SearchBrowseAboutContactDonate
Page Preview
Page 319
Loading...
Download File
Download File
Page Text
________________ સાલી કાલ. [ 310 ૨૮૯ ] કલિકાલસવ 1 આ. હેમચંદ્રસૂરિના સમય સુવર્ણ યુગના નામથી પ્રસિદ્ધ છે. આ સુવ યુગમાં ગુજરાતે સર્વાં ગીણ વિકાસ સાધ્યા હતા. સિદ્ધરાજ અને કુમારપાલના આ શાસનકાલમાં ગુજરાતના સામ્રાજ્યના વિસ્તારની સાથેાસાથ કલા, વિદ્યા, વાણિજ્ય આદિ બધાં ક્ષેત્રમાં પ્રગતિની ચરમ સીમા સધાઈ હતી. . * વિદ્યા-સાહિત્યના ક્ષેત્રમાં જોઈએ તે આ. હેમચંદ્રસૂરિએ ગુજરાતના નહિ,. પણ સમગ્ર ભારતના સાહિત્યાચાર્ય સ્વરૂપે અદ્વિતીય સ્થાન પ્રાપ્ત કરેલું છે. માળવા અને ગુજરાતમાં રાજકીય સ્પર્ધા ચાલતી હતી તેમાંથી સાંસ્કારિક સ્પર્ધા પણ જન્મ પામી. પરિણામે સંસ્કારપ્રિય રાજા સિદ્ધરાજની વિનંતીથી આ. હેમચ ંદ્રસૂરિએ · સિદ્ધહેમચંદ્રશબ્દાનુશાસન' નામક વ્યાકરગ્રંથ, એની લઘુવૃત્તિ અને બૃહદ્ઘત્તિ સાથે રચ્યા. આ. હેમચંદ્રસૂરિની સ`તામુખી પ્રતિભાએ કેવળ વ્યાકરણના સર્જીનથી પરિતેષ ન માન્યા; એમણે અભિધાનચિંતામણિ ', ‘અનેકાય સંગ્રહ,’ ‘નિધ ટુકાશ’ અને ‘દેશીનામમાલા’ જેવા શબ્દકોશ, ધાતુપારાયણુ, લિંગાનુશાસન, પ્રાકૃત વ્યાકરણ અને એના એક ભાગરૂપે અપભ્રંશ વ્યાકરણની સર્વપ્રથમ રચના કરી, ‘ કાવ્યાનુશાસન ’ જેવા અલંકાર-ત્રય, છંદાનુશાસન” જેવું છંદઃશાસ્ત્ર, ′ પ્રમાણમીમાંસા' ‘અન્યયોગદ્વાત્રિશિકા' અને વેદાંકુશ' જેવા દ'નગ્ર ંથા, સંસ્કૃત-પ્રાકૃત દ્વાશ્રય જેવાં ઋતિહાસકાવ્યા, ‘ત્રિષષ્ટિશલાકાપુરુષ' અને ‘પરિશિષ્ટપ’જેવાં પુરાણકાવ્યા, યોગશાસ્ત્ર' જેવા યોગવિષયક ગ્રંથ, ‘અહુન્નીતિ' જેવા નીતિવિષયના ગ્રંથ અને સ્તુતિ-કાવ્યો રચી પોતાની વિદ્યાવિષયક વૈવિધ્યપૂર્ણ પ્રતિભાના પરિચય કરાવ્યા છે.૩૯ આથી પિટસન જેવા વિદ્વાને આ સાહિત્યરચનાથી આશ્રમ મુગ્ધ બની આચાર્ય હેમચંદ્રને જ્ઞાનમહાદધિ'ના બિરુદથી અલંકૃત કર્યાં છે. : આ. હેમચ ́દ્રસૂરિના જન્મ વિ. સ. ૧૧૪૫(ઈ. સ. ૧૦૮૯)માં ધધુકામાં થયા હતા. વિ. સં. ૧૧૫૦(ઈ. સ. ૧૦૯૪)માં એમને આ. દેવચંદ્રસૂરિએ ખભાતમાં દીક્ષા આપી ‘સામચંદ્ર’ મુનિનામ આપ્યું'. યાગ્યતા પ્રાપ્ત થતાં એમને સં. ૧૧૬૬ (ઈ. સ. ૧૧૧૦)માં રિ-પદવી આપવામાં આવી અને એમણે હેમચંદ્રસૂરિના નામથી ખ્યાતિ મેળવી. તેઓ સં. ૧૨૨૯(ઈ. સ. ૧૧૭૩)માં સ્વર્ગીસ્થ થયા. એમણે ૮૪ વર્ષના ગાળામાં વિદ્યા, કલા અને ધ–સંસ્કૃતિનાં અપૂર્વ કા કર્યાં હતાં. આ. રામચદ્રસૂરિ : આ. હેમચંદ્રસૂરિના શિષ્ય આ. રામચંદ્રસૂરિ શીઘ્રકવિ હતા. સિદ્ધરાજ જયસિંહે એમનુ શીઘ્રકવિત્વ જોઈ ને એમને · કવિકટારમલ ’ની પદવીથી નવાજ્યા હતા. મહાકવિ શ્રીપાલે રચેલી સહસ્રલિંગ સરાવરની પ્રશસ્તિ અનેક વિદ્વાનેએ સમાન્ય કરી ત્યારે આ. રામચંદ્રસૂરિએ એમાંથી એ દૂષણુ
SR No.032607
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 04 Solanki Kal
Original Sutra AuthorN/A
AuthorRasiklal C Parikh, Hariprasad G Shastri
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1976
Total Pages748
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy