SearchBrowseAboutContactDonate
Page Preview
Page 107
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૬ ] સેલંકી કાલ [ . શાકંભરીમાં સોમેશ્વરને પુત્ર પૃથ્વીરાજ ૭ જે રાજ્ય કરતો હતો. એણે 'ભીમદેવને યુદ્ધમાં મારી નાખે એ વાત ખોટી છે, કેમકે ભીમદેવ તો પૃથ્વીરાજને દેહાંત પછી લગભગ ૫૦ વર્ષ સુધી હયાત હતો, છતાં આબુ પાસે પૃથ્વીરાજ અને ભીમદેવનાં સભ્યો વચ્ચે વિગ્રહ થયો હતો એ નિશ્ચિત છે. અંતે ભીમદેવના મહામાત્ય જગદેવ પ્રતીહારે પૃથ્વીરાજ સાથે સંધિ કરી(ઈ.સ. ૧૧૮૭ પહેલાં૫). ઈ. સ. ૧૧૯૨ માં પૃથ્વીરાજનો મુઇઝુદ્દીન મુહમ્મદના હાથે પરાજય થય ને એને દેહાંત દંડની સજા થઈ. મુહમ્મદ ઘોરીના માનીતા અમીર કુબુદ્દીન અયબેકે ઈ. સ. ૧૧૯૭ માં અણહિલવાડ પર ચડાઈ કરી અને સોલંકી સેનાને હરાવી શહેર લૂંટવું. આ યુદ્ધમાં આબુના રાજા ધારાવર્ષ તથા એના ભાઈ પ્રહલાદનદેવે મુસ્લિમ ફોજનો સામનો કરવામાં ભીમદેવને મદદ કરી હતી. થોડા વખતમાં સોલંકી સિને મુસ્લિમ ફોજને પાછી ચાલી જવાની ફરજ પાડી. એમાં -વાઘેલા રાણા લવણુપ્રસાદે અગ્રિમ ભાગ લીધો હતો.૪૬ અયબેક કને જના રાજા જયચંદ્રને યુદ્ધમાં માર્યો. મુહમ્મદ ઘોરીનું મૃત્યુ થતાં અયબેકે હિંદુસ્તાનમાં પિતાની સલ્તનત સ્થાપી (ઈ.સ. ૧૨૦૬). એ પહેલાં એના સરદાર મુહમ્મદ બખિયાર ખલજીએ બંગાળા અને બિહાર જીતી લીધાં. છતાં ગુજરાતમાં સે વર્ષ સુધી હિંદુ રાજ્ય ટકી રહ્યું એ નોંધપાત્ર ગણાય. માળવામાં પરમાર રાજા વિધ્યવર્માએ ધારાનગરી કબજે કરી હતી. એના પુત્ર સુભટવર્માએ ગુજરાત પર ચડાઈ કરી ડભોઈ, ખંભાત, અણહિલવાડ અને સોમનાથ તરફ વિજયકૂચ કરી, પરંતુ સામંત લવણપ્રસાદને રસ્તામાં અડગ ઊભેલા જોઈને સુભટવ પાછો વળી ગયો.૪૭ સુભટવર્યા પછી એને પુત્ર અર્જુનવર્મા ગાદીએ આવ્યો. એણે પણ ગુજરાત પર ચડાઈ કરી. આ સમયે જયસિંહ નામે ચૌલુક્ય ગુજરપતિ થઈ ગયો હતો. અજુનવર્માએ પર્વગિરિ(પાવાગઢની તળેટીમાં - જયસિંહને હરાવી એની પત્ની જયશ્રીનું હરણ કર્યું. મદન કૃત “પારિજાતમંજરી માં આ યુદ્ધનું તથા જયશ્રીને લગ્નનું નિરૂપણ છે. આ યુદ્ધ સં. ૧૨૬૭ '(ઈ.સ. ૧૯૧૧) પહેલાં બન્યું, કેમકે અજુનદેવના એ વર્ષના દાનપત્રમાં એને ઉલ્લેખ થયો છે.૪૮ ભીમદેવનો ઉલ્લેખ એ પહેલાં ઈ. સ. ૧૨૦૦ સુધીના લેખમાં આવે છે.૪૯ અજુનવર્માએ સં ૧૨૭૦(ઈ.સ. ૧૨૧૪)માં ભરૂચમાં સત્તા જમાવી હતી. ત્યારે ત્યાં સિંહ નામે ચાહમાન સામંતની સત્તા પ્રવર્તતી હતી દેવગિરિના યાદવ રાજાએ લાટ પર ચડાઈ કરી ત્યારે પરમારની મદદ ન મળતાં એ
SR No.032607
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 04 Solanki Kal
Original Sutra AuthorN/A
AuthorRasiklal C Parikh, Hariprasad G Shastri
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1976
Total Pages748
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy