SearchBrowseAboutContactDonate
Page Preview
Page 390
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧] પ્રાચીન ભોગોલિક ઉલેએ કર્યું એની પુપિકાથી સમજાય છે.૧૩ “સત્યપુરતીર્થકલ્પ'માં “બાળ ઘમ' તરીકે આ નગર સૂચવાયું છે૪૧૪ પુરાતનપ્રબંધસંગ્રહમાં વરધવલના મૃત્યુ પછી વીરમ અને વસલમાંથી વીસલને રાજા બનાવવામાં આવતાં વીરમે “પ્રાદનપુર વિદ્યાપુર” “વર્ધમાનપુર “ધવલક્કક અને પાંચમું પેટલાઉદ્રપુર (અનુક્રમે પાલનપુર વીજાપુર” “વઢવાણ ધોળકા” અને “પેટલાદ) માગી લીધાં- એમાં “વર્ધમાનપુર નિશાયેલું છે.૪૧૫ પ્રબંધકોશમાં વિરધવલની આગેવાની નીચે વસ્તુપાલ-તેજપાલ વર્ધમાનપુર–ગોહિલવાટિ (ગેહિલવાડ) વગેરેના રાજવીઓને દંડ કરતા વામનસ્થલી આવી પહોંચ્યાનું અને સંઘ કાઢીને નીકળ્યા ત્યારે માર્ગમાં સાત ક્ષેત્રોની યાત્રા કરી “વર્ધમાનપુર નજીક મુકામ કર્યાનું કહેવામાં આવ્યું છે.' વર્ધમાનપુર એ આજનું સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ તાલુકાનું વડું મથક “વઢવાણું છે. જેના અનુશ્રુતિ પ્રમાણે વર્ધમાન મહાવીરની પ્રતિમાનું અહીં સ્થાપન કરવામાં આવેલું હેઈ, આ નામ મળ્યું૧૭ કહેવાયું છે. આનુમંછ: મૈત્રક ધ્રુવસેન ૧ લા ના ઈ. સ. ૧૩૪ ના, ગુહસેનના ઈ. સ. પ૬૪ ના અને ખરગ્રહ ૧ લા ના ઈ. સ. ૬૧૬ ના એ દાનશાસનમાં જરા મોટા નગર તરીકે એને નિર્દેશ થયો છે.૪૧૮ આ પતરાં, મોટા ભાગનાં, અમરેલીમાંથી મળેલાં હોવાથી ગએ “આનુમંછ એ અમરેલી હોવાની સંભાવના કરી છે.૪૧૯ અમરેલી’નું સંસ્કૃત રૂ૫ તે માર્જિા હતું.૪૧૯ આનુભંજની નજીકમાં નિર્દિષ્ટ ગામો ઊપરથી સ્થળને નિર્ણય થઈ શકતો નથી, તે હરિપ્રસાદ શાસ્ત્રીએ બીજો વિકલ્પ જૂનાગઢ નજીકના “મજેવડીને બતાવ્યો છે૪૨૦ તે પણ સંતોષ આપતા નથી. લિપ્તિખંડ: શિલાદિત્ય ૫ મા નાં ઈ. સ. ૭૨૧ અને ૭રર એ બે વર્ષોનાં દાનશાસનેમાં “વદ્ધમાનભુક્તિ'માંથી નીકળી “લિપ્તિખંડ નામક ગામમાં આવી વસેલા બ્રાહ્મણને દાન આપવામાં આવ્યાં છે. આ સ્થાનનો નિશ્ચય થઈ શકતો નથી.૪૨૧ સંગપરી: મૈત્રક શીલાદિત્ય ૧લાના ઈ. સ. ૬૦૫ ના દાનશાસનમાં સંગપુરીથી નીકળી આવેલા અનેક બ્રાહ્મણોને “વટનગરસ્થલી'માંનું “ડાનક ગામ દાન આપવામાં આવેલું કહ્યું છે.૪૨૨ આ “સંગપુરી” પકડી શકાતું નથી. પ્રસનપુરઃ ચૌલુક્ય ભીમદેવ ૧ લા ના કચ્છ પ્રદેશને લગતાં ઈ. સ. ૧૦૩૭ અને ૧૦૬૦ ના દાનશાસનમાં પ્રસન્નપુરમાંથી આવેલા બ્રાહ્મણને દાન
SR No.032604
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 01 Itihasni Purva Bhumika
Original Sutra AuthorN/A
AuthorRasiklal C Parikh, Hariprasad G Shastri
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1972
Total Pages678
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy