SearchBrowseAboutContactDonate
Page Preview
Page 320
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨ મું ] ભાષા અને સાહિત્ય [ ૨૮૯ બતાવ્યાં હતાં. તેઓ ખૂબ સ્વતંત્ર માનસ ધરાવતા હતા. એમણે અનેક ગ્રંથો રચી પિતાની દિશાસ્ત્ર, પ્રમાણુશાસ્ત્ર તેમજ સાહિત્યશાસ્ત્ર સંબંધી પ્રતિભા બતાવી છે. ગુજરાતના નાટયલેખકોએ રચેલાં ૨૨ નાટકે પૈકી અડધાં જેટલાં આ. રામચંદ્રસૂરિએ રચ્યાં છે. બધા ગ્રંથમાં “નાટયદર્પણ” નામક કૃતિમાં એમની બહુશ્રુતતાનાં દર્શન થાય છે. એમાં એમણે ૪૪ નાટકનાં અવતરણ આપ્યાં છે. આ ઉપરાંત એમાં એમણે “રસ'નું લક્ષણ અને અભિનેતાની નાટયવિભાવના વિશે નવીન મૌલિક મત દર્શાવ્યો છે. એમની ખ્યાતિ “પ્રબંધશત ના કર્તા તરીકે જાણીતી છે, પણ આજે એમના ગ્રંથ તેની સંખ્યામાં ઉપલબ્ધ નથી. એમણે રચેલી કૃતિઓ આટલી જાણવા મળે છે: ૧. નલવિલાસ નાટક,૪° ૨. કૌમુદીમિત્રાણુંદ પ્રકરણ, ૩. મલ્લિકામકરંદ પ્રકરણ, ૪. સત્યહરિ ચંદ્ર નાટક, ૫. રાઘવાક્યુદય નાટક, ૬. યાદવાલ્યુદય નાટક, ૭. રઘુવિલાસ નાટક, ૮. રોહિણમૃગાંક પ્રકરણ, ૯. વનમાલા નાટિકા, ૧૦. નિર્ભયભીમ વ્યાયોગ, ૧૧. યદુવિલાસ નાટક, ૧૨. સુધાકલશ, ૧૩. દ્રવ્યાલંકાર પત્તવૃત્તિ સહ(ગુણચંદ્રસૂરિ સાથે), ૧૪. નાટ્યદર્પણ પજ્ઞવૃત્તિ સહ (ગુણચંદ્રસૂરિ સાથે), ૧૫. હેમબૃહન્યાસ. ઉપરાંત કેટલાંક સ્તોત્ર અને સો ગ્લૅક કુમારવિહારશતક નામે એક ખંડકાવ્ય મોટા છંદમાં રચ્યું છે. આમાં કુમારપાલ રાજાએ બંધાવેલા પાર્શ્વનાથ-જિનાલયનું કાવ્યમય શેભાભર્યું ચિત્રાત્મક વર્ણન કર્યું છે.૪૧ એમાંથી તત્કાલીન શિલ્પસ્થાપત્યની કેટલીયે હકીકત જાણવા મળે છે. તેઓ પોતાની કવિતા વિશે આત્મવિશ્વાસ પ્રગટ કરતાં કહે છે? प्रबन्धा इक्षुवत् प्रायो होयमानरसाः क्रमात् । कृतिस्तु रामचन्द्रस्य सर्वा स्वादु पुरः पुरः ॥ કકસૂચિ: ઉપકેશગચ્છીય આ. દેવગુપ્તસૂરિના શિષ્ય આ. કક્કરિએ આ. હેમચંદ્રસૂરિ અને રાજા સિદ્ધરાજની પ્રેરણાથી ક્રિયાહીન ચિત્યવાસીઓને વિ. સં. ૧૧૫૨ (ઈ. સ. ૧૦૯૬)માં હરાવી ગચ્છ બહાર કર્યા હતા. એમણે “મીમાંસા', “જિનચૈત્યવંદનવિધિ” અને “પંચપ્રમાણિકા” નામક ગ્રંથની રચના કરી છે. - ભદ્રેશ્વરસૂરિઃ આ. ભદ્રેશ્વરસૂરિએ પ્રાકૃતમાં “કહાવલી' નામે ગદ્યાત્મક ગ્રંથ ૨૪૦૦૦ કપ્રમાણ ર છે. આમાં ૬૩ શલાકા પુરુષ, કાલકાચાર્ય, સિદ્ધસેન દિવાકર, જિનભદ્રગણિ ક્ષમાશ્રમણ વગેરેનાં ચરિત આલેખ્યાં છે. છેલ્લે પ્રબંધ આ. હરિભદ્રસૂરિન છે, જે અપૂર્ણ છે, એટલે આ ગ્રંથ ઈ. સ.ના ૧૦– ૧૧ સૈકાની રચના હેવાનું વિદ્વાનોનું મંતવ્ય છે. આ ગ્રંથ ઈતિહાસની દૃષ્ટિએ સ. ૧૯
SR No.032607
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 04 Solanki Kal
Original Sutra AuthorN/A
AuthorRasiklal C Parikh, Hariprasad G Shastri
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1976
Total Pages748
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy