ્લેખ છે, અને એમાં નોંધેલું છે કે ઈરાનમાં સૂર્યની પૂજા કરનારા “મગ” નામના પૂજારીઓએ ભારતમાં આવીને સૂર્યની પૂજા શરૂ કરી.૮ અબ્બીરની પણ નોંધે છે કે ઈરાનના પાદરીઓ, જેઓ ભારતમાં આવ્યા તેઓ, “મગ” નામથી જાણીતા હતા.૯ | ભારતનાં ગણનાપાત્ર સૂર્યમંદિરમાં ઈસુની આઠમી સદીનું કાશ્મીરનું માર્તડ મંદિર, અગિયારમી સદીનું ગુજરાતના મોઢેરાનું સૂર્યમંદિર અને તેરમી સદીનું ઓરિસ્સાના કોણાર્કનું સૂર્યમંદિર છે. ૧૦ સૂર્ય પૂજાના ઉ૯લેખોવાળાં કેટલાંક શિલાલેખો અને તામ્રશાસન પણ મળી આવ્યાં છે. કેટલાક રાજવીઓ સૂર્યભક્ત હતા; જેમકે વલભીના મૈત્રક રાજાએમાં મહારાજા ધરપટ્ટનું નામ સૂર્યભક્ત તરીકે જાણીતું છે. ૧૨ ઉપરાંત થાણેશ્વરના પુષ્યભૂતિ રાજ્યકર્તાઓમાં રાજ્યવર્ધન, આદિત્યવર્ધન અને પ્રભાકરવર્ધન વગેરે પરમ આદિત્યભક્તો હતા.૧૩ - ભારતીય કલામાં સૂર્ય : ભારતીય કલામાં સૂર્યને જુદાં જુદાં પ્રતીક દ્વારા રજૂ કરવામાં આવેલ છે. વૈદિક યજ્ઞાદિ વિધિમાં ચક્ર, સોનાની વર્તુલાકાર નાસક, કમળનું ફૂલ વગેરે સૂર્યનાં પ્રતીક તરીકે વપરાતાં. પાછળથી સૂર્યને માનવાકારે રજૂ કરવામાં આવ્યા. જે સૂર્યને જ આપણે સવારમાં ઊગતા. મધ્યાહને તપતા અને સાંજે અસ્ત પામતા જોઈએ છીએ તે તો ધગધગતા તેજને ગેળો છે, પણ ભારતીય મૂર્તિવિધાનકલામાં એને માનવાકારે બે સ્વરૂપોમાં બતાવેલ છે: (૧) એ સાત ઘેડા જોડેલા રથમાં ઘૂમતો આલેખાય છે. એના બે હાથમાં કમળ ધારણ કરેલાં હોય છે અને કમલાસન ઉપર એ બિરાજમાન હોય છે. (૨) કેટલીક વાર ચાર ભુજાધારી સૂર્યનારાયણ સાત ઘોડા વડે ખેંચાતા મહારથમાં બેસીને નીકળતા દર્શાવ્યા હોય છે. અણુ એમનો સારથિ છે. આમાં સૂર્યના ચાર હાથ પૈકી બે હાથમાં ખીલેલાં કમળ અને બે હાથમાં ઘડાઓની લગામ હોય છે. એની બેઉ બાજુએ ઊષા અને પ્રત્યુષા નામની અનુચરીઓ તીર કામઠાં સાથે હોય છે અને એની સાથે બે (1) રિક્ષભા અને (૨) રાજ્ઞી અથવા ચાર પત્નીઓ-રાજ્ઞી, રિલુભા (કે નિલુભા), છાયા અને સુવર્ચસા હોય છે. સૂર્યના હાથમાંનાં પ્રફલિત કમળો ઊગતા સૂર્યનાં પ્રતીક છે. સાત અશ્વો સાત વારનું સૂચન કરે છે. સૂર્યને હાથમાં રહેલી લગામ સમસ્ત જગતને સૂર્ય વીંટી-આવરી લે છે એવો ભાવ વ્યક્ત કરે છે. રથનાં બે પૈડાં મહિનાનાં બે
SR No.032607
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 04 Solanki Kal
Original Sutra AuthorN/A
AuthorRasiklal C Parikh, Hariprasad G Shastri
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1976
Total Pages748
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy