SearchBrowseAboutContactDonate
Page Preview
Page 268
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦ સુ' ] સામાજિક સ્થિતિ [ ૨૩૭* એ કાલનાં સંસ્મરણુ એમાં સચવાયાં હોવાના પૂરા સંભવ છે.૩૯ વર્ષોં ક–સયુચ્ચય’માં સેંકડો (આશરે ૯૦૦) વાનગીઓ અને ખાદ્ય પદાર્થોની સૂચિએ છે, ૪અને સેાલંકી કાલના સાહિત્યમાંથી પ્રાપ્ત થતા એ પ્રકારના ઉલ્લેખા સાથે એનુ તુલનાત્મક અધ્યયન અપેક્ષિત છે. ‘વણુ ક–સમુચ્ચય'માંની યાદીએમાં માંસની એક પણ વાનગી નથી એ નોંધપાત્ર છે. કુમારપાલની અમારિધાણા, જૈન ધર્મની વ્યાપક અસર અને હેમચંદ્રાચાય ને ખે। આદિ કારણેાએ ગુજરાતનો પ્રજાને પ્રમાણમાં માંસાહાર–વિમુખ બનાવી. રાજપૂતામાં માંસાહાર સામાન્ય હતા, એ જોતાં કુમારપાલે કરેલા માંસાહારના ત્યાગ અગત્યના છે, અને એની સામાજિક અસર અવશ્ય થઈ હશે. મેહરાજપરાજય ’અંક ૪)માં કુમારપાલના પૂર્વાંજો સદા માંસ ભક્ષણ કરતા અને કુમારપાલે પણ પેાતાના દેશાંતર-ભ્રમણમાં માંસ. ઉપર નિભાવ કરેલા એમ જણાવ્યુ છે. મદ્યપાનના રિવાજ સામાન્ય હતા. સિદ્ધરાજની માતા મયણુલ્લાએ સગર્ભાવસ્થાના છેવટના દિવસેામાં મદ્યપાન બંધ કર્યુ હતુ એવી નોંધ હેમચંદ્રે ‘દયાશ્રય’ કાવ્યમાં સ્વાભાવિકતાપૂર્વક કરી છે,૭૧ એ બતાવે છે કે રાજકુલની સ્ત્રીઓમાં પણ મદ્યપાન વ્યાપક હતું. આમ છતાં કુમારપાલની મદ્યનિષેધની નીતિની અસર તે થઈ જ હતી એમ એ પછીના. સમયના ગુજરાતના સામાજિક જીવનના અવલેાકનથી સ્પષ્ટ થશે. . સેાલકી કાલના પહેરવેશ અને અલંકારા વિશે એ સમયના સાહિત્યમાંથી, ચિત્ર–શિપાદિમાંથી અને પરદેશીઓનાં પ્રવાસવણું નામાંથી માહિતી મળે છે.૪૨ વર્ણીકામાં વસ્ત્રો અને અલકારાની વિસ્તૃત સૂચિ છે૪૩ તેમાં સેલ'કી કાલના પડઘા હોવાના પૂરા સંભવ છે. · યાશ્રય ' કાવ્યમાંના વસ્ત્રાદિના ઉલ્લેખ શ્રી રામલાલ મેાદીએ સંકલિત કર્યાં છે,૪૪ કુલીન સ્ત્રીએ સ` અંગ ઢંકાય તેવાં વસ્ત્ર પહેરતી અને કોઈ વાર ‘ નીરંગી ' નામે ઓળખાતા વસ્ત્રથી મુખ ઢાંકતી.. વિધવા સ્ત્રીએ ચામડું એઢતી એવા એક સ્થળે નિર્દેશ છે, પણ એ ગ્રાહ રિપુના સૈન્યના વર્ણનમાં હાઈ સારઠની કેાઈ જાતિ પરત્વે હશે. કસુંબાના રોંગથી રગેલાં તથા સા રૂપિયા કરતાં પણ વધુ કિંમતનાં સ્ત્રીનાં વસ્ત્રોની નોંધ છે. પુરુષોના પોશાકમાં કિનારીવાળાં અને કિનારી વિનાનાં ધાતિયાંના ઉલ્લેખ છે. એક સ્થળે સારઠના પુરુષાને સ્રવેશવાળા કહ્યા છે એની સમજૂતી ટીકાકાર અભયતિલકગણિએ એવી આપી છે કે સારના લોકો કાડી ઘાલતા નથી અને પગની પાની સુધી સાડીની માફક વસ્ત્ર પહેરે છે.૪પ તડકામાં મેારનાં પીંછાંની અને ચામાસામાં વાંસની છત્રીએ એઢવામાં આવતી.૪૬ પાટણ ભડારમાંના સ. ૧૨૦૪ના તાડપત્રમાંના રાજા કુમારપાલ અને આચાર્ય હેમચંદ્રના ચિત્ર.
SR No.032607
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 04 Solanki Kal
Original Sutra AuthorN/A
AuthorRasiklal C Parikh, Hariprasad G Shastri
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1976
Total Pages748
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy