SearchBrowseAboutContactDonate
Page Preview
Page 109
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૮ ] સેલંકી કાલ [ J, સં. ૧૨૮૦(ઈ. સ. ૧૨૨૪)માં જે ભૂમિદાન દીધું તે લવણપ્રસાદે પિતાનાં માતા' પિતાના નામે બંધાવેલાં શિવાલયોને દીધું હતું. જયંતસિંહની રાજસત્તા પંદરેક વર્ષ (લગભગ ઈ. સ. ૧૨૧૦ થી ૧૨૨૫) ટકી. સેલંકી રાજ્યનું સંરક્ષણ એ પછી થેડા વખતમાં ભીમદેવે પિતાની સત્તા પાછી મેળવી.પ૭ એણે - એ કેવી રીતે પાછી મેળવી એની માહિતી ઉપલબ્ધ નથી, પરંતુ સં. ૧૨૮૦ . (ઈ. સ. ૧૨૨૪) પછી જયંતસિંહ વિશે કંઈ નિર્દેશ આવતો નથી, જ્યારે સં. ૧૨૮૩(ઈ. સ. ૧૨૨૬)થી ભીમદેવ પાછે દાનશાસન ફરમાવ્યા કરે છે એ હકીકત છે. હવે તે એ “અભિનવ સિદ્ધરાજ' ઉપરાંત “સપ્તમ ચક્રવર્તી” કહેવાતો, છતાં વાસ્તવમાં સેલંકી રાજ્યનું રક્ષણ લવણપ્રસાદ કરે. ભીમદેવે એને પિતાના રાજ્યનો “સર્વેશ્વર’ બનાવ્યો ને વીરધવલને એને યુવરાજ ની.૫૮ થોડા વખતમાં દેવગિરિના યાદવ રાજા સિંઘણે ગુજરાત પર ચડાઈ કરવા - પ્રયાણ કર્યું. લડાઈને ભયથી લોકોમાં ખળભળાટ મચ્યો. ખબર મળતાં લવણપ્રસાદ સિન્ય લઈ સામો ગયો. સિંઘણની સેના તાપી સુધી આવી ને લવણપ્રસાદે મહી તરફ કૂચ કરી. ભરૂચ પાસે બંને સન્યાએ પડાવ નાખે. એવામાં ઉત્તર- માંથી મારવાડના ચાર રાજાઓ ચડી આવ્યા. ગોધરા અને લાટના માંડલિક એમની સાથે ભળી ગયા. લવણુપ્રસાદ સિંઘણ સાથે તાત્કાલિક સંધિ કરી એને પાછા કાઢો (સં. ૧૨૮૮-ઈ. સ. ૧૨૩૨ માં કે એ પહેલાં૫૯). લવણપ્રસાદ વિરધવલે મારવાડના રાજાઓને વશ કર્યા. ૦ મીલચ્છીકાર અર્થાત પ્રાયઃ “અમીરે શિકારે” મેવાડની રાજધાની નાગદા - જીતી ગુજરાત પર ચડાઈ કરી ત્યારે વસ્તુપાલે આબુના રાજા ધારાવર્ષ પાસે - મુરિલમ ફેજને આબુના ઘાટમાં અંતરાવી એના સૈનિકોમાં શિર ઉડાવી દીધાં એવી રજૂઆત થઈ છે. આ “અમીરે શિકાર” તે અલ્તમશ શમ્સદ્દીન હોવો જોઈએ. એવી રીતે મુઇઝુદ્દીનની માતા મક્કાની હજ કરવા જવા ગુજરાત - આવી ત્યારે વસ્તુપાલે યુક્તિ વડે એને ઉપકૃત કરી સુલતાનની મૈત્રી સાધી એવી - પણ અનુશ્રુતિ છે.? આ મુઇઝુદ્દીન એ અલ્તમશનો પુત્ર મેઈઝુદ્દીન બહરામ (ઈ.સ. ૧૨૪૦-૧૨૪૨) હશે ? તેજપાલે ગોધરાના રાજા ઘૂઘુલને વશ કર્યો. ૪૪ સં. ૧૨૯૪(ઈસ. ૧૨૩૮)માં વરધવલનું અને સં. ૧૨૯(ઈ.સ. ૧૨૪૦) માં વસ્તુપાલનું મૃત્યુ થયું.૫ વરધવલને ઉત્તરાધિકાર એના પુત્ર વીસલ
SR No.032607
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 04 Solanki Kal
Original Sutra AuthorN/A
AuthorRasiklal C Parikh, Hariprasad G Shastri
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1976
Total Pages748
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy