SearchBrowseAboutContactDonate
Page Preview
Page 421
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૯૪] ઈતિહાસની પૂર્વભૂમિકા કેરિલાપુર-કેરિલા : નર્મદા નદીના તીરકાંતમાં એક કોરિલાપુરને સ્કંદપુરાણમાં ઉલ્લેખ થયેલું છે, જે ૨૭ જ્યાં દેઢ કરોડ તીર્થ હોવાનું કહ્યું છે. પુરાણમાં સેંધાયેલા નગરને કેરિલા તરીકે ગુર્જરનૃપતિવંશના રાજા જ્યભટ ૩ જાના ઈ. સ. ૭૦૬ ના દાનશાસનમાં સગડ મળે છે. જે કાયાવતાર : આ સ્થળને ઉલેખ ગુર્જરનૃપતિવંશના જયભટ ૩ જાના ઈ. સ. ૭૦૬ ને દાનશાસનમાં રાજાની છાવણીના સ્થાન તરીકે થયે છે.૧૯ શિવના અવતાર તરીકે લેખાયેલા, પાશુપત સંપ્રદાયના સંસ્થાપક, લકુલીશને જન્મ આ “કાયાવતાર-કાયાવરોહણ (‘કરેહણ” નામ પણ મળે છે)માં થયે કહ્યો છે ૧૭૦ આજનું “કારણે નામ આ નગરના “કાયાવરોહણ એવા પ્રચલિત નામ ઉપરથી આવેલું છે. ૭૧ આ કારણે વડોદરા જિલ્લાના ડભોઈ તાલુકામાં ડાઈની પશ્ચિમે પંદરકે કિ.મી. (૧૧ માઈલ) ઉપર આવેલું તીર્થસ્થાન છે. દર્ભવતી-દભવતી : ડભોઈની ઈસ. ૧૨૫૩ની વૈદ્યનાથપ્રશરિતમાં વિસલદેવ વાઘેલાએ શ્રીવૈદ્યનાથના મંદિરને જીર્ણોદ્ધાર કરાવ્યો હોવાનું જાણવામાં આવ્યું છે, પરંતુ અભિલેખના સંખ્યાબંધ શબ્દ નષ્ટ થઈ ગયેલા હેઈ નગરનું નામ જળવાયેલું જોવા મળતું નથી; પણ સોલંકી રાજા ભીમદેવ ૨ જા ના રાજ્યકાલમાં ઈ. સ. ૧૧૫ માં એક ગ્રંથ લાદેશની ‘દર્ભાવતી'માં લખાયાનું જાણવામાં આવ્યું છે; તે ગિરનાર ઉપરના વસ્તુપાલ-તેજપાલના સમયના ઈ. સ. ૧૨૩૨ ના છ અભિલેખમાં અણહિલપુર” “ભૃગુપુર સ્તંભનપુર સ્તંભતીર્થ” “દર્ભવતી “ધવલક્કક' એમ નગરોમાં નવાં દેરાસર અને દેરાસરોના જીર્ણોદ્ધાર કર્યાનું સૂચવ્યું છે ત્યાં એક સ્થાન તરીકે એ નિર્દેશાયું છે. ૧૭ અહીં વીસલદેવને જન્મ થયે કહેવાય છે. ૧૯૪ વીસલદેવના સમયના વૈદ્યનાથ-મંદિરના ભગ્નાવશેષ અને ડભોઈના કિલ્લાના દરવાજા એની પ્રાચીન જાહેરજલાલીને આજે પણ ખ્યાલ આપી રહેલા છે. આ ડભોઈ વડોદરા જિલ્લાના ડભોઈ તાલુકાનું વડું મથક છે. સંગમખેટક ગુર્જરનૃપતિવંશના દ ર જા(પ્રશાંતરાગ)નાં ઈ. સ. ૬૪રનાં બે દાનશાસનમાં “સંગમખેટકવિષયમાં આવેલાં બે ગામોની જમીન દાનમાં આપ્યાનું મળે છે. ૧૭૫ ઊંછ અને એર નદીઓના સંગમ ઉપર આવેલું હોઈ એ “સંગમબેટક તરીકે જાણીતું થયેલું. એ વિષયનું વડું મથક, હાલનું “સંખેડા, વડેદરા જિલ્લાના સંખેડા તાલુકાનું મુખ્ય મથક છે, જે હાલ ખરાદીકામના હુન્નર માટે જાણીતું છે.
SR No.032604
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 01 Itihasni Purva Bhumika
Original Sutra AuthorN/A
AuthorRasiklal C Parikh, Hariprasad G Shastri
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1972
Total Pages678
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy