SearchBrowseAboutContactDonate
Page Preview
Page 193
Loading...
Download File
Download File
Page Text
________________ [ પ્ર. ૧૬] લકી કાલ હતું. રામદેવે વાસંતપુર નામની નગરી વસાવી છે, જે વ્યારા પાસેનું “બિસનપુર' છે. વિરસિંહદેવે પાટણનું આધિપત્ય ફગાવી દીધું, રાજધાની વસંતપુરમાં રાખી અને બ્રાહ્મણને પૂર્ણા નદી પરના એક ગામનું દાન દીધું.૧૧૫ વીરસિંહ પછી એને પુત્ર કર્ણદેવ સત્તા ઉપર આવ્યો હતો કે જેણે વિ. સં. ૧૨૭૭(ઈ. સ. ૧૨૨૦)માં વહારિકા વિષય( વ્યારા તાલુકા)માં આવેલું કપૂર (કાપુર, તા. વ્યારા, જિ. સુરત) અગિયાર બ્રાહ્મણોને દાનમાં આપ્યાનું એના પ્રાપ્ત થયેલા એક દાનશાસનથી જાણવામાં આવ્યું છે. ૧૧૬ વસંતામૃત” નામના એક હસ્તલિખિત ગ્રંથની સં. ૧૪૪૪(ઈ. સ. ૧૩૮૮)ની પ્રશસ્તિમાં જણાવ્યા પ્રમાણે કર્ણદેવના ત્રણ પુત્ર સિદ્ધેશ્વર વિશાલ અને ધવલ એક પછી એક સત્તા ઉપર આવ્યા હતા. ત્રીજા ભાઈ ધવલ પછી એનો પુત્ર વાસુદેવ અને એના પછી ભીમ સત્તા ઉપર આવ્યો હતો. ૧૧૭ એ વાસુદેવના નામ ઉપરથી “વાસુદેવપુર’ અસ્તિત્વમાં આવ્યું, જે “વાંસદા” તરીકે જાણીતું થયું. આ વંશમાંથી વાસંદાનું સોલંકી રાજ્ય ઊતરી આવ્યું. (૩) ત્રીજી શાખા વીરસિહદેવે મંગલપુરીમાંથી ખસેડી રાજધાની વિજયાપુરમાં કરી ત્યારે એને નાનો પુત્ર કૃષ્ણદેવ મંગલપુરીમાં રહી આસપાસના પ્રદેશને સત્તાધારી બન્યો હતો. એ વંશના કુંભદેવના વિ. સં. ૧૩૭૩ (ઈ. સ. ૧૩૧૭)ને અભિલેખથી જાણી શકાય છે કે ૫૦ ભ૦ પરમે, મહારાજ શ્રીકૃષ્ણરાજ પછી એ બિરુદ ધારણ કરનારા અનુક્રમે ઉદયરાજ, રુદ્રદેવ, ક્ષેમરાજ અને કૃષ્ણરાજ રાજા થયા હતા, જેમાંના કૃષ્ણરાજને કુંભદેવ ના ભાઈ હતા.૧૧૮ ૧૫, લાટને ચૌહાણ વંશ લાટ(દક્ષિણ ગુજરાત)માં ચાલુક્ય વંશમાં બારપથી ત્રિવિક્રમપાલ સુધીના છ રાજવીઓમાંના પહેલા ત્રણ પશ્ચિમી ચાલુક્યોના સામંત તરીકે અને ત્રીજા પરના વિજય પછી એના સહિતના બાકીના ત્રણ અણહિલવાડ પાટણના સામંત દરજે હતા અને પછી ભીમદેવ ૨ જાના સમયમાં ભરૂચના શાસક તરીકે ચાહમાન સિહનું નામ જાણવામાં આવે છે.૧૧૯ એણે ત્રિવિક્રમપાલ પાસેથી ભરૂચ વિભાગને કબજો મેળ સંભવે છે. એ શરૂમાં તે પરમારોની મિત્રીની હૂંફમાં હતા, પરંતુ દેવગિરિનો યાદવ રાજા એના પર ચડી આવ્યો ત્યારે પરમારને સબંધ છેડી એણે ભીમદેવ ૨ જાના સામંતપદને સ્વીકાર કર્યો સંભવે છે.• આ સિંહના નાના ભાઈ સિંધરાજના પુત્ર સંગ્રામસિંહ ઉર્ફે સંગ્રામરાજ કિંવા શંખના હાથે
SR No.032607
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 04 Solanki Kal
Original Sutra AuthorN/A
AuthorRasiklal C Parikh, Hariprasad G Shastri
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1976
Total Pages748
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy