SearchBrowseAboutContactDonate
Page Preview
Page 318
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨ મું ] ભાષા અને સાહિત્ય [ ૨૮૭ એમ લાગે છે કે આ સમયમાં ઘોળકામાં પરચક્ર આવ્યું હશે. પાછલા વર્ષમાં કુમારપાલ ગુજરાતના અધિપતિ થયો હતો એટલે કુમારપાલ ગાદીએ આવતાં રાજ્યમાં થોડી અવ્યવસ્થા થતાં કોઈ ધાડપાડુઓએ ધોળકામાં લૂંટફાટ કરી હોય અથવા ધરતી કંપ થયો હોય, એને નિર્દેશ લાગે છે. ચંદ્રપ્રભસૂરિ પર્ણમિકગચ્છના સંસ્થાપક ચંદપ્રભસૂરિએ “પ્રમેયરનકોશ' નામનો સંક્ષિપ્ત દાર્શનિક ગ્રંથ વિ. સં. ૧૧૪૯(ઈ.સ. ૧૯૩)માં રચ્યો છે. આમાં કેટલાક વાદ સંક્ષિપ્ત અને સરળ રૂપે ગ્રથિત કરેલા છે. ૫ ધમધષસૂરિ પર્ણમિકગચ્છના સંસ્થાપક આ. ચંદપ્રભસૂરિના શિષ્ય ધર્મષસૂરિએ સં. ૧૧૪ (ઈ. સ. ૧૦૯૩)માં “શબ્દસિદ્ધિ” નામક વ્યાકરણ ગ્રંથની રચના કરી છે, જે હજી સુધી મર્યો નથી. રાજા સિદ્ધરાજ જયસિંહ આ આચાર્યની વિદ્વત્તાને પ્રશંસક હતો. શ્રીપાલ કવિઃ ગુર્જરનરેશ સિદ્ધરાજ જયસિંહની વિકસભાના પ્રમુખ કવિ પરમહંત શ્રીપાલે ઘણું કૃતિઓ રચી છે. “દુર્લભસરોરાજ-પ્રશસ્તિ, “સહસ્ત્રલિંગસર-પ્રશસ્તિ,” “રુદ્રમહાલય-પ્રશસ્તિ, “વૈરચનપરાજય' કાવ્ય, વડનગર પ્રાકાર-પ્રશસ્તિ” અને “ચતુર્વિશતિજિનસ્તુતિ” તેમજ કેટલાંક સુકિતસુભાષિત રચેલાં છે. એ પૈકી આજે “વડનગર પ્રાકાર-પ્રશસ્તિ, “ચતુર્વિશતિજિનસ્તુતિ” અને કેટલાંક સુભાષિત મળી આવ્યાં છે. મળી આવેલી એમની કૃતિઓ કવિત્વકૌશલથી ભરપૂર છે, એમની કાવ્યપ્રતિભાની પૂરતી પરિચાયક છે. મહારાજા સિદ્ધરાજ શ્રીપાલને “કવીંદ્રા” અને “ ભ્રાતા” કહીને માનભેર સંબોધતો હતો.૩૪ વડભાષાચક્રવર્તી તરીકે ખ્યાતિ પામેલા કવિ શ્રીપાલે એક જ દિવસમાં મહાપ્રબંધ ર હતો.૩૭ સંભવતઃ એ પ્રબંધ “વરેચનપરાજય' હોય. એ કાવ્ય આપણને પ્રાપ્ત થયું નથી. વાદિદેવસૂરિ અને કુમુદચંદ્રાચાર્ય વચ્ચે વિ. સં. ૧૧૮૧(ઈ. સ. ૧૧૨૫)માં થયેલા વાદ–પ્રસંગે શ્રીપાલ કવિ પ્રમુખ હતો. શ્રીપાલ વાદિદેવસૂરિની પાંડિત્યપ્રતિભાને ઉપાસક હતો. એણે અજિતદેવસૂરિના શિષ્ય હેમચંદ્રસૂરિએ ચેલા “નાભય-નેમિ-કાવ્ય” અથવા “હિંસંધાન કાવ્ય”નું સંશોધન કર્યું હતું. કવિ શ્રીપાલને પુત્ર સિદ્ધપાલ પણ મહાવિદ્વાન હતા, પણ એની કોઈ રચના મળતી નથી. કવિ સિદ્ધપાલને પુત્ર વિજયપાલ સારે વિદ્વાન હતો એ એણે રચેલા “દ્રૌપદીસ્વયંવર ' નાટક પરથી જણાઈ આવે છે. આ, હેમચંદ્રસૂરિ (ઈ. સ. ૧૦૮૯ થી ૧૧૭૩): ગુજરાતના ઈતિહાસમાં
SR No.032607
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 04 Solanki Kal
Original Sutra AuthorN/A
AuthorRasiklal C Parikh, Hariprasad G Shastri
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1976
Total Pages748
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy