SearchBrowseAboutContactDonate
Page Preview
Page 37
Loading...
Download File
Download File
Page Text
________________ સાલકી કાલ [ પ્ર. નામ નંધપાત્ર એ રીતે છે કે બીજાં નામ ગુજરાતની અનુશ્રુતિમાં અમર બનેલ વનરાજ-મિત્ર અણહિલ ભરવાડના નામ સાથે સંબંધ ધરાવે છે ( જ્યાં “પત્તન” કે “પાટણ” કહેવત છે ત્યાં પણ એ મૂળ આખા નામને સંક્ષેપ છે), જ્યારે અવ૬૩ નામ ચાવડા કાલના અંત પહેલાં જ વિકસેલા એ નગરની વિશાળતા અને મહત્તાનું દ્યોતક છે.૧૨ પછીના સાહિત્યમાં પાટણ “નરસમુદ્ર” તરીકે અનેક વાર વર્ણવાયું છે એ પણ આ દષ્ટિએ સૂચક છે. વર્ણન આચાર્ય હેમચંદ્ર સંસ્કૃત “યાશ્રય” કાવ્યમાં પાટણનું વર્ણન કરતાં કહ્યું છે : अस्ति स्वस्तिकवद् भूमेधर्मागारं नयास्पदम् । पुरं श्रिया सदाश्लिष्टं नाम्नाणहिलपाटकम् ॥१३ ' (ભૂમિના સ્વસ્તિક જેવું, ધર્માગાર, નયના નિવાસરૂપ, શ્રી વડે સદા આશ્લિષ્ટ એવું અણહિલપાટક નામે નગર છે.) અહીં પાટણને ભૂમિના સ્વસ્તિકની ઉપમા અપાઈ છે એ કેવળ કાવ્યમય અયુક્તિ ન પણ હોય. શિ૯૫ના ગ્રંથોમાં અષ્ટકોણાકૃતિ નગરને “સ્વસ્તિક” કહે છે.૧૪ “માનસાર ”માં સ્વસ્તિક આકારનું ગ્રામ ભૂપોને યોગ્ય માન્યું છે, ૫ એટલે હેમચંદ્ર પ્રયોજેલી ઉપમા વાસ્તુસ્થિતિદર્શક હોય અને પાટણને સંનિવેશ સ્વસ્તિક આકારને હેય. સોલંકીકાલમાં રચાયેલા ગ્રંથમાં “દયાશ્રય” ઉપરાંત હેમચંદ્રના “કુમારપાલચરિત” અથવા પ્રાકૃત “યાશ્રય”માં, સોમપ્રભસૂરિના પ્રાકૃત “કુમારપાલપ્રતિબોધ'માં, મહામાત્ય વસ્તુપાલના મિત્ર અને ગુર્જરેશ્વરના વંશપરંપરાગત પુરોહિત સોમેશ્વરના “કીર્તિકૌમુદી” મહાકાવ્યમાં, બાલચંદ્રસૂરિના “વસંતવિલાસ” મહાકાવ્યમાં, અરિસિંહના “સુકૃતસંકીર્તન માં તથા મંત્રી યશપાલના મે હરાજપરાજય' નાટકમાં પાટણનાં સુંદર વર્ણન છે. ૧૬ હેમચંદ્રશિષ્ય રામચંદ્રના “કુમારવિહારશતકમાં રાજા કુમારપાલે બંધાવેલા ભવ્ય જૈન મંદિર કુમારવિહારનું અલંકૃત વર્ણન છે૧૭ અને એ ઉપરથી પાટણનું ધાર્મિક-સામાજિક જીવન, ત્યાંનાં મંદિરોનાં સ્થાપત્ય અને શિલ્પ તથા નાગરિકની સમૃદ્ધિ અને વિદગ્ધતાનો ખ્યાલ આવે છે. પાટણનાં ટૂંકાં વર્ણન કે પ્રાસંગિક ઉલ્લેખ બહુસંખ્ય સમકાલીન ગ્રંથોમાં છે. કાવ્યસહજ અયુક્તિઓ અને અલંકારો હેવા છતાં આ વર્ણનોમાં અભ્યાસીની ઈતિહાસલક્ષી કલ્પનાને ઉત્તેજે તેવી વાસ્તવદશિતા અવશ્ય રહેલી છે.
SR No.032607
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 04 Solanki Kal
Original Sutra AuthorN/A
AuthorRasiklal C Parikh, Hariprasad G Shastri
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1976
Total Pages748
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy