SearchBrowseAboutContactDonate
Page Preview
Page 386
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧:સું] પ્રાચીન ભૌગોલિક ઉલ્લેખા [ ૩૫૯ માંનું એક, અથવા ઘૂમલીથી વીસેક કિ.મી. (૧૨ માઈલ) ઉત્તરપૂર્વે આવેલા ‘સેાનવવિડયા' હાવાનું બતાવ્યું છે.૩૮૧ આ ‘સેનવડયા' અત્યારે જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકામાં આવેલુ છે. અને ગુપ્ત-મૈત્રકકાલની સંધિના સ્વીકારાયેલા પ્રાચીન ગેાપમ દિરવાળી ‘ઝીણાવાળી ગેપ'થી નૈઋત્યે પાંચેક કિ.મી. (ત્રણેક માઈલ) ઉપર આવેલુ છે. પચ્છત્રી વિષયના વિસ્તારની અને સુવણૅ . મંજરી વિષયના વિસ્તારની દૃષ્ટિએ તે તે વિષયનું વડુ મથક કયાં હાય એને વિચાર કરવામાં આવે તેા હરિપ્રસાદ શાસ્ત્રીએ કહ્યુ છે તે ‘સનાળા' વધુ બંધ એસે એમ છે; જોકે દાનશાસનેામાં આપેલાં કેટલાંક ગામ ‘સેનવિડયા'ની નજીક પણ કહી શકાય એમ છે તેા સમાન લાગતી સત્તાનાં એ ગામ સનાળા’ની નજીક પણ છે. અલતેકરે કાઈ એક ‘સેાનપુર'ની પણ સંભાવના કરી છે, પણ અત્યારે ‘સાનપરા' અને 'સાનપરી' જેવાં નામ છે તે કાંય દૂર છે, એને દાનશાસનમાંનાં ગામા સાથે કાઈ મેળ મળતા નથી. પણ પચ્છત્રી: એમાં પ્રદેશ’ તરીકે અને ત્રીજામાં ‘વિષય’ તરીકે એ રીતે આના ઉલ્લેખ અપરસુરાષ્ટ્રામડલના, ભૂતાંબિલિકામાં રાજધાની રાખી રહેલા, સૈંધવવહેંશના અગ્નુકર જાના ઈ. સ. ૮૩૨ ના, જાઈક ૧ લાના આશરે ઈ. સ. ૮૩૪૩૫ના અને રાણકના અંદાજે ઈ.સ. ૮૬૮-૬૯ના દાનશાસનમાં જોવા મળે છે.૩૮૨ ‘પુત્રી' એ બરડા ડુંગરની પશ્ચિમે આવેલી સપાત જમીન ઉપર આવેલું આજનુ... ‘પાતર’ ગામ છે. અલતેકર વગેરેએ ‘પાછતરડી’૮૩ કહ્યું છે, એ તા ‘પાછતર’ની નૈૠત્યે નવું વસેલુ` પરુ હોય તેવું નાનું ગામ છે. ‘પચ્છત્રી’ શબ્દ ‘પાતર' એવા વિકાસ આપે છે એ બહુ સ્પષ્ટ છે. જામનગર જિલ્લાના ભાણવડ તાલુકાનું આ ‘પાછતર’ જૂના ઉજ્જડ ‘ધૂમલી'થી પશ્ચિમે 3 કિ.મી. (છ માઇલ) ઉપર આવેલું છે અને એનાં ૭મી-૮ મી સદીનાં પાંચ ભગ્ન દિને માટે જાણીતું છે. ભૂતાંખિલિકા-ભૂતાંખિલી-ભૂમિલિકા-ભૂમલિકા : અપરસુરાષ્ટ્રામંડલ' કંવા પશ્ચિમ સુરાષ્ટ્રની રાજધાની તરીકે સૈંધવાનાં દાનશાસનેામાં ભૂતાંબિલિકાના નિર્દેશ થયેલા છે. અહીં ઈ. સ. ૭૩૦ આસપાસથી, જેનું રાજચિહ્ન 'મકર' હતું તેવા, રાજવ’શ-‘જયદ્રથવ’શ' કે ‘સૈંધવવંશ' ઈ. સ. ૧૫ સુધી સત્તા ઉપર હતા. જ્યે દાનશાસનમાં 'ભૂતાંબિલિકા'ને રાજધાની કહી છે.૪૮૪ એ પછી ઈ. સ. ૯૮૯ માં રાણુક ખાકલદેવ ‘ભૂતાંબિલી’માં રાજ્ય કરતા જાણવામાં આવ્યા છે. એના દાનશાસનમાં ‘અપરસુરાષ્ટ્રાભડલ’ન કહેતાં ‘નવસુરાષ્ટ્રા’
SR No.032604
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 01 Itihasni Purva Bhumika
Original Sutra AuthorN/A
AuthorRasiklal C Parikh, Hariprasad G Shastri
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1972
Total Pages678
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy