SearchBrowseAboutContactDonate
Page Preview
Page 108
Loading...
Download File
Download File
Page Text
________________ ૫ સુ] સાલકી રાજ્યની આથમતી ક્લા ચૌલુકયોના સહારે શેાધતા હતા. હવે સિંહની જગ્યાએ એને ભત્રીજો શખ (સંગ્રામસિંહ) સત્તારૂઢ થયા.૫૧ આમ સાલકી રાજ્ય છિન્નભિન્ન થઈ ગયુ. ભીમદેવના અમાત્યા અને માંડલિકા રવતંત્ર થઈ સત્તા પડાવતા ગયા. એમાં વાધેલ ગામના ચૌલુકય(સાલ કી) લવણુપ્રસાદ તથા એના પુત્ર વીરધવલે ધેાળકામાં રાણુક(રાણા) તરીકે સત્તા પ્રવર્તાવી. તેઓએ ધાર્યું. હાત તે તેએ અહિલવાડની રાજગાદી લઈ શકત, પરંતુ તેઓ ગુરરાજને વફાદાર રહ્યા.પર દરમ્યાન ઈ. સ. ૧૨૧૦ ના અરસામાં જયંતસિહુ નામે ચૌલુકયે ભીમદેવનુ રાજ્ય પડાવી લીધું.૫૩ અજુ નવર્માએ હરાવેલેા ગુજ પતિ જયસિંહ તે આ છે. એ પરાજયના અંતે એણે પરમાર રાજા સાથે લગ્નસબંધ બાંધી મૈત્રી સાધી.૫૪ સ. ૧૨૮૦(ઈ. સ. ૧૨૨૭)માં એણે અણુહિલપુરમાંથી ભૂમિદાન દીધું છે.૫૫ એના દાનશાસનમાં મૂલરાજ ૧ લાથી ભીમદેવ ૨ જા સુધીની વંશાવળી આપીને એને ‘એની (ભીમદેવની) પછી (એના) સ્થાને (રહેલા) મહારાજાધિરાજ-પરમેશ્વર-પરમભટ્ટારક' કહ્યો છે. એ પણ “ ઉમાપતિવરલબ્ધપ્રસાદ ’ હતા. ‘ એને સંપાદિત રાજ્યલક્ષ્મીએ પેાતે પસંદ કર્યાં હતા.’ એ ધણા પ્રતાપી હતા. ‘એણે ચૌલુકયકુલની કલ્પલતાનું વિસ્તરણ કરીને દુઃસમયરૂપી જલધિના જલમાં ડૂબેલા ભૂમિમંડલને ઉદ્ધાર કર્યાં હતા. દૈવરૂપી દાવાનલમાં બળેલી ગુજર ધરાને ખીન્ન કુરિત કરી હતી.’ એ ‘એકાંગવીર ’ બિરુદ ધરાવતા ને અભિનવ સિદ્ધરાજ' કહેવાતા. આ પરથી જયંતિસંહદેવે ભીમદેવને પદભ્રષ્ટ કરી, એની જગ્યાએ પેાતાની રાજસત્તા પ્રવર્તાવી ચૌલુકય રાજ્યનેા ઉદ્ધાર કરવા પ્રયત્ન કર્યાં હેાવાનુ ફલિત થાય છે. . ७७ આ દરમ્યાન લવણપ્રસાદ–વીરધવલે ધેાળકામાં રાણક તરીકે સત્તા દૃઢ કરી હતી. સં. ૧૨૭૬(ઈ. સ. ૧૨૨૦)માં પુરૈાહિત સામેશ્વરની ભલામણથી, ભીમદેવને વિનંતી કરી, પ્રાગ્વાટ(પારવાડ) કુલના વસ્તુપાલ તથા તેજપાલની પોતાના મહામાત્યા તરીકે નિમણૂક કરી હતી.પ૬ યાદવ રાજા સિંધણે લાટ દેશ પર ચડાઈ કરી ત્યારે વીરધવલે માંડલિક શંખ પાસેથી ખંભાત લઈ લીધું ને ત્યાં વસ્તુપાલની નિમણૂક કરી. શખે ખંભાત પર ચડાઈ કરી, પણ એમાં એ ફાવ્યા નહિ. વસ્તુપાલે ખંભાતમાં વ્યવસ્થા સ્થાપી ત્યાં પેાતાના પુત્ર જયંતસિંહને નીમ્યા (૧૨૨૩). સિધણે લાટ પર પહેલી વાર ચડાઈ કરી ત્યારે શંખે એને હરાવી પાછા કાઢેલે, પણ ખીજી વાર ચડી આવીને સિંધણે શ ંખને કેદ કર્યાં.૫૭ અણહિલવાડમાં ભીમદેવની જગ્યાએ જયંતસિ ંહનું રાજ્ય પ્રવતુ ત્યારે લવણુપ્રસાદે એ રાજા સાથે પણુ સારા સબંધ રાખ્યા લાગે છે, કેમકે જયંતસિહે
SR No.032607
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 04 Solanki Kal
Original Sutra AuthorN/A
AuthorRasiklal C Parikh, Hariprasad G Shastri
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1976
Total Pages748
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy