SearchBrowseAboutContactDonate
Page Preview
Page 226
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૬ ] સમકાલીન રાજે [ ૧૫ શાખા બંધ પડી, જ્યારે નાની શાખા કૃષ્ણવર્માના સમયમાં અસ્ત પામી. આ પછી ત્રણસો વર્ષ બાદ બનવાસી અને હંગલ(જિ. ધારવાડ, મસૂર )ના સંયુક્ત પ્રદેશ ઉપર રાજ્ય કરનાર કદંબવંશ વિશે જાણવામાં આવ્યું છે, જેનો ઈડિવબેરંગદેવ (ઈ. સ. ૯૭-૯૮૦) પહેલે જ્ઞાત રાજા છે. એના પછી એનો પુત્ર ચટ્ટદેવ(ઈ. સ. ૯૦૦-૧૦૩૧) ગાદીએ આવ્યોતેણે પશ્ચિમી ચાલુક્ય તેલ ૨ જાને રાષ્ટ્રકુટ શાસનનો પરાભવ કરવામાં મદદ કરી હતી. એના વંશમાં આગળ જતાં કીર્તિદેવ (ઈ. સ. ૧૧૫-૮૦) સત્તા ઉપર આવ્યો, જેણે પશ્ચિમી ચાલુક્યોની સત્તા સ્વીકારી હતી. એની પાસેથી કલચુરિઓએ બનવાસી પ્રદેશ પડાવી લીધો અને એને ખંડિયે બનાવ્યો. એના પછી કામદેવ (ઈ. સ. ૧૧૮૦-૧૨૧૧) સત્તા •ઉપર આવ્યું, જેણે હેયસાળોની સાથેના વિગ્રહોમાં કલચુરિઓને મદદ કરી હતી. કાવેદેવે (ઈ. સ. ૧૨૬૦-૧૩૫૦) દેવગિરિના યાદવોનું આધિપત્ય સ્વીકાર્યું હતું. મિલિક કારે આક્રમણ કરી કંદબરાજ્યને પાયમાલ કરી નાખ્યું હતું, કાદેવ પછી જાણવામાં આવેલ પુરંદરરાય (ઈ. સ. ૧૩૧૫-૪૭) ને વિજયનગરના હરિહરના નાના ભાઈ મારપે પરાજય કરી કદંબરરાજ્યવંશને બનવાસી-હંગલ પ્રદેશમાંથી નામશેષ કરી નાખે. (૨) ગેવાની શાખા બનવાસી-હંગલના કદંબરાજ્યવંશની સમાંતર કહી શકાય તેવો ગોવાને કદંબવંશ પણ હતો. આ વંશનો કંટકાચાર્ય કિંવા ષ૪ ૧લે (ઈ. સ. ૯૬૬૯૮૦) પહેલો રાજવી જાણવામાં આવ્યો છે, જેનું કોંકણમાં શાસન હતું. ઈતિહાસમાં કેટલીક વાર આને “ગોવાના કદંબ' કહ્યા છે, કારણ? પાછળથી ગોવા રાજધાની હતું. એને નાગવર્મા, એનો ગૂહલ્લદેવ અને એને વછરાજ કે પ૪ ૨ જે (ઈ. સ. ૧૦૦૫-૫૦) થયે, જે પ્રતાપી રાજવી હતો.૨૪૩ આ દેવના ઉત્કીર્ણ લેખોમાં “ચ” “ચલ” અને “ચય’ એવાં નામ પણ મળે છે. ૨૪૪ પિતાએ કરેલા આરંભને એણે ઉપાડી લઈ રાજ્યને બળવાન કરવામાં ઠીક ઠીક જહેમત ઉઠાવી હતી અને આખા કોંકણ ઉપર પ્રભુત્વ સ્થાપી લીધું હતું. દક્ષિણના શિલાહારો સાથે એના વિગ્રહ થયેલા હતા, જેમાં એને આશય એમના ઉપર પ્રભુત્વ સ્થાપવા પૂરતો હતો, જેમાં એને સફળતા મળી. પિતા પુત્ર બેઉએ જુદે જુદે સમયે સૌરાષ્ટ્રમાં સોમનાથની યાત્રા કરી હતી. ગૂહલ્લદેવ પોતાની રાજધાની ચંદ્રપુરથી દરિયાવાટે નીકળતાં તેફાનમાં ફસાયો અને નજીકના બંદર ગોવાને એને આશ્રય કરવો પડશે. અહીંના મહમૂદ નામના એક મુસ્લિમ સમૃદ્ધ પ્રજાજને આ રાજાને સારી એવી આર્થિક મદદ પણ કરી
SR No.032607
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 04 Solanki Kal
Original Sutra AuthorN/A
AuthorRasiklal C Parikh, Hariprasad G Shastri
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1976
Total Pages748
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy