SearchBrowseAboutContactDonate
Page Preview
Page 409
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૭૮ ] લકી કાલ વળી ભારમલ નામનો એને કોઈ પ્રધાન હોવા વિશેનો ઉલ્લેખ પણ અન્યત્ર મળતો નથી. એવી વાયકા છે કે એક કણબી ખેડૂતના સુકાઈ ગયેલા કૂવામાં દુવા કરી એ પ્રચારકે પાછું આણું આપ્યું તેથી એ તથા એની પત્ની મુસલમાન થયાં હતાં. એમની કબરો ખંભાતમાં છે. એમને કાકા અકેલા અને કાકી અકેલીની કબર કહે છે. વહેરા એ બન્નેને માનથી જુએ છે. આ પ્રચારથી ધર્માતર પામેલા લોકે વહોરા કહેવાયા. એ નામ પાડવા માટે એક એવી માન્યતા છે કે એ પ્રચારથી થયેલા મુસલમાને મૂળ વહેવારિયા (વેપારીઓ) હતા. પાછળથી ધીમે ધીમે પ્રદેશના અંદરના ભાગમાં પણ મુસલમાનોને વસવાટ થવા માંડ્યો હતે. ઠેઠ સેલંકી રાજા કર્ણદેવના સમયથી મોટી સંખ્યામાં મુસલમાન વેપારીઓ૮૫ અને ઉપદેશક અણહિલવાડ પાટણમાં આવીને શાંતિપૂર્વક પિતાની પ્રવૃત્તિઓ ચલાવ્યે રાખતા હતા. એના પરિણામે એ સૂફીઓ અને ફકીરેના મહાન કેન્દ્ર તરીકે મશહૂર થયેલું છે અને ત્યાં એમની અનેક દરગાહ મોજુદ છે. સુલતાન હાજી દૂદ5 નામને એક સૂફી ઈ. સ. ૧૦૯૪ માં ત્યાં પહોંચે હતો. ઘણા હિંદુઓએ એના પ્રભાવથી ઈસ્લામ રવીકાર્યો હતો. રાજા કર્ણદેવને એ બાબતની ખબર પડી ત્યારે એ એને મળવા પિતાના રસાલા સાથે ગયો અને એના ઉપર પ્રસન્ન થઈ એક મદ્રેસા અને એક ખાનકાહ બાંધવાની એને પર વાનગી આપી હતી. એનું અવસાન ઈ. સ. ૧૪૧ માં થયું હતું અને પાટણમાં ખાનસરોવર દરવાજા નજીક એને દફનાવવામાં આવ્યો હતો દિહીન શેખ અહમદ દેહલવી ઉર્ફે બાબા દેહલિયા ઈ. સ. ૧૧૦૮ માં અણહિલવાડ પાટણમાં આવ્યું અને સિદ્ધરાજ જયસિંહને મળે ત્યારે રાજાએ એને સત્કાર કર્યો હતો. એનું અવસાન ઈ. સ. ૧૧૬૦ માં થયું ૮૮ ત્યારે એને સૈયદ હાજી દૂદની દરગાહની બાજુમાં દફનાવવામાં આવ્યો હતો. સૈયદ મોહમ્મદ બરહીન ઉફે શેખ જહાન પણ એ જ રાજાના શાસનકાલ દરમ્યાન પાટણમાં આવ્યો હતો. એના વિશે કહેવાય છે કે બ્રાહ્મણના જે વેશ ધારણ કરી એ રાજાની નોકરીમાં રહ્યો હતો અને ભોજન પકાવતો હતે. વીસ વરસ સુધી એ પ્રમાણે ચાલ્યું, પછી છુપાવેલી બાબત ખુલ્લી થઈ કે એ બ્રાહ્મણ નથી, પણ મુસલમાન છે. રાજાએ એને જીવતે આગમાં ફેંકવા હુકમ
SR No.032607
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 04 Solanki Kal
Original Sutra AuthorN/A
AuthorRasiklal C Parikh, Hariprasad G Shastri
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1976
Total Pages748
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy