SearchBrowseAboutContactDonate
Page Preview
Page 267
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૬ ] સેલંકી કાલ [ પ્ર. જનવગે રાજકુલમાં જઈ વિભાવાનુરૂપ નજરાણું (મારિત્રય) સ્વામી આગળ રજૂ કરી સમસ્ત નગરના અધિવાસીઓની જાણપૂર્વક કૃષ્ણાક્ષરે દૂર કરાવી, ધર્માધિકરણ– ન્યાયની કચેરીમાં ઉજજવલાક્ષરો લખાવી, સ્વામી પાસે પીઠે હાથ દેવડાવી, ફરી સદાચાર ભણું, (હવામિનઃ વાજીંત ઉsી દુત રાવળ પુનરપ સરાસારો મળદ્વાર૩) કુટુંબમધ્યે વ્યવહાર ચલાવતો કરે. પૂર્વકાલના અપરાધે માટે નગરમાં પછી એ ઉપાલંભ ગ્ય નહિ થાય.” “કાલાક્ષરિત” વ્યક્તિના કુટુંબની મિલકતમાંથી વારસાઈ, ભરણપોષણ અને વહેચણીના અધિકારો નષ્ટ થયા હોઈ ખાનગી રહે નહિ, પણ રાજ્યના અધિકારી રૂબરૂ જ એને “ઉજજવલાક્ષરિત” કરવાનું આવશ્યક હતું એ સ્પષ્ટ છે. સોલંકી કાલનું પુષ્કળ સાહિત્ય ઉપલબ્ધ છે, પણ એ કાલની ભૌતિક સંસ્કૃતિ– ગૃહ, ગૃહ-આજના, રાચરચીલું, વાસણુકૂસણ આદિ વિશે પૂરતી માહિતી મળતી નથી. જે મળે છે તે અલ્પ–સ્વલ્પ અને છૂટક તૂટક છે.૩૪ મકાન ઈટ અને લાકડાંનાં બંધાતાં, સૌરાષ્ટ્રના અમુક પ્રદેશમાં પથ્થરનાં પણ હશે. “લેખ પદ્ધતિમાં ના દસ્તાવેજો ઉપરથી જણાય છે કે મોટાં મકાન મજલાવાળાં હતાં અને એની ઉપર નળિયાંનું છાપરું કે અગાશી થતી. એની આસપાસ ખુલ્લી જગા તથા એની આજુબાજુ વંડી રહેતી (વાંકિત) તથા પડસાળ અને રસોઈઘરની અલગ જોગવાઈ રખાતી (શાકારસવતી સમન્વિતં).૩૫ પીવાનું પાણી ઘણું ખરું બહારના કૂવાઓમાંથી ભરી લાવવામાં આવતું; ગંદા પાણીના નિકાલ માટે ખાળકુંડી હતી, એને વખતોવખત ઉલેચવામાં આવતી. “દાસીપત્રવિધિમાં દાસીનાં કર્તવ્યોમાં નીચોદન અને વાત્રકુન્દુિધનને ઉલેખ છે. ૩ ઘરની અંદરના રાચરચીલામાં સુગ્રીવટ (ચારપાઈ), સેનવર (માંચા), ઘંટી, નિશા, ઉદુખલ, મુસલ આદિ ગૃહમંડનને, કડાહિ (કડાઈ), તાંબડી આદિ તાંબાના વાસણને, તથા દળી (દેવ કે દેવડી), પડઘાહીં (નળા જેવું વાસણ), ડોલી (ડેલ), બૂજારા (બુઝાર), ધૂપહડ (ધૂપદાની), પાલ (પાલાં કે પવાલાં), ભંગાર વગેરે પિત્તલમય ભાંડોનો ઉલ્લેખ ભાઈના ‘ભાગની વહેંચણીના દસ્તાવેજમાં વિમંત્રમાં હાઈ સવિશેષ સૂચક છે.૩૭ વિવિધ સાહિત્યિક સાધનોમાં ખાદ્ય અને વિના છૂટક છૂટક ઉલેખ મળે છે, જેમકે સંસ્કૃત થાશ્રય કાવ્યમાં મોદક, અપૂપ, આમિક્ષ (ઊકળતા દૂધમાં દહીં નાખવાથી બનતી એક વાની), શખુલી (સાંકળી), ખાદ્ય-ખાનું, ઊયુ–સૂતરફેણ, વિટી-વડી, કરંભક (કારો) વગેરેને પ્રસંગોપાત્ત નિર્દેશ છે.૩૮ “વર્ણક–સમુચ્ચયમાં સંગૃહીત સામગ્રીમાંની ઘણી પંદરમી–સોળમી સદીની છે, પણ એને તુલનાત્મક અભ્યાસ કરતાં સમજાય છે કે એ સામગ્રીનું ઉદ્ભવસ્થાન સોલંકી કાલ છે, અને
SR No.032607
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 04 Solanki Kal
Original Sutra AuthorN/A
AuthorRasiklal C Parikh, Hariprasad G Shastri
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1976
Total Pages748
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy