SearchBrowseAboutContactDonate
Page Preview
Page 391
Loading...
Download File
Download File
Page Text
________________ tઝ. ૩૬૪] તહાસની પૂર્વભૂમિકા અપાયાનું લખ્યું છે. ૪૨ આ “પ્રસન્નપુર” તે (ભાવનગર જિલ્લાના વલભીપુર મહાલનું) વલભીપુર નજીકનું “પછેગામ”૪૨૪હેવાનું શક્ય છે કે જ્યાં પ્રશ્નોરા નાગર બ્રાહ્મણોની સારી સંખ્યા છે. આ પ્રસન્નપુરના નિવાસી હોવાથી ત્યાંના નાગર બ્રાહ્મણ પ્રશ્નોરા કહેવાવાની શક્યતાને નકારી શકાય એમ નથી. પ્રશ્નોરા બ્રાહ્મણ ઉત્તર પ્રદેશના અહિચ્છત્રમાંથી આવ્યા અને વડનગરના નાગર બ્રાહ્મણોએ એમને “નાગર' તરીકે સ્વીકારી લીધા એવું સ્કંદપુરાણના નાગરખંડમાં સંચિત છે.૨૫ ખૂબ મોડેથી રચાયેલા મનાતા નાગરખંડમાં કોઈ પ્રચલિત અનુશ્રુતિ જ સંગ્રહાઈ ગઈ છે, બાકી નાગરેના અન્ય ફિરકા ગુજરાત રાજ્યનાં જ ગામો ઉપરથી ઓળખાતા હોઈ પ્રશ્નોરા પણ આ રાજ્યના જ કઈ રસ્થળના હોય અને એ “પ્રસન્નપુર (આજનું “પછેગામ”) હેય એમ વીકારી શકાય. પ્રભાસપાટણ પાસે પ્રશ્નાવડા’ કરી એક ગામ છે, પરંતુ ત્યાં હાલ પ્રશ્નોરાની કઈ વસ્તી નથી, તેમ પૂર્વે ત્યાં તેઓની વસ્તી હોવાનું જાણવામાં આવ્યું નથી. સ્થલીઓ' તરીકે સંખ્યાબંધ નિર્દેશ અભિલેખમાં જાણવામાં આવ્યા છે, એક નાના વહીવટી વિભાગ તરીકે કેઈએક નાના નગર કે ગામને વડું મથક બનાવી તે તે સ્થલીની નીચેનાં ગામોને વહીવટ કરવામાં આવતો. મૈત્રક રાજાઓનાં દાનશાસનમાં ઓગણીસ સ્થલીઓ ઉલિખિત થયેલી છે. શિનબરટક (અમરેલી નજીકનું કઈ સ્થળ), બિવખાત (જૂનાગઢની દક્ષિણ-પૂર્વ-દક્ષિણે બીલખા'), ઝરિ (અમરેલી જિલ્લાનું, ધારી પાસેનું, ‘ઝર), અંબરેણુ (જામનગર જિલ્લામાં, જોડિયા પાસેનું “આમરણ') જંબુવાનક (જામનગર નજીકનું “જાંબુડા'), નિમ્બકૃપ (જામનગર નજીકનું લીબડા'), કદંબપદ્રક (અનભિજ્ઞાત), વટપલિકા (મહુવા નજીકનું “વલી'), ધારાબેટ (વેળાની પૂર્વેનું ધારુક'), પુણ્યનક (વલભીપુર નજીકનું કોઈ સ્થાન), વટનગર (વંથળી–સોરઠ નજીકનું “વડેદરા'), બારવન (અનભિજ્ઞાત), આનુમંછ (ગએ “અમરેલી અને હરિપ્રસાદ શાસ્ત્રીએ “મજેવડી કહી બંને માટે શંકા દર્શાવી ધારી પાસે સૂચવ્યું છે), સિરાવાતાનક (લાઠીની ઉત્તરે આવેલું “શિરવાણિયા), બાવનક (અનભિજ્ઞાત), જે-શલ્યાસા (વટપલ્લિકા' સ્થલીની પશ્ચિમે શકય, સંજ્ઞા અસ્પષ્ટ), મંડલી (અનભિજ્ઞાત), મદસર (હરિપ્રસાદ શાસ્ત્રીએ મોરબી નજીકના “માનસરની સંભાવના કરી છે) અને લેણપદ્રક (અનભિજ્ઞાત)-આ સ્થળે તે તે સ્થલીનાં ૪૨ ૧ કપિલકોટઃ દ્વયાશ્રય-કાવ્યમાં આ. હેમચંદ્ર સોલંકી રાજા મૂલરાજે સૌરાષ્ટ્રના ગ્રાહરિપુ ઉપર ચડાઈ કરી જંબુમાલી નદીના કાંઠાના પ્રદેશમાં એની સાથે યુદ્ધ કર્યું ને ત્યાં કચ્છના “લક્ષને મારી નાખ્યો એવું કહ્યું છે. ૨૭
SR No.032604
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 01 Itihasni Purva Bhumika
Original Sutra AuthorN/A
AuthorRasiklal C Parikh, Hariprasad G Shastri
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1972
Total Pages678
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy