SearchBrowseAboutContactDonate
Page Preview
Page 290
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧ સુ' ] પરિશિષ્ટ [ ૨૫૯ ' એમને સેાસવું પડેલું, તે ‘ અસુર ’ એટલે ‘રાક્ષસ' એવા મત વહેતા થયા. પારસી ધર્મશાસ્ત્ર અવેસ્તામાં ‘અહુર' (અસુર) એટલે ‘ દેવ ' એવા અ મળે છે. આર્યના આક્રમણ સામે ટક્કર ઝીલી ન શકવાના કારણે અસુરને આર્યાવત - માંથી પાતાલનગર (દક્ષિણુ દેશ જવાની ફરજ પડતાં, એ પ્રજાએ આ નગર સ્થાપ્યું હોય. આજે પણ ભરૂચમાં ભાવ બ્રાહ્મણાની વસ્તી છે. ભૃગુકચ્છ, ભૃગુપુર, ભૃગુતીય, ભૃગુક્ષેત્ર એવાં ભરૂચનાં પ્રાચીન નામ ભાગવાની વસાહતને પરિણામે પ્રચારમાં આવ્યાં હોય એમ મનાય છે, પરંતુ આગમ સાહિત્યના પ્રાચીનતર અશામાં, પુરાણામાં, જાતક અને કથાસરિત્સાગર વગેરેના કથાસાહિત્યમાં તથા તામ્રપત્રોમાં ‘ભરુકચ્છ તરફ જ ઝોક હાવાને લીધે ભૃગુકચ્છ’ના પ્રયાગ મુકાબલે પાછળથી થયા હાવાનું માની શકાય.૪ ભૃગુકચ્છ’ નામ, એ તે સંસ્કૃત પંડિતાએ પાછળથી, સંભવતઃ દસમા સૈકામાં, ઘડી કાઢેલું છે. લગભગ ઈ. સ. ૬૨૯ માં આવેલા ચીની મુસાફ્ર યુઅન શ્વાંગ · પે।-લુ-ક ।' ( Po−luka-che-po ) નામે ભરુકચ્છની મુલાકાતની નોંધ લે છે. એણે પોતાની નોંધપાથમાં નાંખ્યું છે કે ભરુકચ્છની સમૃદ્ધિને મુખ્ય આધાર એના દરિયા પર રહેલા છે. ઈ. સ. ના આરંભના સમયમાં ઉજ્જૈન અને પાટલિપુત્ર એ ભારતનાં ખે પ્રાચીન નગરે સાથે ભરૂચ ધારીમાગ થી જોડાયેલું હતું. વારાણસી, કાન્યકુબ્જ, વિદિશા, કાબુલ, કંદહાર વગેરે સ્થળાના માલની નિકાસ ભરુચ્છ બંદરેથી થતી. દક્ષિણ ભારતથી પણ ભરૂચનાબંદરે થઈ ને માલ નિકાસ થતા. અરબસ્તાન, ઈરાની અખાત અને રાતા સમુદ્ર થઈ છેક મિસર સુધી હિંદી મહાસાગરમાં ભરૂચનાં વહાણુ ઘૂમતાં એમ ત્રીક લેખકો જણાવે છે. મિસર અને અરબસ્તાનથી સોનું, રૂપું, પિત્તળ, કલાઈ, સીસું, પારા, સુરમેા, કાચ, પાખરાજ, પરવાળાં, દારૂ, કાપડ અને દુપટ્ટા આવતા, તા ચેાખા, બિયાં, તેલ, રૂ, ખાંડ, મલમલ અને ઊંચી જાતના કાપડની નિકાસ થતી. ઈરાની અખાતનાં ભદરાએથી ગુલામે, સ્ત્રીઓ, સાનુ, મેાતી, ખજૂર, દારૂ અને કાપડની આયાત થતી, તે ભરૂચથી ત્યાં પિત્તળ, શીંગડાં, સુખડ અને બીજા લાકડાંની નિકાસ થતી. ૧૫ મી સદીમાં લખાયેલા ‘ શ્રીપાલચરિત નામના ગ્રંથમાં કશાંબી નગરીના ધવલ શેઠ નામે વેપારી કેાશાંબીથી સુવર્ણ, કરિયાણું વગેરે લઈ ભરૂચમાં આવે એવું વર્ણન છે. , ઈ. સ. ના સાતમા સૈકાથી મુસ્લિમેાના ગુજરાતમાં પગપેસારા થયા. મુસ્લિમ ખલીફ઼ા હઝરત ઉમરના વખત(ઈ. સ. ૬૩૪-૬૪૯)માં બહેરીનના સૂબા ઉસ્માન
SR No.032607
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 04 Solanki Kal
Original Sutra AuthorN/A
AuthorRasiklal C Parikh, Hariprasad G Shastri
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1976
Total Pages748
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy