SearchBrowseAboutContactDonate
Page Preview
Page 227
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૬ ] સેલંકી કાલ [ પ્રઅને રાજાએ સોમનાથની યાત્રા સિદ્ધ કરી. એ જ પ્રમાણે ષષ્ટદેવે પણ પિતાના સમયમાં દરિયાવાટે આ યાત્રા સિદ્ધ કરી. એણે કપૂરના ભાવ નીચા ચલાવ્યા, એ માટે કે સામાન્ય માનવી પણ દેવની પૂજામાં એને છૂટે હાથે ઉપયોગ કરી શકે. પણદેવના સમયમાં ગાવા હાથ આવી ગયું હતું અને ત્યાં રહી એને પુત્ર જયકેશી ૧ (ઈ. સ. ૧૦૫૦-૮૦) દરિયાપારના દૂર દૂરના વેપારીઓ પાસેથી જકાત મેળવ હતા. પિતાના સમયમાં સમૃદ્ધ થયેલા ગોવાને જયકેશીએ વધુ, સમૃદ્ધ કર્યું હતું. એણે દક્ષિણના શિલાહારોની એક વખતની રાજધાની ગોવાને પિતાની રાજધાની બનાવ્યું. નેધપાત્ર એ છે કે આ જ ચંદ્રપુરના કબરાજ જયકેશીની કુંવરી મયણલ્લાનાં લગ્ન ગુજરાતના ચૌલુક્ય કર્ણદેવ સાથે થયાં હતાં, જેમાં સિદ્ધરાજ જયસિંહનો જન્મ થયો હતે. ૨૪૫ આ જયકેશી લાટ સુધી પણ ચડી આવ્યો હતો. ૨૪૬ એના પછી એનો પુત્ર ગૂહલદેવ ૩ (ઈ. સ. ૧૦૮૦૧૧૦૦), એના પછી નાનો ભાઈ વિજયાદિત્ય (ઈ. સ. ૧૧૦૦-૧૧૦૪), એના પછી એને પુત્ર જયકેશી ૨ (ઈ. સ. ૧૧૦૪-૧૧૪૮) આબે, જે ઘણો પરાક્રથી નોંધાયો છે. આ પૂર્વે વિજયાદિ શિલાહારવંશના મલ્લિકાર્જુનને કણને ડે પ્રદેશ પાછો આપ્યો હતો, જ્યાં એણે કદંબવંશના ખંડિયા તરીકે રાજ્ય શરૂ જયકેશી પછી એનો પુત્ર પરમદ ઉફે શિવચિત્ત (ઈ. સ. ૧૧૪૮-૧૧૮૧) આવ્યો હતે. એ એની રાજધાની ગોવામાં રહેતો હતો.૨૪૭ શિવચિત્તનો ભાઈ વિષ્ણુચિત્ત ઉફે વિજયાદિત્ય ૨ જે (૧૧૪૮-૧૧૮૮) જોડિ રાજા લાગે છે, જેણે શિવચિત્તના મૃત્યુ પછી સ્વતંત્ર સત્તા ધારણ કરી, હતી. પશ્ચિમી ચાલુક્યોને ઈ. સ. ૧૧૫૬ માં અંત આવ્યો ત્યાંસુધી શિવચિત્ત. એમને ખંડિયે હતો. પછી હેયસાળને વીર બલ્લાબ ૨ જાનું આધિપત્ય સ્વીકારી લીધું હતું. વિજયાદિત્યના અંત સમયે હંગલના કદંબરાજ કામદેવે ગોવાના કદબ-- વંશને ખંડિયે બનાવ્યો હતે. વિક્રમાદિત્યના પુત્ર જયકેશી ૩ જાઓ(ઈ. સ. ૧૧૮૮૧૨૧૫) સત્તા ઉપર આવતાં સ્વતંત્રતા ધારણ કરી લીધી હતી. એના પછી સેવદેવા ઉ ત્રિભુવનમલ (ઈ. સ. ૧૨૧૬-૩૮) સત્તા ઉપર આવ્યો હતો, જેણે સ્વતંત્રતા સાચવી રાખી હતી. માત્ર રાજ્યકાલના અંતભાગમાં દેવગિરિના યાદવોને હાથે સહન કરવાનું આવ્યું હતું. દેવગિરિના યાદવો આસપાસના પ્રદેશમાં પ્રભુત્વ જમાવવામાં પડ્યા હતા. એવા એક વિગ્રહમાં ત્રિભુવનમલ્લે પ્રાણ ગુમાવ્યા. એની પછી આવેલા એના પુત્ર દેવ ૩ જાને મોટા ભાગની સત્તા ગુમાવવી પડી હતી. સેક વર્ષ બાદ એણે પિતાના બનેવી કામદેવની મદદથી કેટલેક ભાગ પાછો
SR No.032607
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 04 Solanki Kal
Original Sutra AuthorN/A
AuthorRasiklal C Parikh, Hariprasad G Shastri
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1976
Total Pages748
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy