SearchBrowseAboutContactDonate
Page Preview
Page 292
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧ સુ' ] પરિશિષ્ટ [૨૧ એ ભરૂચને ત્રણ ત્રણ વાર લૂંટયું, પ્રથમ ઈ. સ. ૧૫૩૬ માં, બીજી વાર ઈ. સ. ૧૫૪૭માં તે ત્રીજી વાર ઈ. સ. ૧૬૧૪ માં, ઈ. સ. ૧૬૧૬ માં ટૉમસ રા નામના અંગ્રેજને જહાંગીરના સમયમાં ભરૂચમાં વેપાર કરવાની પરવાનગી મળતાં અ ંગ્રેજોએ ન્સરૂચમાં પહેલી કાઠી નાખી. પછી તે ઈ. સ. ૧૬૧૮ માં વલંદાઓએ પણ કાઢી નાખી ૮ ઔરંગઝેબના સમયમાં શિવાજીએ ભરૂચ એ વાર લૂટયું અને એ પી શભાજીએ પણ બે વાર લૂટયું. મુઘલ શહેનશાહતના પાયા ડગમગી રહ્યા હતા ત્યારની અરાજક પરિસ્થિતિના કારણે ઉપરાઉપરી આ હુમલા આવ્યા કરતા હતા. ઔર'ગઝેબ પછીના બાદશાહેા નબળા આવતા ગયા. દેશમાં ચાલુ રહેલી અંધાધૂંધીના કારણે ઈ. સ. ૧૭૬૦ પછીથી ગાયકવાડ, પેશ્વા, સિ ંધિયા તેમજ જૂનાગઢ, માંગરેાળ (સેારઠ), ખંભાત, સુરત અને ભરૂચના હાકેમે। સ્વતંત્ર થઈ પોતપાતાના પ્રદેશને વહીવટ કરવા લાગ્યા. ઈ. સ. ૧૭૨૨ માં નિઝામ-ઉલૂ - મુલ્યે દિલ્હીની દીવાનગીરી છેાડી ત્યારે દિલ્હીના બાદશાહ માહમ્મદશાહે એને ભરૂચની જાગીર આપી. નિઝામે એના વહીવટ પેાતાના સરદારને સોંપ્યા. આ રીતે ઈ. સ. ૧૭૩૬ માં ભરૂચ બંદરના અધિકારી ‘નવાબ' તરીકે ઓળખાયા. ઈ. સ. ૧૭૩૬ થી ૧૭૭૨ લગી ભરૂચ પર નવાબી સત્તા રહી. એમાંના મિરઝા એગના વખતમાં ઈ. સ. ૧૭૬૧ માં દામાજી ગાયકવાડે ભરૂચને ધેરા ધાહ્યા અને ફુરજાની જકાતમાં પેાતાનેા હિસ્સા દાખલ કરાવ્યા. પછી તે અંગ્રેજોને પણ પગપેસારા થયા અને એમણે પણ ફુરજાની જકાતમાં પોતાના હક્ક દાખલ કર્યાં. એ વેળાના છેલ્લા નવાબ મેાઝીઝખાને જકાતના હિસ્સા લાંબા સમય સુધી ન આપતાં અંગ્રેજ લશ્કરે ભરૂચ પર ચડાઈ કરી અને ૧૭ દિવસ સુધી કિલ્લા પર તાપમારો ચલાવ્યો, છતાં નવાબે મચક ન આપી. એક વારની હાર ખાધા બાદ બીજા વર્ષે અગ્રેજોએ ચડાઈ કરી. આ વેળા નવાબનેા દીવાન લલ્લુભાઈ ફૂટી ગયા. અ ંગ્રેજોની જીત થઈ (ઈ. સ. ૧૭૭ર). પાંચ વર્ષ બાદ, ઈ. સ. ૧૭૭૮ માં, સિંધિયાએ અંગ્રેજો તરફ દર્શાવેલી રહેમદિલીના કારણે ભરૂચ એને આપવામાં આવ્યું, પણ ઈ. સ. ૧૮૦૨માં બાજીરાવ પેશ્વાને સિધિયા સાથે અણબનાવ થતાં બાજીરાવે અંગ્રેજોની મદદ માગી અને ઈ. સ. ૧૮૦૩ માં ભરૂચ અંગ્રેજોના હાથમાં ફરીથી આવ્યું. ઊંચી જાતના રૂના ઉત્પાદનના કારણે ભરૂચ કાપડનું મહત્ત્વનું મથક પહેલેથી જ હતું. ઈ. સ. ૧૭૮૩માં નિ. કોબ્સ જણાવે છે કે ઊંચામાં ઊંચી જાતના ઝીણા પાતના મસલીતથી માંડીને સઢ બનાવવાના જાડા કાપડના તાકા અહીં બનતા. બાસ્તા(બાફેટા)નું કાપડ ડચ લોકો અહીંથી યુરોપમાં વેચવા લઈ જતા.૧૦ ઈ. સ. ૧૮૨૦ માં ક`લ લેયમ લખે છે કે અહીંના માચીએ બૂટ અને ઘેાડાનાં
SR No.032607
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 04 Solanki Kal
Original Sutra AuthorN/A
AuthorRasiklal C Parikh, Hariprasad G Shastri
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1976
Total Pages748
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy