SearchBrowseAboutContactDonate
Page Preview
Page 529
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૦૨] ઈતિહાસની પૂર્વભૂમિકા tપ્ર. 88. JBBRAS, Vol. VII, p. 30 84. JRAS, Vol. XII, p. 5 Yf. JBBRAS, Vol. VII, p. 115; Vol. VIII, p. 247 89. JRAS (NS), Vol. IV, p. 90 xc. Fleet, CII, Vol. III, Introduction ૪૯. હ. ગં. શાસ્ત્રી, “મૈત્રકકાલીન ગુજરાત”, પરિશિષ્ટ ૧-૨ 40-41. Sachau, Alberuni's India, Vol. II, p. 7 42. IA, Vol. XI, p. 242 ૫૩. વર્ષ માટે ત્યારે સંવત શબ્દ પ્રયોજાતો, જે વસ્તુત: સવાસર નું સંક્ષિપ્ત રૂપ છે. સંવત ને બદલે સંવ કે તું એવું વધુ સંક્ષિપ્ત રૂપ પણ પ્રજાતું. હાલ જેને સંવત (Era) કહીએ છીએ તે અર્થમાં ત્યારે જ શબ્દ પ્રયોજાતો. ૧૪ ધરસેન બીજાના સં. ૨૫૪ને દાનપત્રમાં વૈશાખ વદ ૧૫ ને દિવસે સૂર્યગ્રહણ જણાવવામાં આવ્યું છે (મૈ. ગુ, પરિ. ૧, નં ૨૯). ૫૫. ધરસેન ચોથાના સં. ૩૩૦ના દાનશાસનમાં દ્વિતીય નાગરિકને મૈ. ગ, પરિ. ૧, નં. ૫૯), શીલાદિત્ય ૩ જાના સં. ૧૩ ના દાનશાસનમાં દ્વિતીય આષાઢને (એજન, નં. ૬૩) અને એ જ રાજાના સં. ૩૫૭ ના દાનશાસનમાં દ્વિતીય પોષને (એજન, ન. ) ઉલ્લેખ આવે છે. પ૬, હ. ગં. શાસ્ત્રી, “મૈત્રકકાલીન ગુજરાત”, પૃ. ૭૭ થી જયારે ચાંદ્ર માસ દરમ્યાન સૂર્યની એક રાશિમાંથી બીજી રાશિમાં સંક્રાંતિ ન થાય ત્યારે એ માસને “અધિક માસ” ગણવામાં આવે છે. મધ્યમ માનની સ્થલ પદ્ધતિ પ્રમાણે ચાંદ્ર માસ હંમેશાં સૌર માસ કરતાં કે રહેતો હોવાથી એમાં ગમે તે માસ અધિક હોવો સંભવે છે, પરંતુ સ્પષ્ટ માનની સફલ્મ પદ્ધતિ પ્રમાણે શિયાળામાં ચાંદ્ર માસ કરતાં સૌર માસ કે થતો હોવાથી માગસર અને પોષમાં સૂર્યની સંક્રાતિ ન થાય એવું ભાગ્યેજ સંસવે છે ને એ કારણે એ બે માસમાં અધિક માસ આવે એવું જવલ્લે જ બને છે (હ. ગં. શાસ્ત્રી, મિ. ગુ, પૃ. ૫૭૯, પા. ટી. ૭૩). મેષાદિ પદ્ધતિના પ્રાચીન નિયમને અનુસરતા કાલમાં અધિક માસ હંમેશાં દ્વિતીચ માસ જ ગણાતા ને મૈત્રક રાજ્યનાં દાનશાસનમાં દ્વિતીય માસની જે મિતિઓ આપવામાં આવી છે તે અધિક માસની જ હોવાનું જણાય છે. દાનને મહિમા અધિક માસમાં ગણાતો એ કારણે આ સ્વાભાવિક ગણાય. હાલ ચાંદ્ર માસનું નામ એ માસના આરંભમાં રહેલી સુર્યની રાશિ અનુસાર પાડવામાં આવે છે. એમાં સર્યની મીનાદિ રાશિમાં શરૂ થતો ચાંદ્ર માસ અનુક્રમે ચૈત્રાદિ કહેવાય છે, પરંતુ પ્રાચીન કાળમાં સૂર્યની મીનાદિ રાશિમાં શરૂ થતા ચાંદ્ર માસને બદલે સૂર્યની મેષાદિ રાશિમાં પૂરે થતો ચાંદ્ર માસ અનુકમે ચિત્રાદિ ગણાય એવી પદ્ધતિ પ્રચલિત હતી. માસના આરંભે સૂર્યની મીનાદિ રાશિ હોય ને માસના અંતે એની મેષાદિ રાશિ હોય એ બંને પદ્ધતિ અનુસાર માસનું ચિત્રાદિ નામ પાડવામાં સામાન્ય રીતે કંઈ ફરક પડતો નથી, પરંતુ અધિક માસના નામકરણમાં ફેર પડે છે. દા.ત. મીનાદિ પદ્ધતિએ જે અધિક માસ પ્રથમ ચૈત્ર ગણાય તે મેષાદિ પદ્ધતિએ દ્વિતીય ફાલ્ગન ગણાતો (એજન, પૃ. ૫૮૦, પા, ટી, છ૭).
SR No.032604
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 01 Itihasni Purva Bhumika
Original Sutra AuthorN/A
AuthorRasiklal C Parikh, Hariprasad G Shastri
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1972
Total Pages678
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy