SearchBrowseAboutContactDonate
Page Preview
Page 522
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩ 3] ૧૦. આર્મેનિયન સવત હતા. ગુજરાતમાં આર્મેનિયન પ્રિતીએ મુધલ કાલમાં વસતા અમદાવાદ, સુરત૧૨૫ વગેરે થળેાએ એમની કબરે આવેલી છે. ૧૨૪ ફાલગના ૪૫ ૧૨૩ આ સંવતને પ્રસાર ક્રરનાર આર્મેનિયન લોકેાનો પ્રદેશ આર્મેનિયા કાળા સમુદ્રની દક્ષિણે તેમજ ઈરાનની ઉત્તરપશ્ચિમે આવેલ છે. આર્મેનિયન લેાકાને સ.વત આર્મેનિયન સ ́વત' તરીકે ઓળખાય છે. આ સંવતના આરંભ ૧૧ મી જુલાઈ, ઈ. સ. ૧૫૨ થી થયેલા મનાય છે. વ્યવહારમાં આર્મેનિયન લેાકેાએ ઇજિપ્તના જૂના સંવતનાં અનિશ્ચિત વર્ષોના પ્રયાગ કર્યાં, પરંતુ ધાર્મિક રીતે તે। જુલિયન કૅલેન્ડરનાં વર્ષા મુજબ તે ગણતરી કરતા. એ અનુસાર દર ચોથું વર્ષ ૩૭૬૬ દિવસનુ હાય છે, આથી તહેવારો બધી જ ઋતુઓમાં અને વ્યવહારમાં એક જ વખતે આવે છે. આર્મેનિયન લેાકા યુરાપિયના સાથેના વ્યવહારમાં આર્મેનિયન સંવત અને જુલિયન કૅલેન્ડરનાં વર્ષાના પ્રયાગ ૧૨૬ કરતા. આ સંવતના મહિના તેમજ દિવસ જુદી રીતે ગણાતા, પરંતુ અહી પ્રયેાજાયેલી મિતિએ તે ઈરવી સનનાં મહિના અને તારીખો પ્રમાણે ગણાતી. ઈરવી સન અને આ સંવત વચ્ચેને તફાવત ૫૫૨ ના રહે છે, એટલે કે આ સંવતના વર્ષોમાં ૫૫ર ઉમેરવાથી ઈરવી સનનેા આંકડા મેળવી શકાય છે. ૧૧. ખ્રિસ્તી સંવત ખ્રિસ્તી સંવત હાલ સમસ્ત પૃથ્વી ઉપર અતિપ્રચલિત છે. એના આરંભ રેશમ શહેરની સ્થાપનાના ૭૫૪ મા વર્ષની પહેલી જાન્યુઆરીથી થયેલા મનાય છે. આ સંવત જેમની સાથે સકળાયેલ છે તે ઈસુ ખ્રિસ્તના જન્મ ત્યારે રેમસ્થાપનાના ૭૫૩ મા વર્ષોંની ૨૫મી ડિસેમ્બરે થયેલા માનવામાં આવેલા. આગળ જતાં સંશોધનના પરિણામે એમના જન્મ વસ્તુતઃ એની પહેલાં ૪ (કે ૮ )વ વહેલા, પ્રાય: ઈ. પૂ. જન ૫ મી એપ્રિલ ને શુક્રવારે થયેલા એમ પ્રતિપાદિત થયું છે. ૧૨૭ આ સંવતના પ્રવક ઇટાલીને શક જાતિને ડિએનિસીસ એસીગસ નામના સાધુ ( લગભગ ઈ. સ. ૪૯ ૬-૫૪૦) હતા. એણે ઈ. સ. ૫૨૫ માં પેપ સેઈન્ટ જોન ૧ લાની વિનંતીથી ઈસ. ૨૮ થી શરૂ થતા એલેકઝાન્ડ્રિયન સંવતમાં સુધારા કરી ઈસુ ખ્રિસ્તના જન્મથી ગણના કરી ખ્રિસ્તી સંવતના આરંભ કર્યાં.
SR No.032604
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 01 Itihasni Purva Bhumika
Original Sutra AuthorN/A
AuthorRasiklal C Parikh, Hariprasad G Shastri
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1972
Total Pages678
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy