SearchBrowseAboutContactDonate
Page Preview
Page 321
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૯૦ ] સેલંકી કાલ [ પ્ર. અત્યંત ઉપયોગી છે. નેમિચંદ્રગણિ અથવા જસ (૧૧ મો સેકે) : આ. વીરભદ્ર કે વીરભદ્રના શિષ્ય નેમિચંદ્રગણિ અથવા એમના જસ નામના કઈ શિષ્ય “તરંગલેલા' નામની કૃતિ પ્રાકૃતમાં ૪૫૦ ગાથાઓમાં રચી છે. આ. પાદલિપ્તસૂરિએ પ્રાકૃતમાં રચેલી “તરંગવાઈ કથાનો આમાં સાર આપવામાં આવે છે. કર્તાના જણાવ્યા મુજબ મૂળ “તરંગવાઈ' જે કુલકે, ગુપિતયુગલક, કુલક અને દેશ્ય શબ્દોથી ભરપૂર હતી તે બધું કાઢી નાખીને માત્ર કથાનો સંક્ષેપ આ કૃતિમાં કર્યો છે. બિહણ કવિઃ કાશ્મીરી કવિ બિલ્પણ રાજા કર્ણદેવ(ઈ. સ. ૧૦૬૪૧૦૯૪)ના સમયમાં ગુજરાતની રાજધાની પાટણમાં આવ્યું હતું. એણે કર્ણદેવ રાજાની એક પ્રણયથાને અનુલક્ષી “કર્ણસુંદરી'નાટિકા રચી છે, જે મંત્રી સંપન્કર અપર નામ સાંદ્ર મહેતાએ બંધાવેલા શાંતિનાથ જિનમંદિરના યાત્રત્સવ પ્રસંગે ભજવવામાં આવી હતી.૪ર આ નાટિકામાં મંત્રી સાંતૂ, રાજા કર્ણદેવ અને એની પટરાણી મયણલ્લાદેવીએ ગઝની ઉપર કરેલી ચડાઈ વિશે કેટલીક સૂચક એતિહાસિક વિગત મળી આવે છે. વસ્તુતઃ ગઝની ઉપર ચડાઈ નહીં, પરંતુ ગઝનીના કેઈ સુલતાનના લશ્કર સાથે યુદ્ધ થયું હશે. કવિ છેડે સમય ગુજરાતમાં રહીને સોમનાથની યાત્રાએ ગયો હતો. ત્યાંથી દક્ષિણમાં કલ્યાણના ચાલુક્ય રાજા વિક્રમાંકદેવની રાજસભાનો મુખ્ય વિદ્વાન બની રાજવીના ગુણત્કીર્તન માટે એણે ૧૮ સગેવાળું “વિક્રમાંકદેવચરિત” મહાકાવ્ય રચ્યું. આ સિવાય બિહણના નામ ઉપર “ચૌરપંચાશિકા” અને “પાર્શ્વનાથસ્તોત્ર' રચ્યાં મળે છે, પરંતુ એ આ જ બિહણ છે એ કહેવું મુશ્કેલ છે. મુનિચંદ્રસૂરિ (ઈ. સ. ૧૦૪૦ પૂર્વે) : સિદ્ધાંતિક તરીકે ખ્યાતિ પામેલા આ. મુનિચંદ્રસૂરિ આ. યશોભદ્રસૂરિ અને નેમિચંદ્રસૂરિના પટ્ટધર હતા અને આ. વાદીદેવસૂરિના ગુરુ હતા. તેઓ સંસ્કૃત-પ્રાકૃત ભાષાના રહસ્યવેદી હતા. આ. શાંતિસૂરિ પાટણમાં પોતાના ૩૨ શિષ્યોને પ્રમાણુશાસ્ત્રનો અભ્યાસ કરાવતા હતા ત્યારે મુનિચંદ્રસૂરિ નાડોલથી વિહાર કરી પાટણ આવ્યા હતા. તેઓ પાટણમાં ચિત્યપરિપાટી કરતાં કરતાં આ. શાંતિસૂરિ માં શિષ્યોને પાઠ ભણાવી રહ્યા હતા ત્યાં આવ્યા ને ઊભા રહીને પાઠ સાંભળવા લાગ્યા. પછી તેઓ લગાતાર પંદર દિવસ સુધી આ પ્રકારે પાઠ સાંભળતા રહ્યા. સોળમા દિવસે
SR No.032607
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 04 Solanki Kal
Original Sutra AuthorN/A
AuthorRasiklal C Parikh, Hariprasad G Shastri
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1976
Total Pages748
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy