SearchBrowseAboutContactDonate
Page Preview
Page 344
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧ મું ] પ્રાચીન ભૌગોલિક ઉલ્લેખ [ ૩૧૭ આચાર્ય હેમચંદ્ર દ્વયાશ્રય કાવ્યમાં પણ નિર્દેશ કર્યો છે.૩૫ પ્રબંધચિંતામણિમાં ભૃગુપુર (ભરૂચ)માં શકુનિકાવિહાર-પ્રાસાદનો પ્રારંભ કરતાં “નર્મદા નદીનું સાંનિધ્ય કહ્યું છે. વિવિધતીર્થકલ્પ તો એક “સેગમતી” કે “સગમતી’ ગામને નિર્દેશ કરી ત્યાંના તીર્થદેવ શ્રી અભિનંદનદેવનાં ચરણોમાંથી નર્મદા નદી પ્રગટ થયાનું કહે છે, અને એ પૂર્વે “અસ્થાવબોધતીર્થકલ્પ' વિશે કહેતાં લાટના બંડનરૂપ અને નર્મદા નદીથી અલંકૃત “ભરુઅચ્છ (સં. મg) નગરમાં કેરિટીવનને નિર્દેશ કરતી વેળા યાદ કરી લે છે.૩૭ બુધગુપ્તના એરણના ઈ. સ. ૪૮૪ ના અભિલેખને નિર્દેશ એનું કાલિંદી અને નર્મદાના પ્રદેશના અંતરાલના ભૂભાગ પર આધિપત્ય હોવાનું કહે છે તે પ્રદેશ ગુજરાતના ભૂભાગની બહારને મધ્યપ્રદેશને સમજવાનો છે. ૩૮ એની ઊંડાઈને કારણે ઘણે ઊંડે સુધી વેપાર માટે એને જૂના સમયથી ઉપયોગ થતો રહ્યો છે. | મહી : આ નદી પાણિનિના ગણપાઠમાં “નદી, મહી, વારાણસી” એ ક્રમમાં સચિત થયેલી અટકળી શકાય,૩૯ ત્યાં એ “પૃથ્વીના પર્યાય તરીકે ન હાય, કારણ કે એના ઉપરથી થતા શબ્દોમાં “નાદેય ભાય” “વારાણસેય વગેરે શબ્દ નોંધાયા છે, જેમાં માહેય” એ મહી નદીની ખીણને માટે રૂઢ થયેલે શબ્દ હોવાની શક્યતાને નકારી ન શકીએ.૪૧ મહાભારતના આરણ્યકપર્વમાં ચર્મવતી પછી “મહી’ કહી છેઝર તે ક્યાંની એ સ્પષ્ટ નથી; બેશક, એ નદીઓ પછી જ “નર્મદા અને ગોદાવરી' કહી છે. સંભવ છે કે નંદલાલ દે માળવાની ચંબલ નદીની શાખા કહે છે તે મહી” હોય;૪૩ તે એ એક જ નામની બે ભિન્ન નદી હોય. મહાભારત-ભીષ્મપર્વમાં મહતા' નામથી પણ એક નદી નોંધાયેલી છે, પણ એને સ્થળનિશ્ચય થઈ શકતો નથી, પરંતુ “મહતી તરીકે પુરાણોમાં નોંધાયેલી છે૪૫ તે કદાચ “મહી હોઈ શકે. પારિવાત્ર પર્વતમાંથી નીકળેલી ને પૂર્વ તરફ વહેતી હોય તો એ ચંબલ ચર્મણ્વતીની નજીકની “મહી હેય, પશ્ચિમ તરફ વહેતી હોય તો એ ગુજરાતની “મહી હોય. માર્કડેય, બ્રહ્મ અને વામન પુરાણોમાં “અહી” કહી છે, જ્યારે બ્રહ્માંડપુરાણમાં મહા’ કહી છે ૪૧ પાર્જિ દર મહિતાને અને “મહીને મહી” કહે છે, પરંતુ એમ છતાં એને સ્થળનિર્દેશ તો સ્પષ્ટ નથી જ કંદપુરાણમાં નર્મદાનું એક નામ “મહતી’ પણ છે૪૮ તેને અને ઉપરની મહતી’ને કશો સંબંધ નથી. રામાયણના કિર્કિંધાકાંડમાં સરસ્વતી’ ‘સિંધુ શેણ” પછી “મહી અને કાલમહી' એ ક્રમ કહ્યો છે૪૮ એનાથી છેલ્લી બે નદીઓનાં સ્થાને નિર્ણય
SR No.032604
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 01 Itihasni Purva Bhumika
Original Sutra AuthorN/A
AuthorRasiklal C Parikh, Hariprasad G Shastri
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1972
Total Pages678
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy