SearchBrowseAboutContactDonate
Page Preview
Page 432
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪ મું ] ધમસંપ્રદાય [૪૦૧ આકૃતિઓ એમાં જણાય છે. ગ્રહની રજૂઆત મંદિરમાં થતી હોવાથી એક માન્યતા એવી પ્રચલિત છે કે મંદિરોના રક્ષણ માટે સ્થપતિઓ સ્થાપત્યના એક ભાગ તરીકે રહેની એક તકતી મૂકતા. ગુજરાતમાં સુર્યમંદિરઃ ગુજરાતમાં સૂર્યોપાસના પ્રાચીન સમયથી જોવામાં આવે છે. મગ બ્રાહ્મણોએ ભારતવર્ષના પશ્ચિમ કિનારે અને ખાસ કરીને સૌરાષ્ટ્રના પ્રદેશમાં નિવાસ કર્યો હતો ત્યાં સૂર્ય મંદિર સ્થાપ્યાં હતાં. આ પ્રદેશ માંથી મિત્રક–અનુમૈત્રકકાલીન ઘણું સૂર્યમંદિર પ્રાપ્ત થયાં છે એ એની ખાતરી કરાવે છે. વળી આમાંનાં કેટલાંક મંદિરોમાં તો આજે પણ સૂર્યમૂર્તિ (અલબત્ત ઘણા પાછલા કાલની) પૂજાતી હોવાનું જાણવા મળે છે; દા. ત. પસનાવડા, કીંદરડા, પાતા, જમળા, સુત્રાપાડા, અખાદર, પાછતર, બરિયા, શ્રીનગર, થાન વગેરે સ્થળોનાં પ્રાચીન મંદિરોમાં સૂર્યમતિઓ પૂજાય છે. ૧૯ પસનાવડામાં ગાયત્રીમંદિર પણ છે. ૨૦ - અહીંની પ્રાચીન સૂર્યમૂર્તિઓ આદિત્યેશ્વર, સાંબાદિત્ય, બાલાર્ક વગેરે નામે પૂજાતી હોવાનો ઉલ્લેખ મળે છે. ૨૧ સૌરાષ્ટ્રના યાદવ, કાઠીઓ અને જેઠવાઓમાં સૂર્યોપાસના પ્રચલિત હતી. વલભીના મિત્રક રાજાઓમાંને એક પરમ આદિત્યભક્ત” હતો.૨૨ લાટના પટોળાં વણવાવાળાઓએ (પટ્ટવાયાએ) માલવ દેશના દશપુર નગરમાં (હાલના મંદસરમાં) વિ. સં. ૪૯૩(ઈ. સ. ૪૩૭)માં દીપ્તરશ્મિનું સૂર્યમંદિર બંધાવ્યું હતું.૨૩ દક્ષિણ ગુજરાતના શરૂઆતના ગુર્જર રાજાઓ આદિત્યભક્ત હતા: રાષ્ટ્રકૂટ રાજાઓના સમયમાં જંબુસર નજીક કોટિપુરમાં એક સૂર્ય મંદિર હતું.૨૪ સોલંકી રાજા ભીમદેવ ૧ લાના રાજ્ય–અમલ દરમ્યાન મેઢેરાનું સૂર્યમંદિર બંધાયું હતું. ૨૫ પાટણના સહસ્ત્રલિંગ તળાવના કાંઠે ભાયલસ્વામી નામના સૂર્યનું મંદિર હવાને ઉલ્લેખ સરસ્વતીપુરાણમાં છે. ૨૬ સં. ૧૨૯૧(ઈ. સ. ૧૨૩૪૩૫)ના એક શિલાલેખમાં વિરધવલના વિખ્યાત મંત્રી વસ્તુપાલે નગરકોનગરા)માં સૂર્યપત્ની રત્નાદેવી અને રાજદેવીની સ્થાપના કરાવ્યાનો ઉલ્લેખ છે. ૨૭ સં. ૧૩૪૬ (ઈ. સ. ૧૨૯૦)ના એક શિલાલેખમાં ૮ સૂર્યપુત્ર રેવંતની મૂર્તિને તથા ખંભાતના સં. ૧૩૫ર(ઈ. સ. ૧૨૯૫-૯૬)ના શિલાલેખમાં સૂર્યમંડલને ઉલ્લેખ છે. ૨૯ મહેસાણા જિલ્લાના વિસનગર તાલુકામાં આવેલા પિલુદ્રા ગામમાંથી એક કીર્તિતોરણ મળ્યું છે. તેરણના સ્તંભ પરની વચલી કમાનમાં સૂર્યની મૂર્તિ સે-૨૬
SR No.032607
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 04 Solanki Kal
Original Sutra AuthorN/A
AuthorRasiklal C Parikh, Hariprasad G Shastri
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1976
Total Pages748
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy