SearchBrowseAboutContactDonate
Page Preview
Page 521
Loading...
Download File
Download File
Page Text
________________ કહ૪] ઈતિહાસની પૂર્વભૂમિકા મિ. આરંભમાં હિજરી સનનાં વર્ષ ચાં-સૌર હતાં. મહમ્મદ પયગંબરના જીવનના અંતભાગ સુધી અર્થાત હિ. સ. ૧૦ (ઈ.સ. ૬૩૨) સુધી આ સંવતમાં અધિક માસ ઉમેરવામાં આવતું. તિષશાસ્ત્રની દૃષ્ટિએ ૮ વર્ષમાં ૩ વખત અથવા ૧૯ વર્ષમાં ૭ વખત અધિક માસ ઉમેરવામાં આવતા, પરંતુ આ અધિક માસને લીધે અરબ લોકો ગૂંચવણમાં પડવા લાગ્યા અને ધીરે ધીરે અધિક માસ નાબૂદ કરી ૧૨ ચાંદ્ર માસનું હિજરી વર્ષ ગણાવું શરૂ થયું. અરબસ્તાનમાં દિવસે સૂર્યાસ્તથી શરૂ થતા અને બીજા દિવસના સર્યરત સમયે પૂરા થતા. મહિનાને આરંભ પણ ચંદ્રની પહેલી કલાના દર્શનથી થતો. હિજરી સનના માસની લંબાઈ ર૯ દિવસ, ૧૨ કલાક, ૪૪ મિનિટ અને ૨ સેકન્ડ૧૨૦ હેવાથી એના માસ એકાંતરે ૩૦ દિવસના અને ર૯ દિવસના ગણાય છે, પરંતુ ચાંદ્ર માસનું પ્રમાણ ૨૯ દિવસ કરતાં ૪૪ મિનિટ વધારે હોઈ દરેક ૩૦ વર્ષમાંથી ૧૧ વર્ષમાં છેલ્લા મહિનામાં ૧ દિવસ ઉમેરવામાં આવે છે. જે હિજરી સંવતના વર્ષને ૩૦ વડે ભાગતાં શેષ ૨, ૫, ૭, ૧૦, ૧૩, ૧૬, ૧૮, ૨૧, ૨૪, ૨૬ કે ૨૯ રહે તો જ “લુત વર્ષ” ગણાય. એમાં છેલે માસ ૨૯ ને બદલે ૩૦ દિવસને ગણવામાં આવે છે. ૧૨૧ ચાંદ્ર વર્ષ સૌર વર્ષ કરતાં ૧૧ દિવસ ટૂંકું હોઈ સૌર વર્ષનાં માસ અને ઋતુઓ સાથે એનો મેળ મળતો નથી, આથી હિજરી સનનું વર્ષ વિક્રમ સંવતના ચાંદ-સૌર વર્ષ અને ઈસ્વી સનના સૌર વર્ષ કરતાં આગળ જતું જાય છે, આથી વિક્રમ સંવત તથા ઈસવી સન અને હજરી સન વચ્ચેનું અંતર ધટતું જાય છે. હિજરી સનનું પહેલું વર્ષ ઈ. સ. ૬૨૨ માં શરૂ થાય છે, જ્યારે અર્જુનદેવના લેખમાં આવતા હિજરી સન ૪૨૨ અને ઈસ્વી સન વચ્ચેનું અંતર ૬૦૨ રહે છે. એ જ પ્રમાણે હિજરી સનનું ૧ લું વર્ષ વિક્રમ સંવતના ૬૭૭ વર્ષ પછી શરૂ થાય છે, જ્યારે હિજરી સન ૬દર અને વિક્રમ સંવત ૧૩૦ વચ્ચે તફાવત ૬૫૮ નો રહે છે. આમ વિક્રમ સંવત અને હિજરી સન ૨૨ તેમજ ઈવો સન અને હિજરી સન વચ્ચેનો તફાવત એકસરખે રહેતો નથી. હિજરી સન ૬૬ર વાળા લેખમાં આ સનના મહિના અને તારીખને ઉલ્લેખ કરવામાં આવ્યો નથી, પરંતુ વિક્રમ સંવતની સાથે આ સંવતને પ્રયોગ થયો હોવાથી અને ભારતીય પ્રણાલિનાં માસ, તિથિ અને વારનો ઉલ્લેખ થયો હેઈ વિક્રમ સંવતનાં વર્ષ કાર્નિકાદિ હતાં એમ સાબિત કરવામાં હિજરી સનનું વર્ષ સહાયરૂપ થયું છે.
SR No.032604
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 01 Itihasni Purva Bhumika
Original Sutra AuthorN/A
AuthorRasiklal C Parikh, Hariprasad G Shastri
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1972
Total Pages678
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy