SearchBrowseAboutContactDonate
Page Preview
Page 392
Loading...
Download File
Download File
Page Text
________________ (૩૬૫ ૧૧ મું ] પ્રાચીન ભૌલિક ઉલેખે જ્યારે પ્રબંધચિંતામણિમાં જણાવ્યું છે કે મૂલરાજના સૈન્યને અગિયાર વાર હરાવી ચૂકેલા “લાખાક કે લાખા ફૂલત્રિીને એના “કપિલટી(આજને “કેરાટ”)માં મૂળરાજે ઘેરી લીધું અને એને ત્રીજે દિવસે ઘાત કર્યો.૪૨૮ પુરાતનપ્રબંધસંગ્રહમાં એ “લાષાકીને “ કશ્વર કહ્યો છે અને એણે મૂવરાજને એકવીસ વાર ત્રાસ આયો; બાવીસમી વાર મૂલરાજે એને એના “કપિલકેટમાં ઘેરી લીધું અને ખુલ્લા યુદ્ધમાં મૂલજે એને ઘાત કર્યો વગેરે લખ્યું છે.૪૨૮ આ “કપિલકોટ્ટ” કે “કપિલકે” આજે કેરાકોટ તરીકે જાણીતું છે અને ત્યાં સોલંકીકાલના આરંભસમયનું ભગ્ન શિવમંદિર કિલ્લાના ઉત્તર-પૂર્વ ભાગમાં સચવાઈ રહેલું છે. આ કેરા-કચ્છ કેરા કચ્છ જિલ્લાના ભૂજ તાલુકામાં ભૂજથી દક્ષિણ દિશાએ વીસેક કિ. મી.(બારેક માઈલ)ને અંતરે નાના નગરના રૂપમાં, મુખ્યત્વે ઈસ્માઈલી ખોજાઓનું ધાર્મિક રથન સાચવતું, જોવા મળે છે. ભદ્રેશ્વરઃ ભદ્રેશ્વર વેલાકુલ' તરીકે મહત્વને કહી શકાય તેવો ઉલ્લેખ સિદ્ધરાજ જયસિંહના સમયના ઈ. સ. ૧૧૩૯ ના કચ્છ-ભદ્રેશ્વર નજીક ખંઠા મહાદેવના મંદિરના લેખમાંને છે.૪૩૦ બ કી પ્રબંધમાં તો “પ્રબંધકેશ માં એક સ્થળે શત્રુંજય ગિરિને મધ્યમાં રાખી ભદ્રેશ્વરના માર્ગે થઈ રૈવત ગિરિ તરફ જવામાં આવે તે વચ્ચે રોલા-તેલા નામના ગિરિ આવે, એવું કહેવામાં આવ્યું છે.૪૩૨ બીજો ઉલ્લેખ વાઘેલા રાણુ વરધવલના પ્રસંગમાં છે. ભદ્રેશ્વર વેલાકુલમાં ભીમસિંહ નામને પ્રતિહાર હતો તે કોઈની અ ણ માનત નહિ; એને રાણું વિરધવલ સાથે અથડામણ થઈ હતી, જેમાં અંતે સંધિ કરી અને એમાં ભીમસિંહને માટે ભદ્રેશ્વરને વહીવટ જ કરવાનું રહ્યું ૪૩૨ આ ભદ્રેશ્વર આજે કચ્છ જિલ્લાના મુંદ્રા તાલુકામાં આવેલું છે અને જૈનોનું તીર્થધામ છે. ભદ્રેશ્વર ગામમાં આશાપુરા માતાનું પ્રાચીન ભગ્ન મંદિર અને કુંડ ઘાટની વિશાળ વાવ છે. ઘડહડિકા-કૃતઘટી: વાઘેલા અર્જુનદેવના સમયના, ઈ. સ. ૧૨૭૨ ના, વાગડમાં આવેલા રવેચી માતાના મંદિરના પ્રાંગણમાં જોવામાં આવતા અભિલેખમાં છતઘટીના પ્રદેશમાં આવેલા “રવગ્રામનો ઉલ્લેખ કરી ત્યાં નજીકમાં આવેલી “રવેચી માતાને નિર્દેશ કર્યો છે.૪૩૩ રાપરથી ઉત્તર દિશાએ ૨૦ કિ. મી. (બારેક માઈલ) ઉપર “ધૃતઘટી” (કચ્છ જિલ્લાના રાપર તાલુકાનું આજનું ગેડી) ગામ આવેલું છે. આ પહેલાં સોલંકી ભીમદેવ ૧લા ના ઈ. સ. ૧૦૨૦ ના દાનશાસનમાં ધડહડિ દ્વાદશક – “ઘડહડિકા બાર ગામને સમૂહ)માંનાં ગામમાં એક ધડહડિક” કહ્યું છે૪૩૩એ તે પણ આ ગેડી છે. ગામનું રથળ જોતાં પૂર્વ કાળમાં સમૃદ્ધ વસાહત હશે એ તરત ખ્યાલ આવે છે.
SR No.032604
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 01 Itihasni Purva Bhumika
Original Sutra AuthorN/A
AuthorRasiklal C Parikh, Hariprasad G Shastri
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1972
Total Pages678
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy