SearchBrowseAboutContactDonate
Page Preview
Page 422
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રાચીન ભોગાલિક ઉલ્લેખા ( ૫ કણિકા ઃ આ સંજ્ઞાના ‘ભુક્તિ' એવા વહીવટી વિભાગ તરીકેને ઉલ્લેખ રાષ્ટ્રકૂટરાજા કર્ક સુવર્ણવના ઈ. સ. ૮૧૬ ના દાનશાસનમાં થયેલા છે. ૧૭૭ એ ભુક્તિના વડા મથક કણિકા’ના ઉલ્લેખ કટચ્યુરિ રાજા તરલસ્વામીના ઈ. સ. ૫૯૫ ના માંકણીનાં પતરાંમાંના દાનશાસનમાં પણ આવે છે. ૧૭૮ આ દાનપત્ર બનાવટી હાવાનુ અને એ આઠમી સદીમાં ઉપજાવ્યું હાવાનું માલૂમ પડયું. છે. ૬૭૯ ‘મ કણિકા' એ વડાદરા જિલ્લાના સંખેડા તાલુકામાં આવેલુ માંકણી' છે, જ્યાંથી તલસ્વામીના દાનશાસનનુ પહેલુ' (સ'ભવતઃ ખીજુ` પણુ) પતરુ મળ્યુ છે. KY] ત’ડુલપક : કટન્ચુરિ રાજા શંકરગણુના ભોગિકપાલક નિરિહુલ્લકના બલાધિકૃત શાંતિલ્લના ઈ. સ.ની ૬ ઠ્ઠી સદીના છેલ્લા ચરણના દાનશાસનમાં કાઈ વહીવટી વિભાગના વડા મથક તરીકે ‘ત ુલપત્રક’ના ઉલ્લેખ થયેલા છે.૧૮૦ ‘તડુલપાક’ એ વડેાદરા જિલ્લાના સંખેડા તાલુકામાં સંખેડાથી ઉત્તર-પૂર્વે ૧૬ કિ.મી. (દસ માઈલ) ઉપર આવેલુ' તાંદળજા' લાગે છે. નાંદીપુરી-નાંદીપુર- નંદપુર-ન દ્રુપદ્ર : ગુર્જરનૃપતિવંશના ૬ ૨જાનાં ઈ. સ. ૬૨૯ અને ૬૩૪ નાં દાનશાસન ‘નાંદીપુરી'માંથી અને ઈ. સ. ૬૪૨ નાં એ ‘નાંદીપુર’માંથી આપવામાં આવ્યાં હતાં. જયલટ ૩ જાના ઈ. સ. ૭૧૦ ના દાનશાસનમાં ‘નાંદીપુર’ના વિષય તરીકે ઉલ્લેખ થયેલા છે.૬૮૧ હકીકતે ‘નાંદીપુરીનાંદીપુર' ગુર્જરનૃપતિવ’શની રાજધાની સમજાય છે. ખૂબ મેાડેથી, ઈ. સ. ૧૦૭૭ માં, નાંદીપુરમાં નિખાઈ કુલના કાઈ ત્રિવિક્રમપાલનું શાસન જાણવામાં આવે છે, જેણે ‘નાગસારિકામ’ડેલ’ના ‘વાટપદ્રકવિષય’માં ‘વૈશ્વામિત્રી' નદીના તટે અને શુકલતીર્થાંમાં દાન આપ્યાં છે.૧૮૨ એ પછી છેક ઈ. સ. ૧૨૯૧ માં વૈજપાયન રાજવંશના જૈસિંહનું શાસન ‘નંદપુર—નંદદ્ર’માં કહેવામાં આવ્યું છે;૧૮૩ એને એના દાનશાસનમાં ‘ન‘દાતટમુકુટભૂત' કહેવામાં આવ્યું છે અને એમાં ‘નદપદ્રીય દેશ' પણ કહેલ છે. આા નાંદીપુરીના રચનિયમાં મતભેદ નોંધાયેલા છેઃ ગૂલરે ભરૂચની પૂર્વે જડેશ્વરના દરવાજાની બહાર આવેલા એ જ નામના જૂના કિલ્લા નાંદીપુરી’ ઢાવાના મત આપેલેા; કનૈયાલાલ મુનશીનું પણુ વલણ એ પ્રકારનુ` હતુ'; પરંતુ ભગવાનલાલ ઇંદ્રજીએ રાજપીપળા વિભાગના હાલના નાંદોદને માટે મત આપ્યા હતા, જે વધુ બંધ બેસે છે.૧૮૪ હરિપ્રસાદ શાસ્ત્રીએ મા પાછલા મતનું સમન કર્યુ છે.૧૮૫ આ નાંદાદ ભરૂચ જિલ્લાના નાંદાદ તાલુકાનું વડું મથક છે.
SR No.032604
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 01 Itihasni Purva Bhumika
Original Sutra AuthorN/A
AuthorRasiklal C Parikh, Hariprasad G Shastri
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1972
Total Pages678
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy