SearchBrowseAboutContactDonate
Page Preview
Page 407
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૭૬ ]. સેલંકી કાલ [ પ્ર. મૂલરાજ ૨ જાના શાસન દરમ્યાન ઈ. સ. ૧૧૭૮ માં, ગઝનવી શાસકોના સ્થાને સ્થાપિત થયેલા ઘોરી૫ વંશને સુલતાન શિહાબુદ્દીન મહમ્મદ રણ ઓળંગી ગુજરાત ઉપર ચડી આવ્યો, પરંતુ એના લશ્કરને શિકસ્ત આપી પાછા કાઢવામાં આવ્યો. એ પછી ઈ.સ. ૧૧૯ માં આબુ વગેરે સ્થળના રજપૂતોએ ભીમદેવ રજા સાથે મળીને મુસલમાન પાસેથી અજમેર છીનવી લેવાનો નિર્ધાર કર્યો. સુલતાન શિહાબુદ્દીન ઘોરીને સિપાહાલાર કુબુદ્દીન અયબેક એ તરફ પહોંચ્યો, પરંતુ એના સૈન્યને તગેડી મૂકવામાં આવ્યું. આ રીતની એની રંજાડ થઈ એનું વેર લેવા ઈ. સ. ૧૧૯૭ માં ગઝનાથી આવેલા નવા લશ્કરને લઈ કુબુદ્દીન ફરીથી તૈયારી કરી અણહિલવાડ ઉપર ચડી આવ્યા અને એણે એ કર્યું અને લૂંટવું. એ પછી ત્યાં એક નાયબની નિમણૂક કરી એ દિલ્હી પાછો ગયે, પરંતુ કુબુદ્દીનની Vઠ ફરતાં ભીમદેવે ફરીથી અણહિલવાડને કબજે લીધે. આવી રીતે મહમૂદ ગઝનવી, શિહાબુદ્દીન મહમ્મદ ઘોરી અને કુબુદ્દીન અયબેક ગુજરાતના પ્રદેશ ઉપર વાદળની જેમ ચડી આવી, બને તેટલું લૂંટી, નુકસાન કરી વંટોળિયાની માફક નીકળી ગયા. એ સમયે આ પ્રદેશના રાજાઓ તેમજ ત્યાંના લેકે મુસ્લિમ આક્રમણકારો અને સુલેહપ્રિય વેપારીઓ વચ્ચેનો ભેદ સારી રીતે સમજતા હતા. એમને વેપારીઓ તરફથી આર્થિક લાભ થતું હતું તેથી એમને એમના રોજિંદા કાર્યમાં ડી ઘણી સ્વતંત્રતા તથા સગવડે રાજાઓ તરફથી મળતી રહેતી હતી. તદુપરાંત તેઓ એવા ઉદાર હતા કે કોઈ પણ ધર્મને એમના રાજ્યમાં શાંતિભર્યો આવકાર મળતું હતો. આથી ઇસ્લામને પ્રચાર કરવા જે દરવેશો, ફકીરો અને ઉપદેશકે આવતા હતા તેઓ તરફ રાજાઓનું સહિષ્ણુતાભરેલું વર્તન રહેતું હતું. તેઓનાં ત્યાગ, ઉચ્ચ ચારિત્ર્ય અને ભક્તિમય જીવનથી, વર્ણવ્યવસ્થાનો ભોગ બનેલી નાની હલકી અજ્ઞાત જાતિઓના લેકો પ્રભાવિત થતા હતા. તેઓ હઝરત મોહમ્મદ પેગમ્બરે અભણ જંગલી પ્રજા માટે બનાવેલા સીધા સાદા સિદ્ધાંતે, માનવમાત્રની સમાનતાના વિચારે અને એમની સામાજિક વિશિષ્ટતાઓ સમજાવી એમને પોતાના કરી લેતા હતા. પરિણામે પિતાનું પ્રચાર કાર્ય કરવાના ઉદ્દેશમાં તેઓ કામયાબ રહેતા હતા. આરંભકાળમાં મોટે ભાગે તેઓને વસવાટ કિનારા ઉપર હતો, આથી ભરૂચ અને ખંભાત ઉપરાંત કાવી, ઘોઘા, ગંધાર અને પીરમ જેવાં બંદરો ઉપર મુસલમાનોની વસ્તી ઠીક ઠીક પ્રમાણમાં હતી.૭૭
SR No.032607
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 04 Solanki Kal
Original Sutra AuthorN/A
AuthorRasiklal C Parikh, Hariprasad G Shastri
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1976
Total Pages748
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy