SearchBrowseAboutContactDonate
Page Preview
Page 343
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૧૬). ઈતિહાસન પૂર્વભૂમિકા [>, પરંતુ સાહિત્યમાં અન્યત્ર એ વિશે માહિતી મળતી નથી. આ. હેમચંદ્ર દ્વયાશ્રય કાવ્યમાં જે સરસ્વતી નદીના દધિતીર્થમાં આવેલા મંડુકેશ્વરસંશક પુણ્યક્ષેત્રમાં ક્ષેમરાજ ગયાનું લખ્યું છે તે ઉત્તર ગુજરાતની અણહિલપુર પાટણની સરસ્વતી છે.૨૪ સિદ્ધરાજ આશ્ચર્ય જેવા નિમિત્તે જે બ્રાહ્મી નદીએ ગયો તે આ જ સરસ્વતી. ૨૫ બ્રાહ્મી” કહેવાનો આશય “સરસ્વતી બ્રહ્માની પુત્રી છે. એ પૈરાણિક માન્યતાનુસાર સમજાય છે. સેમેશ્વરદેવે કીર્તિકૌમુદીમાં પણ એ જ સરસ્વતીને ઉલ્લિખિત કરી છે, જેના પછી તરત જ નામ પાડ્યા વિના “સહસ્ત્રલિંગસરનું એણે વર્ણન કર્યું છે. પ્રબંધચિંતામણિમાં બે સ્થળે, વિવિધતીર્થકલ્પમાં એક વાર, અને પુરાતનપ્રબંધસંગ્રહમાં એક વાર “સરસ્વતી નદી તરીકે ઉલ્લેખ થયેલ છે તે પણ આ સરસ્વતી માટે છે, કોઈ ખાસ વિશિષ્ટતા વિના. ૨પ્રબંધકેશન હેમરિપ્રબંધમાં સિદ્ધપુર નજીક હોવાને નિર્દેશ છે. ૨૮ જ્યારે પુરાતન પ્રબંધસંગ્રહમાં અભયદેવ નામને બ્રાહ્મણ પ્રભાસમાં સરસ્વતીમાં સ્નાન કરી સોમેશ્વરને નમન કર્યાનું કહે છે.૨૮અ આમ ક્યાંક ઉત્તર ગુજરાતની સરસ્વતીના, તે ક્યાંક સૌરાષ્ટ્રની સરસ્વતીના નિર્દેશ મળે છે. ભાગવતપુરાણમાં “નારાયણકવચમાં એક પ્રાચી સરસ્વતી' કહી છે તેને તે ગુજરાતની બેઉ સરસ્વતી સાથે કોઈ સંબંધ નથી.૨૯ નર્મદા : ગુજરાતની ધ્યાન ખેંચનારી મોટી નદી તો “નર્મદા છે. આ નદી ઋક્ષ પર્વતમાંથી નીકળે છે, જ્યારે રેવા’ વિંધ્યના અમરકંટકમાંથી નીકળે છે. બંને માંડલ નજીક મળી જતાં પછીના પ્રવાહ માટે બંને નામ એકબીજીના પર્યાયરૂપ બની ગયાં છે. મહાભારત–આરણ્યકપર્વમાં પાંડવોની તીર્થયાત્રામાં પયોષ્ણી પછી વંડૂર્ય પર્વત અને નર્મદા નદીને ગણાવેલ છે.૨૯એ “પેરિપ્લેસના લેખકે નમ્મદુસ” ઉપર “બારિગાઝા (ભરૂચ) હેવાનું કહ્યું જ છે, તો તેલેમી નામદાસ” નામથી આ નદીને સૂચવે છે. સ્કંદપુરાણે બીજા અનેક માહાભ્યખંડેની જેમ રેવાખંડ આપી એમાં નર્મદા-રેવા ઉપરનાં તીર્થસ્થળનાં ગુણગાન કર્યા છે.૩૦ મત્સ્ય વગેરે પુરાણેએ “અપરાંતના એક ભાગ તરીકે અંતરનર્મદ પ્રદેશ કહ્યો છે તે, હકીકતે, નર્મદાને ગુજરાતની સરહદ ઉપરને નર્મદાની દક્ષિણ બાજુની ખીણને પ્રદેશ હોય એમ માની શકાય. માર્કડેયપુરાણમાં “ઉત્તરનર્મદ૩૨ અને વામન પુરાણમાં “સુનર્મદ છે.૩૩ સૂચક છે કે મહાભારતમાં “રેવા' નામ જોવામાં આવતું નથી. રાજશેખરે કાવ્યમીમાંસામાં માહિષ્મતી પછીના દક્ષિણાપથમાં નર્મદા-તાપ-પષ્ણી નદીઓ મૂકી છે.૩૪ જૈન સાધનામાં આવશ્યકત્રની ચૂર્ણિમાં “નર્મદાને ઉલ્લેખ થયેલું છે, તે
SR No.032604
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 01 Itihasni Purva Bhumika
Original Sutra AuthorN/A
AuthorRasiklal C Parikh, Hariprasad G Shastri
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1972
Total Pages678
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy