SearchBrowseAboutContactDonate
Page Preview
Page 150
Loading...
Download File
Download File
Page Text
________________ નામાંકિત કુલો અને અધિકારીઓ [૧૧૯ મહાદેવ-નાગર જ્ઞાતિના દંડનાયક દાદાને પુત્ર, અવંતિમંડલને દંડનાયક (વિ. સં. ૧૧૫).૪૨ કુમારપાલને મહામાત્ય (વિ. સં. ૧૨૦૮-૧૨૧૬) કેશવ-જયસિંહદેવને સેનાપતિ, દધિપદ્રાદિમંડલમાં નિયુક્ત. એણે દધિપદ્ર(દાહેદ)માં ગોગનારાયણનું મંદિર બંધાવ્યું. ૩ ઉદયન(ઉદા)-મરુમંડલનો શ્રીમાલી વણિક અર્થોપાર્જન માટે કર્ણાવતીમાં આવ્યું ને લાછિ નામે છિપિકા(છીપણુ)ના સહકારથી ત્યાં વસી સંપત્તિમાન થયા. સમય જતાં એ “ઉદયન મંત્રી તરીકે ખ્યાતિ પામે, સિદ્ધરાજના રાજ્યકાલના અંતિમ ભાગમાં એ સ્તંભતીર્થમાં હતો ને એણે ત્યાં ભાવી રાજા કુમારપાલને આશ્રય આપે હતો.૪૩ કર્ણાવતીમાં એણે “ઉદયનવિહાર” બંધાવ્યો, જે ભૂત ભવિષ્ય અને વર્તમાન વીસ તીર્થકરોથી અલંકૃત હતા.૪૪ એ કુમારપાલના સમયમાં સૌરાષ્ટ્રમાં યુદ્ધ કરતાં મૃત્યુ પામ્યા. શત્રુંજય અને શનિકાવિહારના જીર્ણોદ્ધારની એની ઈચ્છા એના પુત્ર વાડ્મટ અને આમ્રભટે પાર પાડી.૪૪ ઉદયનને સુરાદેવી નામે પત્ની હતી. એનાથી વાડ્મટ (બાહડ) અને ચાહડ નામે બે પુત્ર હતા. એ વૃદ્ધ વયે વિધુર થતાં પુત્ર વાડ્મટના આગ્રહથી ફરી પરણ્યો ને એનાથી એને આમ્રભટ | (આંબડ) નામે પુત્ર થયો.૪૪ સાજન-મહં. જામ્બને વંશજ, સિદ્ધરાજે નીમેલો સુરાષ્ટ્રનો દંડાધિપતિ. એણે ઉજજયંત પર નેમિનાથનું પથ્થરનું મંદિર બંધાવ્યું. કુમારપાલના સમયમાં સં. ૧૨૦૭ માં દાન દેનાર ચિતડને દંડનાયક સજ્જનકપઅ એ હશે. વાભટ-સામને પુત્ર, જયસિંહદેવને મહામાત્ય, “વાભુટાલંકારને કર્તા લકમ-(૨)-કાયસ્થ કુલના મહામાત્ય વિદ્યારેમનો સુત, કુમારપાલના બનાવટી દાનશાસન(વિ. સં. ૧૨૦ ૧)માન લેખક. ૪૭ પ્રભાકર (?)-કુમારપાલને મહાસાંધિવિગ્રહિક, કુમારપાલના બનાવટી દાનશાસન| (વિ. સં. ૧૨૦ ૧)માંને દૂતક. ૪૮ વાપનદેવ-મહામંડલેશ્વર. એની કૃપાથી રાણા સાંકરસિંહ(વિ. સં. ૧૨૦૨)ને ઉચ્ચ પદ મળેલું.૪૯ સાંકરસિંહ-રાણે. એણે દધિપદ્રમાંના ગોગનારાયણ મંદિરને ભૂમિદાન દીધું.પ• વૈજાક-વયજલદેવ-કુમારપાલના સમયને નફૂલને દંડનાયક૫૧ એણે વાલહી (બાલી) ગામના એક દેવી મંદિરને ભૂમિદાન દીધું હતું (વિ. સં. ૧૨૧૬). વસરિ-કુમારપાલના સમયને લાટમંડલને દંડનાયકપર
SR No.032607
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 04 Solanki Kal
Original Sutra AuthorN/A
AuthorRasiklal C Parikh, Hariprasad G Shastri
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1976
Total Pages748
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy