SearchBrowseAboutContactDonate
Page Preview
Page 393
Loading...
Download File
Download File
Page Text
________________ ઇતિહાસની પૂર્વભૂમિકા [×. ચારાપવું : થારાપ( થરાદ )ના ઉલ્લેખ પ્રભાવકચરિતમાં થયેલા છે, જ્યાં સે।લંકી ભીમદેવ ૧ લાના સમકાલીન ‘તિલકમંજરી'ના કર્તા શાંતિસૂરિએ દેશમાં બાર લાખનાં ચૈત્યેા બનાવડાવ્યા પછી રાજાએ આપેલા બાકીના સાઠ હજાર ‘થાર પ્રદ્ર'માં માકલી આપ્યાનું કહ્યું છે.૪૨૪ અહીં ‘થારાપñ ગ’ કહેવામાં આવેલ છે; આ સ્થાનને કારણે ભીમદેવ ૧લાના સમયમાં ‘ચંદ્રગચ્છ’માંથી ‘થારાપદ્રગચ્છના વિકાસ થયેા, જેના સંસ્થાપક વિજયસિ ંહસૂરિ હતા.૪૩૫ આ થરાદ બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકાનું વડુ મથક છે. ૩}} ] . પ્રહલાદનપુરઃ પુરાતનપ્રબંધસંગ્રહમાંના ‘કુમારપાલદેવતી યાત્રાપ્રબંધ’થી અને પ્રબંધકેાશમાંના ‘ હેમસૂરિપ્રબંધ ’થી જાણવા મળે છે કે આજીના પરમાર વંશના પ્રત્લાદને ઈ. સ. ૧૧૮૪ આસપાસ ‘પ્રહ્લાદનપુર' (પાલનપુર) વસાવ્યું હતું. ૪૩૧ વીરધવલ વાધેલા ગુજરી ગયા પછી વીસલદેવને અમાત્યાએ સત્તા સોંપી ત્યારે મેટા વીરમે ‘પ્રહૂલાદનપુર’ આદિ પાંચ નગર માગ્યાં હતાં.૪૩૭ આ નગરને પામ્હણપુર' તરીકે ઉલ્લેખ સારંગદેવના અનાવડા ગામના ઈ. સ. ૧૨૯૨ ના અભિલેખમાં થયેલા જાણવામાં આવ્યા છે.૪૩૮ ‘પાલનપુર’ અત્યારે બનાસકાંઠા જિલ્લાનું મુખ્ય મથક છે. બાળક પંચાસર : પ્રબંધચિંતામણિમાં ગૂર્જર ભૂ’માં ‘વઢીયાર' નામના દેશમાં આવેલા ‘પ’ચાસર્ગ્રામ’માંથી શીલગુર નામના જૈનાચાર્ય પસાર થતાં એમણે વનરાજ ચાવડાને જોયેા એ કથાનક આવે છે.૪૩૯ પચાસ વર્ષે જ્યારે વનરાજે અણહિલ્લપુર વસાવી ત્યાં પેાતાને અભિષેક સં. ૮૦૨ માં કર્યાં ત્યારે એણે ‘પંચાસરગ્રામ'માંથી શીલગુણુસૂરિને ભક્તિભાવપૂર્વક ખેલાવ્યા અને સિંહાસન ઉપર બેસાડી પ્રાપ્ત કરેલું સમગ્ર રાજ્ય એમને ચરણે ધર્યું. ત્યાંથી ગુરુની આજ્ઞાથી ‘પ’ચાસરા પાર્શ્વનાથ'ને પધરાવી એનું ડેરાસર અને કટકેશ્વરી મંદિર બંધાવ્યાં. પ્રભાવકચરિતકારે ‘પંચાસર'ની જગ્યાએ ‘પચાશ્રય' શબ્દના પ્રયેાગ કરી અને શીલગુણસૂરિને બદલે દેવચંદ્રસૂરિના ઉલ્લેખ કરી વનરાજે ગુરુ તરફની કૃતજ્ઞતા બતાવવા ત્યાં ‘વનરાજવિહાર'ની રચના કરાવી એમ નોંધ્યું છે.૪૪૦ રત્નમાળમાં વનરાજના પિતા જયશિખરી એના સેાળ સામા સાથે પંચાસર’માં રાજ્ય કરતા હેાવાનુ કહ્યું છે.૪૪૧ આ પંચાસર મહેસાણા જિલ્લાના ચાણસ્મા તાલુકામાં, ચાણસ્માથી દક્ષિણે ૧૭ કિ. મી. (આઠ માઇલ ) ઉપર, સામાન્ય નાના નગરના રૂપમાં બચી રહ્યું છે.
SR No.032604
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 01 Itihasni Purva Bhumika
Original Sutra AuthorN/A
AuthorRasiklal C Parikh, Hariprasad G Shastri
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1972
Total Pages678
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy