SearchBrowseAboutContactDonate
Page Preview
Page 194
Loading...
Download File
Download File
Page Text
________________ ૨ મું ] સમકાલીન રાજ્ય ( ૧૬૩ યાદવરાજે ભારે પરાજય વહા(ઈ. સ. ૧૨૧૦). દસેક વર્ષ પછી યાદવરાજ સિંધણે ગુજરાત ઉપર ચડાઈ કરી તે પૂર્વે શંખે ખંભાત ઉપર હલે કર્યો હતો, પણ એને વસ્તુપાલે ભારે પરાજય આપ્યો હતો, આથી ચિડાઈને જ શંખે યાદવરાજ સિંધણને ગુજરાત ઉપર ચડી આવવા પ્રેરણા કરી હતી. પરિસ્થિતિ એવી હતી કે આ સમયે મારવાડના રાજવીઓએ ગુજરાત સામે આંખ ઊંચી કરી હતી, માળવાન પરમાર દેવપાલ પણ ચડાઈ કરવા તૈયાર થયેલું, અને મુસ્લિમ આક્રમણના પણ ડંકા વાગી રહ્યા હતા. આ સમયે મહામાત્ય વસ્તુપાલે ચાણક્યનીતિને આશ્રય કરી શંખ અને સિંઘણ વચ્ચે ભેદ પડાવ્યું, જેને પરિમે શંખે વિરધવલનું પ્રભુત્વ સ્વીકારી લીધું.૧૨ ચૌલુક્ય-વાઘેલાઓને લાટન ચૌહાણે સાથે આટલે સબંધ જાણવામાં આવ્યો છે. ૧૬. નંદપ્રદ્રને વૈજવાપાયન વંશ નંદપદ્રા આજના રાજપીપળા)ના જાણવામાં આવેલા એક લૂટક તામ્રદાનશાસન ઉપરથી વિ. સં. ૧૩૪૭(ઈ. સ. ૧૨૯૦)માં એ પ્રદેશમાં જવાપાયન રાજવંશની સત્તા હોવાનું જાણવામાં આવ્યું છે. ૨૨ દાતા “મહારાણક શ્રી જેસલદેવના પુત્ર મહારાજકુંવર શ્રી જત્રસિહ છે. અર્થાત્ પિતાની હયાતીમાં મહારાજકુંવર તરીકે એણે દાન આપ્યું છે. ૧૨૩ આ અભિલેખમાં “મહારાજકુલ શ્રી ચાચિગદેવ થી શરૂઆત કરી એને પુત્ર “મહારાણક શ્રી સેઢલદેવ, એને પુત્ર “મહારાણક શ્રી જેસલદેવ અને એને જૈત્રસિંહ, આમ માત્ર ચાર પુરુષ ઉલિખિત થયા છે. ૧૨૪ ચાચિગદેવ મહારાજકુલ' (મહારાવળ) છે અને પછીના બે મહારાણક છે એટલે કઈ મોટા રાજ્યના સામંત સમજાય છે. દાનશાસનના આરંભે ચાચિગદેવને “નૃપ' કહ્યો જ છે અને વિશેષમાં એને માળવાના રાજવીનું ઉમૂલન કરનારો કહ્યો છે, ૧૨૫ જ્યારે સેઢલને “મંડલેશગજ-કેસરી' કહ્યો છે, અર્થાત કોઈ મંડલેશ્વર(અન્યના સામંતોને એને હરાવ્યો હતો. જેસલને “મરૂન્મહામંડલમંડન કહ્યો છે, એ તદ્દન અસ્પષ્ટ છે. મન'ને સંબંધ ઉત્તરપદ સાથે નથી. જેસલના મોટા પુત્રનું નામ “વીસલદેવ” છે. અને એણે “ગુજજરાધીશ્વર અજુનને સતોષ આપ્યાનું કાર્ય સૂચવાયું છે, વિશેષમાં એ તુરુ સાથે યુદ્ધ કરતાં માર્યો ગયાનું પણ જણાવાયું છે.૧૨ રાજપીપળાના વાયવ્ય ખૂણે વીસેક કિ. મી. ઉપર આવેલા વાડિયા ગામમાં સચવાયેલા વિ. સં. ૧૩૧૧(ઈ. સ. ૧૨૫૫)ના બે પાળિયાઓમાં પણ “વિશલ” નો ઉલ્લેખ થયેલું છે. પહેલું નામ આપી તૂટે છે, પરંતુ બીજામાં “વિશલપ્રભુ' અને મંત્રી દેવપાલને નિર્દેશ થયું છે. વાઘેલા–સોલંકી અજુનદેવને સમય
SR No.032607
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 04 Solanki Kal
Original Sutra AuthorN/A
AuthorRasiklal C Parikh, Hariprasad G Shastri
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1976
Total Pages748
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy