SearchBrowseAboutContactDonate
Page Preview
Page 151
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૦ ] સેલંકી કાલ પ્ર. વાહડ(વાક્ષટ)-કુમારપાલનો મહામાત્ય(વિ. સં. ૧૨૧૩).૫૩ મંત્રી ઉદયનનો પુત્રપ૩ એણે શત્રુંજયના આદિનાથના લાકડાના મંદિરને બદલે પરનું મંદિર બંધાવ્યું (વિ. સં. ૧૨ ૧૧) ને પિતાના નામે શત્રુંજયની તળેટીમાં વસાવેલા બાહડપુરમાં ત્રિભુવનપાલ-વિહારમાં પાર્શ્વનાથની સ્થાપના કરી. પૂજા માટે ૨૪ બગીચા અને નગરને ફરતે કટ કરાવ્યું. આ તીર્થોદ્ધારમાં એણે એક કરોડ અને ૬૦ લાખનો ખર્ચ કર્યો.પ૩આ યશોધવલકુમારપાલને મહામાત્ય (વિ. સં. ૧૨૧૮),૫૪ કાણાગારાધિકારી૫૪માં આંબાક-શ્રીમાલ જ્ઞાતિના મહં. શ્રી રાણિગને પુત્ર. એણે ગિરનારમાં પાજ કરાવી (વિ. સં. ૧૨૨૨-૧૨૨૩).૫૫ રાજા કુમારપાલે એને સુરાષ્ટ્રને વહીવટ સે હતે.પપ કમરસિંહ-કુમારપાલને મહામાત્ય (વિ. સં. ૧૨૨૫).૧ વિ. સં. ૧૨૩૧ માં ઊંઝાના કાલસ્વામિદેવને ભૂમિદાન દેનાર રાજ. કુમારસિંઘએ આ લાગે છે. વાધૂય-કુમારપાલનો મહામાત્ય (વિ. સં. ૧૨૨૭)૫૭ ધવલ-કુમારપાલના સમયને એક અમાત્ય. એની પત્નીએ અણહિલવાડમાં બે મંદિર બંધાવ્યાં ને એને ભૂમિદાન દીધું.૫૮ આલિગ-કુમારપાલને ન્યાયાન પ્રધાન, ગૃહ પ્રધાનપુરુષપ૯ ચાહડ-કુમારપાલની હસ્તિશાલાને ઉપરી, માળવાનો રાજપુત્ર, સિદ્ધરાજનો પ્રતિપન્ન પુત્ર. એ સપાદલક્ષના રાજા આનાકના પક્ષમાં ભળી ગયો હતો. એ પિતાનું કાવતરું નિષ્ફળ જતાં કુમારપાલને મારવા એના કલહ પંચાનન ગજના કુંભસ્થલ પર પગ મૂકતાં ભૂમિ પર પડીને મૃત્યુ પામે. ચાહડ-ઉદયન મંત્રીને પુત્ર.અ અને કુમારસિંહ વગેરે સાત પુત્ર હતા. ત્રીજો પુત્ર પદ્ધસિંહ હતો. આ ચઉલિગ-કુમારપાલને એક મહાવત. એના અપરાધથી રાજા કુપિત થતાં એણે અંકુશ તજી દીધે. સામલ–એક મહામાત્ર. કુમારપાલે ચઉલિગની જગ્યાએ નીમેલે કલહપંચાનન ગજને મહાવત.૩ આંબડ(આમ્રભ૮)-કુમારપાલને મંત્રી. ઉદયન મંત્રીને પુત્ર. એણે “રાજપિતા મહકહેવાતા કોંકણના રાજા મલ્લિકાર્જુનને નાશ કરવાનું બીડું ઝડપ્યું
SR No.032607
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 04 Solanki Kal
Original Sutra AuthorN/A
AuthorRasiklal C Parikh, Hariprasad G Shastri
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1976
Total Pages748
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy