SearchBrowseAboutContactDonate
Page Preview
Page 36
Loading...
Download File
Download File
Page Text
________________ ૧લું ] અણહિલપાટક પત્તન છે. પ્રભાસપાટણથી તથા ભારતવર્ષમાં જુદે જુદે સ્થળે આવેલાં “પાટણ નામનાં નગરોથી અલગ દર્શાવવા માટે એને ઘણી વાર “સિદ્ધપુર પાટણ” પણ કહેવામાં આવે છે. સામાન્યતઃ મુસ્લિમ ઇતિહાસકારે એને “નહારવાલા” કહે છે, જે “અણહિલવાડાનું મુસ્લિમ ઉચ્ચારણ છે. આધુનિક પાટણ શહેરથી આશરે બે માઈલ પશ્ચિમે, જૂના શહેરની જગા ઉપર, હાલ “અનાવાડા” નામે એક નાનું ગામ છે, જે પ્રાચીન સ્થળનામનું અત્યાર સુધીનું સાતત્ય બતાવે છે. ઉપર્યુક્ત નામ ઉપરાંત પાટણનું બીજું એક પર્યાય-નામ મળે છે, અને એ ગવરૂ૩. એની વ્યુત્પત્તિ સંરકૃત ગતિચંદ્ર ઉપરથી સાધી શકાય, અને એનો શબ્દાર્થ “અતિશય વૃદ્ધિ પામેલું-વિશાળ” એવો થાય. પ્રાચીન સંસ્કૃત સાહિત્યમાં ઉજ્જયિનીનું એક નામ “વિશાલા” છે, એના જેવું જ આ નામ ગણાય. દૂર કર્ણાટકમાં રચાયેલા, સ્વયંભૂ કવિના, અપભ્રંશ મહાકાવ્ય “પઉમચરિઉ (ઈ. સ. ૮૪૦ થી ૯૨૦ ની વચ્ચે)માં એ નામ મળે છે– रामउरउ गुलु सरु पइठाणउ अइवड्डउ भुजंगु वहु-जाणउ । (રામપુરને ગોળ, પ્રતિષ્ઠાનનું બાણ અને અઈવહુને બહુ જાણીતા વિલાસી) પઉમચરિઉ'ના સંસ્કૃત ટિપ્પણકારે અફવા બીનઝિપત્તનચ ના (આ અણહિલપત્તનનું નામ છે) એવી સ્પષ્ટ સમજૂતી એ નામની આપી છે. આ ઉલ્લેખ ઉપરથી જે તારણો બાંધી શકાય તે ઘણું રસપ્રદ છે. ચાવડાએના રાજ્યનો અંત આવ્યો અને ઈ. સ. ૯૪૨ માં ચૌલુક્ય વંશને પહેલે રાજા મૂલરાજ પાટણની ગાદીએ આવ્યું ત્યાર પછી જ એક મહાનગર તરીકે પાટણનો વિકાસ થયો એવી એક માન્યતા ઇતિહાસકારોમાં પ્રચલિત છે, પણ પઉમચરિલ'માં એક સુવિખ્યાત નગર અફવક તરીકે પાટણનો ઉલ્લેખ હોય એ બતાવે છે કે ગુજરાતમાં ચૌલુક્ય વંશની સ્થાપના થઈ એ પૂર્વે જ એ નામ પ્રચલિત થયું હતું અને દૂર કર્ણાટક સુધી (સંભવતઃ ભારતવર્ષના બીજા ભાગોમાં પણ) જાણીતું થયું હતું. વળી એ એમ પણ દર્શાવે છે કે વનરાજથી શરૂ થયેલું ચાવડાઓનું રાજ્ય આરંભમાં નાની ઠકરાત જેવું હશે, પણ નિદાન ઉત્તરકાલીન ચાવડાઓના રાજ્ય પહેલાં એની રાજધાની “અતિવિશાળ' (અવqs) નગરરૂપે વિક્સી હતી; અર્થાત મૂલરાજને ચાવડાઓ પાસેથી જ એક આબાદ નગર મળ્યું હતું, જેની જાહોજલાલી ચૌલુક્યકાલમાં કુમારપાલના સમય સુધી ઉત્તરોત્તર વધતી ગઈ. વળી અણહિલવાડ પાટણનાં બધાં પર્યાયામોમાં પ્રસ્તુત
SR No.032607
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 04 Solanki Kal
Original Sutra AuthorN/A
AuthorRasiklal C Parikh, Hariprasad G Shastri
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1976
Total Pages748
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy