SearchBrowseAboutContactDonate
Page Preview
Page 38
Loading...
Download File
Download File
Page Text
________________ ૧લું ] અણહિલપાટક પત્તન [ ૭ વનરાજે જાતિરુની નીચે ધવલગ્રહ કરાવ્યું. ધવલગ્રહ એટલે રાજધાનીનું પહેલું પગરણ. વળી વનરાજે પંચાસરા પાર્શ્વનાથનું મંદિર પાટણને સ્થાપનાસમયે બંધાવ્યું હતું ત્યારથી માંડી ઘણું ધાર્મિક સ્થાપત્ય અને રાજાઓ તથા ધનિકે આદિનાં ધવલગૃહ વગેરે પાટણમાં બંધાયાં હતાં. એમાંનાં કેટલાંયે વિશે સાહિત્યિક ઉલ્લેખ મળે છે. એ ઉપરથી અણહિલપુર ક્રમે ક્રમે વિકાસ પામ્યું એની માહિતી તારવી શકાય છે. ૧૮ વનરાજનાં કટેશ્વરી પ્રાસાદ, અણહિલેશ્વરનિકેતન અને ધવલગ્રહ; ગરાજનું યોગીશ્વરીનું મંદિર, ભૂયડને ભૂયડેશ્વરપ્રાસાદ; મૂલરાજનાં મૂલરાજવસહિકા, મુંજાલદેવપ્રસાદ અને ત્રિપુરુષપ્રાસાદ, ચામુંડનાં ચંદનાથનાં અને ચાચિણેશ્વરનાં મંદિર, દુર્લભરાજનાં મદનશંકરપ્રાસાદ, દુર્લભસરોવર, વ્યયકરણ-હસ્તિશાલા–ઘટિકાગ્રહ સહિત સાત માળનું ધવલગ્રહ અને વરપ્રાસાદ, ભીમદેવને ત્રિપુરુષપ્રાસાદ, ભીમેશ્વરનું અને ભીરુઆણીનું મંદિર, ભીમદેવની રાણી ઉદયમતિએ બંધાવેલી રાણીની વાવ; મંત્રી દામોદરે બંધાવેલ સુંદર કૂવો; કર્ણદેવને કર્ણમેરુપ્રાસાદ, સિદ્ધરાજનો કીર્તિસ્તંભ અને દુર્લભ સરોવરનો જીર્ણોદ્ધાર અને પુનવિધાન કરી બંધાવેલું સહસ્ત્રલિંગ સરોવર તથા સરોવરના તીરે બાંધેલાં મંદિર, સત્રાગારો અને વિદ્યામ; કુમારપાલને કુમારવિહાર, ત્રિભુવનવિહાર અને કુમારપાલેશ્વર જેવાં બીજાં અનેક મંદિરે–આદિના ઉલ્લેખ કેવળ નમૂનારૂપ છે. ઉદયમતિની વાવ અને દામોદરે બાંધેલા કૂવાની ખ્યાતિ ઉપરથી ગુજરાતીમાં એક જોડકણું થયું છે કે રાણકી વાવ ને દામોદર કુવો, જેણે ન જોયા તે જીવતે મૂવો..૧૮ અવશેષો પંચાસરા પાર્શ્વનાથના મંદિરનું જીર્ણોદ્ધત સ્વરૂપ તથા સહસ્ત્રલિંગ અને રાણીની વાવનાં ખંડેરોને બાદ કરતાં આ સ્થાપત્યોનો કે વિમલ, વસ્તુપાલતેજપાલ કે બીજા કેટલ્યધીશનાં ધવલગ્રહનો આજે ક્યાંય પત્તો નથી. સિદ્ધરાજના કીર્તિસ્તંભ ઉપરની રાજકવિ શ્રીપાલકૃત “સહસ્ત્રલિંગ સરોવર પ્રશસ્તિ'(જેમાંનાં ઉદ્ધરણ સાહિત્યિક સાધનોમાં છે)ને એક નાને ટુકડો પાટણમાં વીજળીકૂવાના મહાદેવની ભીંતમાં ચણાયેલે મળ્યો છે. મહામાત્ય વસ્તુપાલના પૂર્વજોનું નામ કેતિયું છે તેવા, સં. ૧૨૮૪ ના નિર્દેશવાળા, આરસના બે થાંભલા પાટણમાં કાલિકા માતાના મંદિરના બાંધકામમાં છે તથા વસ્તુપાલનાં સકૃત્યની પ્રશસ્તિરૂપે ઉદયપ્રભસૂરિએ રચેલ “સુશ્રુતકીર્તિ-કલોલિની” કાવ્યમાં એક શ્લોક કોતર્યો છે તેવી સંભી સ્થાનિક સંગ્રહાલયમાં છે. આ અવશેષ વસ્તુપાલ કે એમનાં કુટુંબીઓનાં નિવાસસ્થાનોના હોવા જોઈએ.
SR No.032607
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 04 Solanki Kal
Original Sutra AuthorN/A
AuthorRasiklal C Parikh, Hariprasad G Shastri
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1976
Total Pages748
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy