SearchBrowseAboutContactDonate
Page Preview
Page 39
Loading...
Download File
Download File
Page Text
________________ સાલકી કાલ [ 3i. C > પ્રાચીન પાટણના અવશેષમાં આજે રાજગઢીના કોટના થોડાક ભાગ, જે કાલિકા માતાના, તુલનાએ અર્વાચીન, મંદિરની અડઅડ હોવાથી સચવાયેલે છે, • રાણીના મહેલ' નામથી ઓળખાતા ટેકરા તથા કવિ નરસિંહરાવના શબ્દોમાં કહીએ તેા રાણીવાવ તણાં આ હાડ સિવાય કંઈ ખાસ બાકી રહ્યું નથી. સહસ્રલિંગ સરાવરના એક પણ પથ્થર એ જગાએ ખાદકામ થયું તે પૂર્વે દેખાતા નહોતા. સરસ્વતી નદીના પટમાં આવેલ શેખ ફરીદની દરગાહ તથા નદીને ઉત્તર કિનારે આવેલી ખાવા હાજીની દરગાહ કોઈ જૂના હિંદુ કે જૈન મંદિરનાં સ્વરૂપાંતર હાય એમ જણાય છે. હાલના પાટણની પશ્ચિમે કનસડા દરવાજા બહાર આવેલ પીર્ મુખ્તમશાહની દરગાહ એ મૂળ હેમચદ્રાચાય ના ઉપાશ્રય હતા એવી સબળ સ્થાનિક અનુશ્રુતિ છે. ઘેડાક અપવાદ બાદ કરતાં સોલંકી કાલનાં વિપુલ સ્થાપત્યેાનાં કાઈ નિશાન આજે સપાટી ઉપર નથી એ આશ્ચર્યજનક છે. ૮ ] પણ સદીઓ સુધી પથ્થરની ખાણુ તરીકે પાટણના ઉપયાગ થયા હાય ત્યાં શું બાકી રહે ? • મિરાતે અહમદી 'નેા કર્યાં ઈ. સ.ના અઢારમા શતક્તી અધવચમાં લખે છે કે અમદાવાદ અને બીજા સ્થળેાએ બધા પથ્થર પાટણથી લાવવામાં આવ્યેા હતેા. નવા પાટણના કોટ, કાલિકા માતાનું વિશાળ મંદિર અને ઈ. સ.ના અઢારમા સૈકાના અંતમાં બારોટની વાવ જૂના પાટણના પથ્થરાથી બધાયેલ છે. કેટમાં પણ કોતરણીવાળી શિલા અને કલામય મૂર્તિ એ અવળીસવળી ચણાયેલી છે એ એક ગ્લાનિકારક દૃશ્ય છે.૨૦ પાટણમાં બહારના પથ્થર સાઠેક વર્ષથી જ આવવેા શરૂ થયા એટલે એ પહેલાંનાં એનાં મકાનેામાં પણ મેાટે ભાગે જૂના પથ્થર વપરાયા છે. એક સમય એવા હતા કે પાટણના પુરાતન અવશેષા અને ખડેરામાંથી પથ્થર કાઢી જવા માટે ગાયક્વાડી રાજ્ય તરફથી દર વર્ષે ઇજારા આપવામાં આવતા અને ઇજારાપદ્ધતિ બંધ થયા પછી પણ પથ્થરો કાઢી જવાનું તે ચાલુ જ રહ્યું હતું. • મિરાતે અહમદી'ના કર્તાએ પાટણની આજુબાજુ માઈલા સુધી પથ્થરાના ઢગલા જોયેલા તેમાંનુ આજે કંઈ નથી; જોકે માઈલા સુધી ખેતરેામાં જૂનાં મકાનેાના પાયાએશનાં રાડાં નજરે પડે છે. ઈ. સ. ૧૮૨૨ આસપાસ કનલ ટોડે ભવ્ય તારણુ અને નક્શીકામવાળા દરવાજા જોયા હતા, જેની નાંધ એમણે Travels in Western India માં કરી છે, તે કેટલાંયે વર્ષોથી અદૃશ્ય થયા છે, એટલું જ નહિં, આ અવશેષ ચોક્કસ કયે સ્થાને હતા એનીયે કોઈને માહિતી નથી. રાણીની વાવમાં કૂવાને સામે છેડે પથ્થરના સ્તંભ હાવાનું બર્જેસે લખ્યું છે, તે પણ હાલ નથી; જોકે હમણાંનાં ઉત્ખનનેાથી રાણીની વાવનું કેટલુંક દટાયેલું શિલ્પસૌંદય પ્રત્યક્ષ
SR No.032607
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 04 Solanki Kal
Original Sutra AuthorN/A
AuthorRasiklal C Parikh, Hariprasad G Shastri
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1976
Total Pages748
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy