SearchBrowseAboutContactDonate
Page Preview
Page 408
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪ મું ] ધર્મસંપ્રદાય [ ૩૭૭ ભરૂચ એ વખતે ચીન અને સિંધમાંથી જતાં આવતાં જહાજો માટેનું બંદર હતું. કેટલાક ઉપદેશકોએ ત્યાં આવી વસવાટ કર્યો હત; જેમકે બાબા રહાન એના નાના ભાઈ તથા ચાળીસ દરશની એક જમાત લઈને દસમી સદીમાં ઇસ્લામના પ્રચાર અર્થે આવ્યા હતા અને એ સર્વ ત્યાં શહીદ થયા હતા.૮ કહેવાય છે કે મિસરના ફાતિમા ખલીફ અલ મુસ્તક્સિર બિલ્લાહ(ઈ. સ. ૧૦૩૬-૯૫)ના ફરમાનથી અબ્દુલ્લાહ૭૯ અને અહમદ નામના બે મિસરીઓને ભારતમાં મજહબનો પ્રચાર કરવા રવાના કરવામાં આવ્યા હતા. તેઓ બંને અરબસ્તાનમાં આવેલા ઈસ્માલીઓના પુરાણા પ્રચારકેંદ્ર યમનમાં માર્ગદર્શન લઈ નીકળ્યા હતા અને ખંભાતના બંદરે ઈ. સ. ૧૦૬૭ માં ઊતર્યા હતા, અને ત્યાં અબ્દુલ્લાહે પ્રચારકાર્યનો આરંભ કર્યો હતો. એનું અવસાન ઈ. સ ૧૧૩ માં થયું હતું. એ શહેરમાં આવેલી એની દરગાહ ઉપર ગુજરાતના બધા ભાગોમાંથી સંખ્યાબંધ શિયા વહેરા ઝિયારત માટે જાય છે. પ્રથમ શિયા પ્રચારકનું નામ કેટલાક મુજબ મોહમ્મદ-૧ અલી કે મુલ્લા મોહમ્મદ અલી હતું. એ જે હોય તે, પરંતુ એટલું તે નિશ્ચિત છે કે એ ઈ.સ. ૧૦૬૭ માં ખંભાતમાં આવ્યો હતો અને ત્યાં એણે શિયા મજહબનો પ્રચાર કરવા માંડ્યો હતો. એ સમયે અહીં કર્ણદેવનું રાજ્ય (ઈ.સ. ૧૦૬૪-૧૦૯૪) ચાલતું હતું કહેવાય છે કે એ સમયે ત્યાં એક મહાત્મા રહેતા હતા. એમનામાં લેકેની ઘણી શ્રદ્ધા હતી તેથી એ પ્રચારક શરૂઆતમાં મહાત્માની સેવાનું કામ કરવા લાગે ને એની ભાષા શીખી એણે હિંદુઓનાં પુસ્તકોને અભ્યાસ કર્યો. સમય જતાં એણે ધીમે ધીમે એમના દિમાગ ઉપર ઈસ્લામને એવો તો પ્રભાવ પાડો કે એ મહાત્મા મુસલમાન બની ગયો અને એમના ચેલાઓએ પણ ઇસ્લામ સ્વીકાર્યો. ધીમે ધીમે રાજાને એક પ્રધાન પણ મુસલમાન થયો. આ વાતની રાજાને ખબર પડતાં એની ખાતરી કરવા એ પોતે ઓચિંતે પ્રધાનના મકાન ઉપર પહોંચ્યો તે એ સમયે એ નમાઝ પડતો હતે. કહેવાય છે કે પ્રધાન ભારમલ નામને હતે. એની કબર ખેડા જિલ્લાના ઉમરેઠ ગામમાં શિયા વહોરાઓના કબ્રસ્તાનમાં હોવાનું મનાય છે. ભારમલ અટકના વહોરા સૌરાષ્ટ્રમાં જોવા મળે છે. પ્રધાનના નવા ધર્મથી પ્રભાવિત થઈ રાજાએ પણ ઇસ્લામ ધર્મ સ્વીકાર્યો એમ શિયા વહોરા ખૂબ શ્રદ્ધાથી માને છે. અને એ રાજા સિદ્ધરાજ જયસિંહ હતા એમ કહે છે. સિદ્ધરાજ સૌ ધર્મો પ્રતિ સહિષ્ણુતા ધરાવતા હતા, પરંતુ એ મુસલમાન થયું હોવા વિશે કંઈ પુરા મળતો નથી.
SR No.032607
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 04 Solanki Kal
Original Sutra AuthorN/A
AuthorRasiklal C Parikh, Hariprasad G Shastri
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1976
Total Pages748
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy