SearchBrowseAboutContactDonate
Page Preview
Page 269
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૮ ] લકી કાલ [પ્ર. “ઉપરથી જણાય છે કે ઉચ્ચ વર્ગના ગૃહસ્થ પુરુષે પણ ચડ્ડી જેવું વસ્ત્ર પહેરતા, જેને સંસ્કૃત-પ્રાકૃતસાહિત્યમાં “અલ્પેરુક” તરીકે વર્ણવેલ છે. સમૃદ્ધ સ્ત્રી-પુરુષે દેવમંદિરે કે અન્યત્ર વાંસળી-નાણુંથેલી રાખતાં,૪૮ જેને સંસ્કૃતમાં વર્જિા અને ગુજરાતીમાં “બી” કહે છે. એ ઘેલી પ્રથમ નેળિયાના ચામડાની અને પછીથી વસ્ત્રાદિની બનતી. રમત અને વિનેદોમાં કફકટ-યુદ્ધ૪૯ અને આખલાની સાઠમારી નોંધપાત્ર છે. ગેડીદડાની રમતના નિર્દેશ તથા એની વિગતો “ઠવાશ્રય”માં-૧ તથા એ ઉપરની અભયતિલકગણિની ટીકામાં છે. ૫૨ શિકારનો શોખ ઘણે હતે. દંતાળિયાં સૂવરેને કૂતરાઓ પાસે પકડાવી, તેઓને બાણથી વીંધી નાખવામાં આવતાં,પ૩ “ણુવલયા” નામે રમત વસંતોત્સવના ભાગરૂપ હતી. એમાં દલામાં હીંચતી યુવતિને એની સખીઓ પતિનું નામ પૂછતી અને એ ઉત્તર આપે નહિ ત્યાંસુધી એને પલાશ-લતાથી પ્રહાર કરતી.૫૪ ઉત્સવ પ્રસંગેએ સંસ્કૃત નાટક • ભજવાતાં અને લોકો ઉત્સાહપૂર્વક એ જોવા જતા. યાત્રા-જાતર-ભવાઈ જેવું લોકનાટય એ સમયે હશે જ, પણ એના વિગતવાર ઉલ્લેખ હજી મળ્યા નથી.૫૫ -અજપાલ સમક્ષ સીલણે જે ખેલ રજુ કર્યો તે લેનાટય પ્રકારને લાગે છે. પપ અનેક પ્રકારના વહેમ ચાલતા અને ભૂતપ્રેતમાં દઢ માન્યતા હતી.૫૬ નજર લાગવાથી થતાં અનિષ્ણ પરત્વે માન્યતા સજજડ હતી, અને એ એટલે સુધી કે હેમચંદ્રના શિષ્ય રામચંદ્રની આંખ સિદ્ધરાજના દૃષ્ટિદોષથી (સિદ્ધરાવ સંજ્ઞાતદષ્ટિોન) નજર લાગવાથી ફૂટી ગઈ હતી એમ “પ્રબંધચિંતામણિ'માં નેપ્યું છે.૫૭ ભીમદેવ ૧ લાને કુંવર મૂલરાજ ખેડૂતોની નજર લાગવાથી એકાએક મરણ પામ્યો હતે એમ પણ પ્રબંધચિંતામણિ'માં લખે છે.પ૦ સિદ્ધરાજની લોકોત્તર શક્તિઓ અને અતિમાનુષ ચમત્કારોમાં પ્રજાને એક મોટો વર્ગ માનતા હતે એમ સમકાલીન સાહિત્ય ઉપરથી લાગે છે. રાજાએ પિતાની શકિતઓ વિશે આવી આખ્યાયિકાઓ પ્રચલિત કરવી એમ કૌટિલ્યનું “અર્થશાસ્ત્ર (અધિકરણ ૧૩) જણાવે છે, એ પણ અહીં યાદ રાખવું જોઈએ. અશ્વશાળામાં વાંદરા રાખવાથી તેજ ઘેડાઓનું સંગોપન થાય અને તેઓને રોગ ન થાય એવી માન્યતા હતી.૫૯ પાદટીપે 1. S. P. Narang, Hemacandra's Dvyäsśrayakāvya, pp. 183 ff. ૧ અ. ગિ. વિ. આચાર્ય, “ગુજરાતના એતિહાસિક લેખો', ભાગ ૨, લેખનં. ૧૪૦ ૨. ૬. કે. શાસ્ત્રી, “ગુજરાતને મધ્યકાલીન રાજપૂત ઇતિહાસ,” ભાગ ૧-૨, પૃ. ૨૫૦
SR No.032607
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 04 Solanki Kal
Original Sutra AuthorN/A
AuthorRasiklal C Parikh, Hariprasad G Shastri
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1976
Total Pages748
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy