________________
૧૧
પ્રાચીન ભોગોલિક ઉલલેખે
અને હાલ વડેદરાની હદમાં સમાઈ ગયેલું “અકોટા” છે. સુવર્ણવર્ષ કર્કરાજના ઈ. સ. ૮૧૨ ના દાનશાસનમાં “અંકેક ચતુરશીતિ (ચર્યાશી ગામના સમૂહ)નું
એ વડું મથક જોવા મળે છે. ૧૦ અકોટાની પૂર્વે આવેલું “વડ(ટ) પદક (આજનું “વડેદરા) ગામ દાનમાં આપવામાં આવ્યું છે. આ ગામમાં પૂર્વે અકેકના ચાતુર્વિધ બ્રાહ્મણને આપવામાં આવેલું હતું તે અગાઉના રાજાએએ લુપ્ત કરી નાખતાં “વટપુરના વાસી ભાનુ ભટ્ટને દાનમાં આપવામાં આવ્યાનું ત્યાં છેડે કહ્યું છે. આ “વટપુર”, સંભવ છે કે, “વટપદ્રને જ પર્યાય છે. પ્રબંધચિંતામણિમાં અને પુરાતનપ્રબંધસંગ્રહમાં “વટપદ્રને કાહ પોતે તૈયાર કરાવેલા બિંબની પ્રતિષ્ઠા કરાવવા શ્રી પત્તન (પાટણ) આવ્યાનું જણાવવામાં આવ્યું છે. ૧૬૧ નીચે “નાંદીપુરીની વાત કરતાં “વાટપદ્રક વિષય અને વિશ્વામિત્રી નદી કહેલ છે તેનો સંબંધ આ “વટપદ્ર સાથે સમજાય છે..
નોંધપાત્ર એ વાત છે કે અનુમૈત્રક કાલમાં “અકેક’ એ ચોર્યાશી ગામના સમૂહનું વડું મથક હતું અને “વટપદ્રક નજીકમાં નાનું ગામ હતું; સમય જતાં “અકેક (અકોટા”) નાનું ગામ બની ગયું અને “વટપદ્રક (વડોદરા) મોટું નગર બની ગયું. અકોટામાંથી ઈ. સ. ૫ મી સદીથી લઈ મહત્વની અનેક જૈન ધાતુપ્રતિમાઓ નીકળી છે એ આ સ્થાનની પ્રાચીન વિશાળ વસાહતની મહત્તા સૂચવવા પર્યાપ્ત છે. ૨૨
“વટપદ્ર' નામનાં બીજાં પણ ઘણું સ્થાન જાણવામાં આવ્યાં છે, જે આજે વડેદરા” કે બીજી મળતી સંજ્ઞાથી બચેલાં જાણી શકાયાં છે. ૧૩
ગોરજા : કટચુરિ રાજા બુદ્ધવર્માના ઈ. સ. ૬૦૯ ને દાનશાસનમાં ગરજજા ભાગને ઉલ્લેખ થયેલ છે૧૪ જે ભરુકચ્છવિષયમાં આવેલ હતા. આ એકમનું વડું મથક ગોરા વડોદરા જિલ્લાના વાઘોડિયા તાલુકામાં, પંચમહાલ જિલ્લાના હાલની દક્ષિણે સેનેક કિ. મી (૧૧ માઈલ) ઉપર આવેલું “ગરજ’ ગામ લાગે છે.
અદ્ધિકાઃ આ સ્થાનને “અઝહાર' તરીકે ઉલ્લેખ ગુર્જરનૃપતિવંશના જયભટ ૩ જાના ઈ. સ. ૭૦૬ ના “કાયાવતાર --કારવણની છાવણીમાંથી કરેલા દાનશાસનમાં થયેલ છે. આ “શ્રદ્ધિકાન ગામ તરીકે ઉલ્લેખ મૈત્રકરાજ શીલા. દિત્ય ૩ જાના ઈ. સ. ૬૭૬ ના દાનશાસનમાં પણ થયેલું છે ? આ શ્રઢિકા” એ વડોદરા જિલ્લાના પાદરા તાલુકાનું “સાધી છે.