SearchBrowseAboutContactDonate
Page Preview
Page 384
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧ ] પ્રાચીન ભોગોલિક ઉલ્લેખે [૩૫૭ કિ.મી.(પચીસેક માઈલ) ઉપર આવેલું છે. પ્રભાવકચરિતમાં રૈવતકનાં અંબાદેવીના સંદર્ભમાં “કેટિનગરના બ્રાહ્મણ સમભટ્ટની કથા આપી છે. એ પછી સોલંકી રાજ કુમારપાલ આ. હેમચંદ્ર સાથે યાત્રા કરે ગિરનાર–અંબાજીની યાત્રા કરી સોમેશ્વરપત્તન–પ્રભાસપાટણ આવી ત્યાંથી “કેટિનગર માં ગયાનું નોંધાયું છે. ૩૬૭ સોમભટ્ટની વાર્તા નેધતાં વિવિધતીર્થકલ્પમાં કેડીનાર એવું પ્રાકૃત નામ જ આપ્યું છે ૬૮ અને પુરાતનપ્રબંધસંગ્રહમાં કેડીનારપુર સંજ્ઞા આપી છે. ૩૬૯ મોડેથી દીવના ઈ. સ. ૧૩૩૬ના અભિલેખમાં કટિનગર જ જોવા મળે છે. આ કુબેરનગરઃ ગીરપંથકના આંબળા ગામ નજીકથી મળેલા જયદ્રથવંશના મહારાજ અતિવર્માના અંદાજે ઈ. સ. ૭૨૨ ના દાનશાસનમાં જુદાં જુદાં ગામોની જમીનનું એક ભિક્ષુવિહારના નિભાવ માટે દાન આપવાનું લખ્યું છે તેમાં એક “કુબેરનગરને પણ નિર્દેશ થયો છે. ૩૭૦ કેડીનારનું નામ “કુબેરનગર હોવાનો કવચિત અભિપ્રાય થયે છે, પણ આ દાનશાસનમાંનાં ગામોની નિકટતાની દૃષ્ટિએ એ અમરેલી જિલ્લાના ધારી તાલુકાનું “કૂબડા” હેવાની શક્યતા વિશેષ છે. ગામૂત્રિકા : અપરસુરાષ્ટ્રામંડલ(પશ્ચિમ સૌરાષ્ટ્ર)ના સેંધવ રાજ અગ્ગક ૩ જાના ઈ. સ. ૮૮૬-૮૭ના દાનશાસનમાં કાર્યાયાતકચ્છ” વિષયમાંના ગમૂત્રિકા'ના બ્રાહ્મણને દાન આપવામાં આવ્યું છે.૩૭૧ આ કાયયાતકરછ વિષય કે એના વડા મથક કાર્યાયાતને આજે પત્તો લાગતો નથી. ગેમૂત્રિકા એ ગાંડળ પાસે આવેલું ગોમટા” હોવાની શક્યતાના બળ ઉપર સંભાવના કરી શકાય કે જેતપુર અને વીરપુર વચ્ચે કાઈ નષ્ટ થઈ ગયેલી નદીને ખજૂરીઓવાળ પટ ઈશાનથી વાયવ્ય તરફ જતો જોવામાં આવે છે તે એક સમયે રસાળ પ્રદેશ હોય અને તેથી કરછ સંજ્ઞાને પાત્ર બન્યો હોય. એ વિષયનો વિસ્તાર તે ભાદરના ઉત્તર કાંઠેથી લઈ ગાંડળ સુધી સંભવી શકે. અત્યારે આ રાજકોટ જિલ્લાના ગંડળ તાલુકાને અને જેતપુર તાલુકાને ભાગ છે. મૈત્રકવંશીય શીલાદિત્ય ૩ જાના ઈ. સ. ૬૯૧ ના દાનશાસનમાં “ગોમૂત્રિકારથી નીકળી આવી વલભીમાં આવી વસેલા બ્રાહ્મણને દાન આપવામાં આવ્યું છે એમ કહ્યું છે.૩૭૨ આ ગેમૂિત્રકા’ને કહી શકાય તે ઉલ્લેખ અપરસુરામંડલના રાજા અગ્ગક ૩ જાના ઈ. સ. ૮૮૬-૮૭ના દાનશાસનને ઉપર નેળે છે.૩૭૩ ગોમટા રાજકોટ જિલ્લાના ગોંડળ તાલુકામાં ગાંડળથી દક્ષિણે ૧૨ કિ. મી.(સાડાસાત માઈલ) ઉપર આવેલું છે.
SR No.032604
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 01 Itihasni Purva Bhumika
Original Sutra AuthorN/A
AuthorRasiklal C Parikh, Hariprasad G Shastri
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1972
Total Pages678
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy