SearchBrowseAboutContactDonate
Page Preview
Page 192
Loading...
Download File
Download File
Page Text
________________ ૮ મું ] સમકાલીન રાજે [ ૧૬૧ કબજે લેવા પ્રયત્ન કરી ચૌલુક્યરાજ કર્ણની સત્તા નીચેથી નાગસારિકામંડલ કઢાવી એના ઉપર આધિપત્ય મેળવ્યું હતું. ૧૯ એવી સંભાવના છે કે કલચુરિ કર્ણના સેનાપતિ વપલકે લાટના ત્રિલોચનપાલને હરાવ્યો હશે. કંદબકુલના રાજા જયકેશીએ સોમનાથની યાત્રા દરમ્યાન લાટ પર આક્રમણ કર્યું હતું. ચૌલુક્યરાજ કર્ણદેવે ઈ. સ. ૧૦૭૪ પહેલાં લાટ જીતી લીધું હતું અને ત્યાં ચૌલુક્ય દુર્લભરાજને મંડલેશ્વર નીમ્યો હતો. ૧૧૦ ત્રિવિક્રમપાલને લાટ હસ્તગત કરવામાં એના કાકા જગતપાલની મુખ્ય સહાય હતી. આ કારણે એણે પાછળથી જગતપાલના પુત્ર પદ્મપાલને ૫૦૦ ગામોનો અષ્ટગ્રામવિષય બક્ષિસ આપ્યો હતો. આ ત્રિવિક્રમપાલની પાસેથી લાટની સત્તા દક્ષિણના ચાલુક્યુરાજ વિક્રમાદિત્ય ૬ કાના ભાઈ જયસિંહે ઉખેડી નાખી અને દક્ષિણની સત્તા નીચે એ પ્રદેશ લઈ લે છે. આ જયસિંહે પાછળથી બળવો કર્યો, પરંતુ એ હારી ગયો તેથી સહ્યાદ્રિ કે પશ્ચિમ ઘાટના પ્રદેશમાં ગુપ્ત વાસે રહેવા લાગે. લાગ મળતાં સોનગઢ અને વ્યારાના તાલુકા તથા ડાંગનાં જંગલોને પ્રદેશ કબજે કરી, જયસિંહના પુત્ર વિજયસિંહે મંગલપુરને રાજધાની બનાવી આ નાના ભૂ-ભાગ ઉપર અમલ કરવાનો આરંભ કર્યો. ૧૧૧ (૨) બીજી શાખા વિજયસિંહના પિતા જયસિંહે જયસિંહ ૩ જા તરીકે માથું ઊંચકેલું, પણ એ નિષ્ફળ ગયો. એ પછી વિજયસિંહે આ પૂર્વે જણાવ્યા પ્રમાણે દક્ષિણ ગુજરાતના થોડા ભાગમાં સત્તાસૂત્ર ધારણ કર્યા. એના વિ. સં. ૧૧૪૯(ઈ. સ. ૧૦૯૩)ના મળેલા દાનશાસનમાં રાજધાનીનું નામ “મંગલપુરી” જણાવવામાં આવ્યું છે.૧૧૨ આ નગરી વ્યારા તાલુકાનું મંગલદેવ હોવાનું વાંસદાનો ઇતિહાસ લખનાર શ્રી શ્રીવાસ્તવે જણાવ્યું છે, જ્યારે મણિભાઈ દ્વિવેદીએ એ જ તાલુકાનું મંગલિયા કહ્યું છે.૧૧૩ વિજયસિંહે વિજયાપુર વસાવ્યું; આ નગરનો સ્થળનિર્ણય થયો નથી. આ વંશના મહારાજાધિરાજ પરમેશ્વર ભટ્ટારક” શ્રી વીરસિંહદેવના વિ. સં. ૧૨૩૫(ઈ. સ. ૧૧૭૯)ના દાનશાસન પરથી જાણવામાં આવે છે કે વિજયસિંહને અનુગામી મહાઇ પરમે. પ૦ ભ૦ શ્રીધવલદેવ,એને પુત્ર મહાસામંત મહારાજ શ્રીવાસંતદેવ અને એને પુત્ર સામંતરાજ રામદેવ, જેનો ભત્રીજો વીરસિંહદેવ એને અનુગામી હતો. ૧૧૪ વીરસિંહદેવના પિતાનું નામ લક્ષ્મણદેવ સે. ૧૧
SR No.032607
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 04 Solanki Kal
Original Sutra AuthorN/A
AuthorRasiklal C Parikh, Hariprasad G Shastri
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1976
Total Pages748
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy