SearchBrowseAboutContactDonate
Page Preview
Page 291
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૦ ] સોલંકી કાલ [ 5. અલ સફફીના હુકમથી ગુજરાતનાં થાણ અને ભરૂચ બંદર પર દરિયાઈ હુમલા થયેલા. ઈસ. ની આઠમી સદીથી અરબ અવારનવાર દરિયાઈ માર્ગે ગુજરાતના દરિયાકાંઠે આવીને ગુજરાતી વેપારીઓનાં વહાણ લુંટી જતા. ઈ. સ. ૭૧૭ તથા. ૭૨૪ માં સિંધના એક અરબ સરદારે ભરૂચ લૂંટયું. રાષ્ટ્રકૂટ વંશના રાજાઓના સમયમાં પણ અરબોએ ભરૂચને ત્રણ વાર લૂટેલું. અણહિલવાડના ચાવડા અને સેલંકી વંશના રાજાઓના સમયમાં નૌકાસૈન્યનું મુખ્ય મથક ઘેઘા અને વેપારનું મુખ્ય મથક ખંભાત બન્યું. એ વેળા ભૃગુપુર (ભરૂચ, સુર્યપુર (સુરત) દ્વારકા, દેવપત્તન, દીવ, મહુવા અને ગોપનાથનાં બંદરેથી વ્યવહાર ચાલતો. અગિયારમી સદીની શરૂઆતમાં ભરૂચ લાટદેશની રાજધાની હતું. બારમી સદીની. મધ્યમાં (ઈ.સ. ૧૧૫૩) એ ચીન અને સિંધથી આવતાં વહાણોનું મથક હતું. એ વેળાનાં મોટાં વિદ્યાધામ ગણાતાં પાટણ, ખંભાત અને ભરૂચમાં વસ્તુપાલે મોટા ખર્ચે ત્રણ જ્ઞાનભંડાર અથવા પુસ્તકાલય સ્થાપ્યાં હતાં. અણહિલવાડના રાજાઓના પતન પછી ભરૂચ પર એક યા બીજી સત્તા આવતી રહી. એ બે વર્ષ ભરૂચ હુમાયુના સૂબાઓના હાથમાં રહ્યું. એ બે વર્ષ (ઈ. સ. ૧૫૪૪-૩૬)નો અપવાદ બાદ કરતાં એ લગભગ બસો વર્ષ લગી (૧૩૯૧ થી ૧૫૭૨) અમદાવાદના મુસ્લિમ રાજાઓના અમલ નીચે રહ્યું. ઈ.સ. ૧૫૩૮ માં ગુજરાતમાં સુલતાન મહમૂદ ૩ જે ગાદીએ બેઠો ત્યારે અમીર ઉમરાએ બંડ જગાવીને સત્તા હાથમાં લીધી હતી. અહમદશાહ ૩ જાના સમયમાં ભરૂચના જાગીરદાર અને ના સૂબા ચંગીઝખાનના હાથમાં ગુજરાતનાં વડાદરા, ચાંપાનેર, સુરત અને ભરૂચ આવ્યાં. એ જાગીરદાર હેવા ઉપરાંત બહાદર લડ પણ હતો. એની સત્તા ઈ. સ. ૧૫૬ થી ૧૫૬૭ દરમ્યાન એક સુલતાનના જેવી થઈ પડી હતી, અને એના નામના સિક્કા વડે. દરા, ભરૂચ, સુરત વગેરે જગાએ ચાલતા હતા. એ “ચંગીઝી' “મહેમૂદી” અથવા “છાપરી' સિક્કાના નામથી ઓળખાતા હતા. ઈ. સ. ૧૫૭૩ માં ભરૂચ અકબરની સત્તા નીચે આવ્યું. અબુલફઝલે આઈને અકબરીમાં ભરૂચને એક મોટા બંદર તરીકે ઓળખાવ્યું છે. અકબરે પિતાના સરદાર કુબુદ્દીનને ભરૂચમાં જાગીર આપી. દસ વર્ષ બાદ મુઝફફરશાહે ભરૂચ જીતી લીધું, પરંતુ ઘેડ જ ગમય બાદ એ દિલ્હીની સત્તા નીચે આવી ગયું. ઈ. સ.ના ૧૫ મા-૧૬ માં સૈકામાં પોર્ટુગીઝો દ્વારા ગુજરાતના કિનારા પર લૂંટફટના દરિયાઈ હુમલા થવા લાગ્યા. પિોર્ટુગીઝ અને અંગ્રેજો પિતાની વેપારી કઠીઓ કાયમ કરવાની ખટપટમાં પડ્યા. આ ગાળા દરમ્યાન પોર્ટુગીઝે
SR No.032607
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 04 Solanki Kal
Original Sutra AuthorN/A
AuthorRasiklal C Parikh, Hariprasad G Shastri
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1976
Total Pages748
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy