SearchBrowseAboutContactDonate
Page Preview
Page 385
Loading...
Download File
Download File
Page Text
________________ કપટ). ઈતિહાસની પૂર્વભૂમિકા t. ગોમંડલઃ સુરાષ્ટ્રમાં ગમષ્ઠલનગરને ધારા નામને તેર કોડને આસામી શ્રાવક હતો, જે સાતસો દ્ધા, સાત પુત્રો અને તેરસો ગાડાં લઈ સંઘ કાઢી યાત્રાએ નીકળ્યો હતો, એમ પુરાતનપ્રબંધસંગ્રહમાં લખ્યું છે.૩૭૪ નવમી શતાબ્દીના બપ્પભટ્ટસૂરિને એને સમકાલીન કહેવામાં આવ્યા છે. પ્રબંધને અભીષ્ટ ગોમંડલ તે રાજકોટ-જેતલસર રેલમાર્ગ ઉપર આવેલું શહેર હેવાની પૂરી શક્યતા છે, જે રાજકોટ જિલ્લાના ગોંડળ તાલુકાનું આજનું વડું મથક ગાંડળ છે. રેહાણુક: મૈત્રક વંશના ધ્રુવસેન ૨ જાના ઈ. સ. ૬૩૮ ના દાનશાસનમાં સુરાષ્ટ્રમાં આવેલા “હાણુકથક'ના “નાગદિનાનક” ગામનું દાન સૂચવાયું છે. ૩૭૫ આ પથકનું વડું મથક હરિપ્રસાદ સં. શાસ્ત્રીના અભિપ્રાય બોટાદથી દક્ષિણ-પૂર્વે પચીસ કિ. મી. (સેળ માઈલ) ઉપરનું બરહીશાળા અથવા રાજકોટ જિલ્લાના રાજકોટ તાલુકાનું ભરણુકી હોઈ શકે ૩૭૬ એમનું એક સંગત સૂચન પણ છે કે ગાંડળ તાલુકામાં એક ‘નાગડસ ગામ આવેલું છે તે “નાગદિનાનક હોય તો એ રણકી' નજીક હાઈ રેણકી' વધુ બંધ બેસે. જૂનાગઢ જિલ્લાના માણાવદર તાલુકામાં પણ એક રેણકી’ આવેલું છે. હાંકઃ આમિલેખિક દષ્ટિએ સદ્ભતીર્થ તરીકે આ સ્થળને ઉલ્લેખ અપરસુરાષ્ટ્રામંડલના શાસક સેંધવવંશના અગ્ગક ર જાના ઈ.સ. ૮૩રના દાનશાસનને છે,૩૭૭ જેમાં પુત્રી પ્રદેશમાં આવેલું આ આતંકતીર્થ” ગામ “સોમેશ્વર (પ્રભાસપાટણ)ના રહીશ બ્રાહ્મણને દાનમાં આપવામાં આવ્યું કહ્યું છે. ઢાંક રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકામાં આલેચના ડુંગરની તળેટીમાં, ધૂમલીથી પૂર્વમાં ૪૦ કિ.મી. (૨૫ માઈલ) ઉપર આવેલું છે અને એની પ્રાચીન જૈન ગુફાઓ માટે જાણીતું છે. ૭૮ સુવર્ણમંજરીઃ વિષય તરીકે સુવર્ણમંજરી કે સ્વર્ણમંજરીને ઉલ્લેખ અપરસરાષ્ટ્રામંડલ(પશ્ચિમ સૌરાષ્ટ્ર)ના સૈધવવંશના રાણકના ઈ.સ. ૮૭૪-૭૫ ના, અગ્રુક ૩ જાના ઈ.સ. ૮૮૬૮૭ના અને જાકિર જાના ઈ.સ. ૯૧૫ના દાનશાસનમાં થયેલું છે. ૩૭૯ આ દાનશાસનમાંના એ વિષયનાં ગામોના સંદર્ભમાં એ વિષયના વડા મથક “સુવર્ણમંજરી'નું સ્થાન નિશ્ચિત કરવાના પ્રયત્ન થયા છે. હરિપ્રસાદ ગં. શાસ્ત્રીએ (રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના વડા મથક) રાજીથી ઉત્તરે નવેક કિ.મી. (૬ માઈલ) ઉપર આવેલા “સનાળા” વિશે સંભાવના કરી છે.૩૮૦ આ સનાળા રાજકોટ જિલ્લાના જામકંડોરણે મહાલમાં છે. અલકરે વિકલ્પ લેખે ઉત્તર સૌરાષ્ટ્રમાં આવેલા સેનપુર” નામનાં ગામે
SR No.032604
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 01 Itihasni Purva Bhumika
Original Sutra AuthorN/A
AuthorRasiklal C Parikh, Hariprasad G Shastri
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1972
Total Pages678
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy