SearchBrowseAboutContactDonate
Page Preview
Page 520
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩ મું ). કાલગણના [૪૦ * આમ શ્વેતાંબર તથા દિગંબર સંપ્રદાયમાં વીરનિર્વાણુ સંવતને આરંભ વિક્રમ સંવતની પૂર્વે ૪૭૦ વર્ષ પહેલાં અને શક સંવતની પૂર્વે ૬૦૫ વર્ષ અને ૫ માસ પહેલાં થયો હેવાની પરંપરા લાંબા કાલથી પ્રચલિત છે. મહાવીર સ્વામીનું નિર્વાણ દિવાળીને દિવસે થયું ગણાતું હોઈ આ સંવત કાર્તિક સુદિ ૧ થી શરૂ થય ગણાય છે, આથી વિક્રમ સંવતના કાર્નિકાદિ વર્ષમાં હમેશાં ૪૭૦ ઉમેરવાથી વીરનિર્વાણ સંવતનું વર્ષ આવે છે, જયારે શક સંવતના વર્ષમાં રૌત્રથી આસો સુધી ૬૦૪ અને કાર્તિકથી ફાગણ સુધી ૬૦૫ ઉમેરવા પડે.૧૧૩ વીર નિર્વાણ સંવતના વર્ષમાંથી કા. સુ. ૧ થી ૩૧ મી ડિસેમ્બર સુધી પર૭ અને ૧ લી જાન્યુઆરીથી ફા. વ. ૩૦ સુધી પરદ બાદ કરવાથી ઈસ્વી સનનું વર્ષ આવે છે.૧૧૪ આ સંવત બહુધા જૈન ગ્રંથમાં અને કવચિત જૈન અભિલેખામાં પ્રયોજાયો છે. ૧૧૫ જૈન પંચાંગમાં વીરનિર્વાણ સંવત તથા વિક્રમ સંવતનાં વર્ષ આપવામાં આવે છે. ૯. હિજરી સન અર્જુનદેવના વેરાવળવાળા લેખમાં આ સંવતને સૌ પ્રથમ પ્રયોગ થયેલે જોવા મળે છે. આ લેખમાં આ સંવતનું નામ વોર રજૂર મહંમદ્ સંવત્ એવું આપવામાં આવ્યું છે. પયગંબર મહંમદની હિજરતથી શરૂ થયેલા આ સંવતને હાલ હિજરીસન તરીકે ઓળખવામાં આવે છે. ગુજરાતમાં આ સંવતના પ્રોગવાળો આ સૌથી પ્રથમ લેખ છે. ૧૧૭ આ લેખમાં આ સંવતની સાથે બીજા ત્રણ સંવત–વિક્રમ, વલભી અને સિંહ–નો પણ ઉલ્લેખ થયેલો છે; જોકે આ લેખમાં માસ અને તિથિને નિર્દેશ ભારતીય પ્રણાલી અનુસાર થયો છે. - હિજરી સન મૂળ અરબસ્તાનમાં ઉત્પન્ન થયેલ. “હિજરી' શબ્દ “હિ” ધાતુ પરથી બનેલ છે, જેને અર્થ છૂટા પડવું એ થાય છે. ઈસ્લામના સ્થાપક મહમ્મદ પયગંબરે મક્કાથી મદીના હિજરત કરી ત્યારથી આ સંવતનો આરંભ થયેલ મનાય છે. મહમ્મદ સાહેબે ઈ. સ. ૬૨૨ ની ૨૨ મી સપ્ટેબરે એટલે કે ઈસ્લામના પ્રથમ રબિયા માસના ૯મા દિવસે મકકાથી હજ શરૂ કરેલી, પરંતુ હિજરી સંવતની શરૂઆત ઈ.સ. ૬૨૨ ની ૧૫ મી જુલાઈ ૧૧૮ એટલે કે ઇસ્લામના પહેલા માસ મહોરમના પ્રથમ દિવસથી અર્થાત મહમ્મદ પયગંબરની હજના આરંભના દિવસથી ૬૮ દિવસ વહેલી થયેલી માનવામાં આવે છે. ૧૧૯
SR No.032604
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 01 Itihasni Purva Bhumika
Original Sutra AuthorN/A
AuthorRasiklal C Parikh, Hariprasad G Shastri
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1972
Total Pages678
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy